________________
૧૩૦
ભાવતીર્થ - ગીતાર્થ ગુરુ ક્ષમતા છે. તેથી અંતિમ જન્મમાં તીર્થકરો, ગુરુ-શાસ્ત્ર કે જ્ઞાનીનું કોઈ માર્ગદર્શન લેતા નથી. માટે આવા તીર્થકરોને ધર્મતીર્થની પણ જરૂર નથી. વળી, કેવલજ્ઞાન પામ્યા પછી તો ઘનઘાતી કર્મ ખપાવી આત્માની પૂર્ણ શક્તિઓ પ્રાપ્ત કરેલ હોવાથી કૃતકૃત્ય છે. મોક્ષપ્રાપ્તિ પણ તેમની હથેળીમાં છે. છતાં તીર્થંકરો તીર્થપ્રવર્તનરૂપ પ્રચંડ પુરુષાર્થની પ્રવૃત્તિ કરે છે, તેનું રહસ્ય કે કારણ વિચારવા જેવું છે. આ
સભાઃ જગતના જીવો પ્રત્યેની કરુણાથી ભગવાન તીર્થ સ્થાપે છે ?
સાહેબજી: ભાવતીર્થંકર તીર્થ સ્થાપે છે તેમાં જીવો પ્રત્યેની કરુણા કારણ નથી, પણ તીર્થકર નામકર્મ કારણ છે. જોકે તેના બંધ વખતે જગતના સર્વ જીવો પ્રત્યે વિવેકયુક્ત ઉત્કૃષ્ટ કરુણા હતી, પરંતુ હાલમાં તો ભગવાન વીતરાગ છે. ઉત્કૃષ્ટ પરોપકાર કરાવે તેવું જે પુણ્યકર્મ તીર્થંકરોએ સંચિત કરેલું છે, તે કર્મ તેમની પાસે તીર્થપ્રવર્તનની પ્રવૃત્તિ કરાવે છે. આ પ્રવૃત્તિને શાસ્ત્રમાં તીર્થકર નામકર્મજન્ય પ્રવૃત્તિ કહી છે, ઇચ્છાજન્ય કે રાગજન્ય નથી કહી. પરમેશ્વર તો પુર્ણ વીતરાગી છે. ઇચ્છા આવશે ત્યાં રાગ આવશે અને રાગ આવશે તો વીતરાગતામાં ખામી આવશે. જેનધર્મ કહે છે કે, જે શુભ કે અશુભ સર્વ કામનાથી શૂન્ય હોય, જેમની સર્વ કામના પરિતૃપ્ત થઈ ગઈ છે, તેથી જ જે કૃતકૃત્ય છે, તે પરમેશ્વર. વીતરાગ તે જ ઈશ્વર. રાગ તે વિકાર છે, પરમેશ્વર નિર્વિકારી છે.
કર્મશાસ્ત્રોમાં કર્મની ૧૫૮ ઉત્તરપ્રકૃતિ કહી છે, તે સૌમાં શ્રેષ્ઠ તીર્થંકર નામકર્મ છે. તેનાથી ઊંચું કોઈ પુણ્યાનુબંધી પુણ્ય નથી. તેનો વિપાકોદય ચાલુ થાય એટલે ભાવતીર્થંકરની ઉત્કૃષ્ટ પૂજા ચાલુ થાય. 'કેવલજ્ઞાન પહેલાં તીર્થકરોના આત્મા પણ અષ્ટપ્રાતિહાર્ય આદિની ઉત્કૃષ્ટ પૂજાને લાયક નથી હોતા. તેથી જન્મથી ભક્ત એવા ઇન્દ્રો પણ પ્રાતિહાર્ય કે ચોત્રીશ અતિશયથી તેમની પૂજા નથી કરતા. પરંતુ કેવલજ્ઞાન થાય એટલે વગર બોલાવે દેવતાઓ ભક્તિથી સમવસરણ રચે અને ભાવતીર્થંકરની ઉત્કૃષ્ટ ભક્તિ ચાલુ કરે. તે અવસરે પ્રભુના પુણ્યથી કરોડો દેવતા, વિરાટ માનવસમૂહ અને પશુ-પંખીઓ પણ દેશના સાંભળવા આવે. પ્રભુ પણ સમવસરણમાં બિરાજમાન થઈને પ્રથમ ધર્મદેશના આપે. આ અંગે આગમો કહે છે કે, ઋષભદેવથી માંડીને ત્રેવીસ તીર્થંકરોએ પ્રથમ દેશના પછી ધર્મતીર્થની સ્થાપના કરી, જ્યારે પ્રભુ મહાવીરે દ્વિતીય ધર્મદેશના પછી ધર્મતીર્થની સ્થાપના કરી. આ તફાવતનું મહત્ત્વપૂર્ણ કારણ સમજવા જેવું છે. પ્રભુ મહાવીરની પ્રથમ દેશનામાં સર્વ શ્રોતાજનો ગેરલાયક કે અપાત્ર જ હતા તેવું નથી. અરે ! સમકિતી ઇન્દ્રો જ લાયક તરીકે હાજર છે. પાત્ર માનવો પણ અવશ્ય છે. પરંતુ ધર્મતીર્થની સ્થાપના માટે તેટલું પર્યાપ્ત નથી; કારણ કે જીવંત તીર્થની સ્થાપના કરવી હોય તો તત્કાલ તીર્થસ્વરૂપ બને તેવા ઉત્તમ પટ્ટધર શિષ્યો જોઈએ. નંદીસૂત્ર વગેરે આગમોમાં તીર્થ
१ तए णं समणे भगवं महावीरे ततो-ज्ञानोत्पत्त्यनन्तरं श्रमणो भगवान् महावीरः अरहा जाए अर्हन् जात:-अशोकादिप्रातिहार्यपूजायोग्यो जातः,
(उपाध्याय विनयविजयजी कृत कल्पसूत्र सुबोधिका व्याख्या) २ तित्थं च-चातुवण्णो समणसंघो पढमादिगणधरा वा,
(નંદીસુત્ત ચૂ) * अधुनाऽवयवार्थः कथ्यते-तत्र तीर्थं द्रव्यभावभेदाद्विधा, तत्रापि द्रव्यतीर्थं नद्यादेः समुत्तरणमार्गः, भावतीर्थं तु सम्यग्दर्शन
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org