________________
૧૪૮
ધર્મતીર્થની વ્યાખ્યા લોકપ્રવાહ ખેંચાય તેવો સરળ માર્ગ ન બતાવતાં ભાગી જાય તેવો કઠિન માર્ગ કેમ બતાવ્યો ?:
'હવે અહીં શિષ્ય પ્રશ્ન પૂછે છે કે તમે તો ઊલટો પ્રવાહ અપનાવ્યો. કોઈ વ્યક્તિને તમારા માર્ગમાં આકર્ષવો હોય તો તરવાનો સરળ માર્ગ બતાવો તો તમારી પાસે જલદી આવે. કઠિનમાં કઠિન માર્ગ બતાવો તો સાંભળીને જ જતો રહે. જેમ નદી-તળાવમાં ડૂબી રહેલા માણસને કહો કે આ બાજુથી તરીને કાંઠે જવાનો રસ્તો અઘરો છે, જ્યારે પેલી બાજુથી સરળ-સુગમ છે, તો તે પણ સહેલો જ રસ્તો પસંદ કરશે. વાસ્તવમાં તમને આ દુઃખમય સંસારસાગરથી સૌને પાર પાડવાની ભાવના હોય તો જે તમારા શરણે આવે, તેઓ તમારા ઉપદેશથી આકર્ષાય અને પાર પામે તેવું કરવું જોઈએ. તેને બદલે તમે તો ભયાનક-વિકરાળ સંસારનું સચોટ વર્ણન કર્યું. શ્રોતાને પાર પામવાની ઉત્કંઠાથી સાબદા કર્યા, પણ રસ્તો એવો બતાડ્યો કે બધા સાંભળીને જ ભાગી જાય. સુગમ માર્ગ બતાવો તો અનેક પસંદ કરશે. આમ, આ તમારી માંગણીને અનુરૂપ પ્રશ્ન છે. પણ નિઃસ્પૃહ જ્ઞાની પુરુષોએ તેનો જડબેસલાક જવાબ આપ્યો છે. ઉત્તરમાં કહ્યું છે કે બાહ્ય જગતમાં નદીતળાવ-સમુદ્રમાં ફસાયેલો માણસ તરવાનો સરળ માર્ગ પસંદ કરે તે વાજબી છે. તેથી લૌકિક તીર્થોમાં સુગમતા એ પસંદગીનું ધોરણ હોઈ શકે. પરંતુ સંસારથી પાર પામી મોક્ષે જવાનો માર્ગ ભૌતિક માર્ગ નથી. આ આત્મકલ્યાણનો આધ્યાત્મિક માર્ગ છે. બાહ્ય જગત કરતાં આંતર જગતનાં ગણિત હંમેશાં ઊંધાં હોય છે. વળી મોક્ષ એ ઉત્કૃષ્ટ લક્ષ્ય છે. આત્માની પરાકાષ્ઠાની પ્રગતિ છે. આ વિશ્વમાં મોક્ષથી ઊંચું કોઈ પદ નથી, સુખ નથી, વિકાસ નથી, ઐશ્વર્ય નથી. તમારા સંસારમાં કોઈ તુચ્છ કલા કે જ્ઞાન-વિજ્ઞાનમાં કોઈ વ્યક્તિ થોડી પરાકાષ્ઠાએ પહોંચે તો પણ તેનું નામ વિશ્વમાં પ્રસિદ્ધ થઈ જાય છે, તેના ચરણમાં અઢળક ધન-સંપત્તિ-ભોગ
१ ननु यद् दुःखावतारं च दुरुत्तारं च तीर्थं तद् दुरधिगम्यम्, एवंभूतं च जैनतीर्थं भवद्भिः प्रतिपादितम्। एतच्चायुक्तम्, एवंभूततीर्थस्य करणक्रियाविघातित्वेनाऽनिष्टार्थप्रसाधकत्वात्, लोकप्रतीतिबाधितत्वाच्च; तथा चाह-लोके हि यत् सुखावतारं सखोत्तारं च तीर्थं तत पजितं तदेवोपादेयम्, तरणक्रियानुकूल्येनेष्टार्थप्रसाधकत्वात्। तस्मात् प्रथम एव भङ्गः श्रेयान्, इति प्रेरकाभिप्राय इति ।।१०४२।। अत्रोत्तरमाहसत्यम्, द्रव्यतीर्थमेवमेवेष्यते यथैव त्वं ब्रूषे, तस्य सुखप्राप्यत्वात्, सुखेनैव च मुच्यमानत्वादिति। भावतीर्थं तु नैवम्, तस्य मोक्षहेतुत्वेन जीवानां परमहितत्वात्। यच्च मोक्षहेतुत्वेन हितं, तद् दुःखं लभते जीव:-महता कष्टेन तत् जीवः प्राप्नोतीत्यर्थः। कथंभूतो यस्मादेष जीवः?, इत्याह-'मिच्छत्तेत्यादि' यस्मादनादिकालालीनमिथ्यात्वा-ऽज्ञाना-ऽविरति-विषयसुखभावनानुगतो जीवः, तस्मादित्थंभूतस्य जीवस्याऽनन्तसंसारदुःखव्यवच्छेदहेतुत्वाद् निःसीमनिःश्रेयसावाप्तिनिबन्धनत्वाच्च परमहितं भावतीर्थमतिदुरवापत्वात् पूर्वोक्तकष्टानुष्ठानयुक्तत्वाच्च दुःखावतारम्, तथा, दुरुत्तारं च । कुतः?, इत्याह-'पडिवण्णो इत्यादि' शुभकर्मपरिणत्यनुभावतः पुनः कथमपि परमशुद्ध भावतीर्थं भावतः परमार्थतः प्रतिपन्नो जीवः ‘परमहितं दुर्लभं च पुनरपि' एतज्जानन्नपि कथं नु नाम तद् मोक्ष्यति?-कथं तत उत्तरिष्यति?-न कथञ्चिदित्यर्थः। अतो दुरुत्तारता तस्येति। किञ्च, सद्वैद्यप्रयुक्तकर्कशक्रियोदाहरणतश्च भावतीर्थस्य दुःखावतारोत्तारता भावनीया।।१०४३।।१०४४ ।।
(विशेषावश्यकभाष्य श्लोक १०४२, १०४३, १०४४ टीका)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org