________________
ભાવતીર્થ - ગીતાર્થ ગુરુ
૧૩૧ શબ્દથી ગણધરોને જ તીર્થ કહ્યા છે. ત્રેવીસ તીર્થકરોનું પુણ્ય પ્રબળ હતું કે તેમને પ્રથમ દેશનામાં જ, તત્કાલ પ્રતિબોધ પામીને ગણધર બને તેવા પટ્ટધર શિષ્યોનો યોગ થયો; જ્યારે પ્રભુ મહાવીરનું પુણ્ય થોડું ન્યૂન કે તેમને પ્રથમ દેશનામાં ન મળ્યા, પરંતુ બીજી દેશનામાં જીવંત તીર્થસ્વરૂપ બને તેવા ગૌતમ આદિ ગણધર પટ્ટધર શિષ્યો મળ્યા. પ્રભુ સ્વહસ્તે સમગ્ર શાસન અને તેની ધુરા જેના હાથમાં તરત જ મૂકે છે તે ગણધરો જ જીવંત તીર્થસ્વરૂપ છે. તમને એ વાતનો ખ્યાલ નથી કે તીર્થકરો તો કેવલજ્ઞાન પામ્યા પછી લોકોપકાર તરીકે માત્ર દેશના જ આપે છે, તે પણ અર્થની આપે છે. અર્થ એટલે જગતનું સૂક્ષ્મ તત્ત્વ. તેનો વાણી દ્વારા પ્રબોધ કરે. તીર્થકરોની વાણીનો અતિશય એવો છે કે તેની સામે પડ્રરસ ઝાંખા પડે. પ્રભુની વાણીમાં શબ્દલાલિત્ય, ધ્વનિમાધુર્ય, અર્થગાંભીર્ય આદિ અપૂર્વ હોય છે. શ્રોતાના ખેદ-ઉદ્વેગ-પરિશ્રમને દૂર કરે અને સુધા-તૃષારહિત તૃપ્તિનો અનુભવ કરાવે તેવી અદ્ભુત પ્રભુની વાણી છે. કોઈની વાણીમાં ન હોય તેવું પુષ્યજન્ય ઐશ્વર્ય તેમની વાણીમાં છે. તે વાણીથી પ્રભુ સૂક્ષ્મ તત્ત્વ પીરસે છે, જેનાથી લાયક શ્રોતા પ્રતિબોધ પામે. આવા પ્રબુદ્ધ જીવો સંસારસાગરમાં નિમજ્જનથી ગભરાયા છે, ભયભીત છે; તેથી તરવા, પાર પામવા પ્રભુને શરણે આવ્યા છે. આ શરણે આવેલા જીવોને તરવા માટે સહાયની જરૂર છે, સતત અનુશાસનની જરૂર છે; કેમ કે બધા સાધકોમાં આત્મબળથી ભવસાગર તરવાની શક્તિ નથી હોતી, છતાં તરવાની પૂરી પાત્રતા છે. 'તીર્થકરોના શરણે આવે તે અવશ્ય લાયક જ હોય.
ज्ञानचारित्राणि, संसारार्णवादुत्तारकत्वात्, तदाधारो वा सङ्घः प्रथमगणधरो वा, तत्करणशीलास्तीर्थङ्करास्तान्नत्वेति क्रिया।
(सूत्रकृतांगसूत्र प्रथम श्रुतस्कंध प्रथम अध्ययन प्रथम उद्देशो नियुक्ति गाथा १ शीलांकाचार्य टीका) ★ तीर्थं पुनश्चातुर्वर्णः श्रमणसंघः प्रथमगणधरो वा। तथा चोक्तं-तित्थं भंते तित्थं तित्थगरे तित्थं गोयमा अरहं ताव नियमा तित्थंकरे तित्थं पुण चाउव्वन्नो समणसंघो पढमगणधरो वा इत्यादि।
(શ્રાવપ્રાપ્તિ સ્ત્રોવ ૭૬ ટીવ) ★ 'तीर्थकरेभ्यः तीर्यते संसारसमुद्रोऽनेनेति तीर्थं, तच्च प्रवचनाधारश्चतुर्विधः सङ्घः प्रथमगणधरो वा, तत्करणशीलास्तीर्थङ्करा:
(ાર્મસંપ્રદ રત્નોવક ધરટીવા) ★ तीर्यते संसारसमुद्रोऽनेनेति तीर्थम्, तच्च प्रवचनाधारश्चतुर्विधः संघः प्रथमगणधरो वा, यदाहु:- तित्थं भंते! तित्थं, तित्थयरे तित्थं? गोयमा! अरिहा ताव नियमा तित्थंकरे, तित्थं पुण चाउवण्णे समणसंघे पढमगणहरे वा
(યોજાશાસ્ત્ર પ્રવેશ રૂ, સ્ક્રોઇ ૨૨૨ ટીવા) ★ 'तित्ययरं ति, तीर्यते संसारसागरोऽनेनेति तीर्थं प्रवचनाधारश्चतुर्विधः सङ्घः, प्रथमगणधरो वा। यदुक्तमागमे- “तित्थं भन्ते तित्थं? तित्थयरे तित्थं? गोयमा, अरिहा ताव नियमा तित्थङ्करे, तित्थं पुण चाउव्वण्णे समणसङ्घ, पढमगणहरे वा,"
(સચવત્વસપ્તતિ પત્નોવટી) ★ भावतीर्थं तु चतुर्वर्णः श्रमणसङ्घः प्रथमगणधरो वा। यदाह- “तित्थं भन्ते तित्थं तित्थयरे तित्थं? गोयमा! अरिहा ताव नियमा तित्थंकरे। तित्थं पुण चाउवण्णे समणसंघे पढमगणहरे वा” [भगवतीसू० ६८२] ।
(योगशास्त्र प्रकाश २ श्लोक १६ टीका) १ येऽस्य किङ्करतां यान्ति, नराः कल्याणभागिनः । तेषामल्पेन कालेन, भुवनं किङ्करायते।।७५ । ।(उपमिति० प्रस्ताव १)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org