________________
ધર્મતીર્થની વ્યાખ્યા
૧૪૯ આળોટવા માંડે છે. અરે ! એક રમત કે દોડમાં ટોચ પર પહોંચો તો પણ દુનિયા તમને બિરદાવવા તૈયાર છે. જ્યારે મોક્ષ તો સર્વ કલા-જ્ઞાન-શક્તિ આદિમાં ટોચ પર પહોંચો પછી જ પ્રાપ્ત થાય છે. વિચારો, સંસારની નાની શક્તિ, પદ કે ઐશ્વર્ય મેળવવા ભારે સાધના કરવી પડે છે, તો સર્વોત્કૃષ્ટ વસ્તુ મેળવવા સર્વોત્કૃષ્ટ સાધના જ સુસંગત છે. સારાંશ એ છે કે અધ્યાત્મના માર્ગમાં સફળ થવું હોય તેણે સરળ સાધનાની અપેક્ષા ન રખાય પણ દુષ્કર લક્ષ્યવેધી સાધના જ પસંદ કરવી જોઈએ. વળી, અદમ્ય ઉત્સાહને કશું દુષ્કર નથી. આ વ્યાપક નિયમ છે. તમને મોક્ષ સમજાયો નથી તેથી ભારે ઉત્કંઠા કે સાધના માટે તરવરાટ નથી, અને કશું કર્યા વિના મોટો લાભ મળતો હોય તો જોઈએ તેવી અપેક્ષા છે. જે વાજબી નથી.
સભા નદી-સમુદ્ર પાર કરવા દુર્ગમ માર્ગ પસંદ કરે તો જલદી પાર પામે ?
સાહેબજી : ના, ભૌતિક જગતમાં ઊલટું છે. ત્યાં દુર્ગમ માર્ગ પકડનાર કદાચ અટવાઈ જાય, પાર ન પણ પહોંચે અને પહોંચે તો અતિ લાંબે ગાળે પહોંચે. જ્યારે આધ્યાત્મિક જગતમાં સુગમ માર્ગ પકડો તો રખડતા રખડતા અટવાઈ જાઓ, પાર ન પણ પહોંચો અને પહોંચો તો ભારે વિલંબથી પહોંચો; જ્યારે સીધી દિશામાં દુર્ગમ રસ્તો પકડો તો સો ટકા પહોંચો, વળી, શીઘ્રતાથી પહોંચો, અટવાવાનો સવાલ જ નથી. ભૌતિક જગત અને આધ્યાત્મિક જગતનાં ગણિત જ જુદાં છે. ગુરુ સ્પષ્ટતાથી કહે છે કે અમે દુષ્કર માર્ગ જ બતાવીએ છીએ, છુપાવવાની કોઈ વાત નથી; કારણ કે શરણે આવેલાને ઠેઠ મોશે પહોંચાડવા છે, રખડાવવા નથી; અનાદિના વિકારોને મૂળમાંથી નાબૂદ કરવા ઘોર અનુષ્ઠાન કરાવવું છે, શ્રોતાને લાલચ આપી ફસાવવાની વાત નથી. તેવું કામ તો સ્વાર્થી કરે. પ્રસ્તુત ધર્મતીર્થના પ્રણેતા તો વીતરાગ છે. સાર એ છે કે જેનદર્શનનો માર્ગ સીધો, નાકની દાંડીએ જતો શીઘગામી, અવંધ્ય ફળદાયી, અતિદુષ્કર માર્ગ છે. જેને શીઘ્રતાથી પાર પામવું હોય તે આ માર્ગમાં આવી જાય.
સભા : સાધનાના પ્રમાણમાં આયુષ્ય નાનું છે.
સાહેબજી : એટલું સમજી રાખો કે મોક્ષની સાધના એ જન્મોજન્મની સાધના છે. મહા સાધકો પણ પ્રાયઃ અનેક જન્મોની સાધનાથી જ મોક્ષે ગયા છે. એક જ જન્મમાં સાધના પૂર્ણ કરનાર તો વિરલા જ નીકળે. આ મહાસાધના છે, તેમાં અધીરાઈ ન ચાલે. તીર્થકરો જેવા તીર્થકરો પણ એક ભવની સાધનાથી તીર્થકર નથી બન્યા. વળી, સદ્ધર્મની સાધના કરેલી કદી એળે નહીં જાય. જન્માંતરમાં સાથે આવશે જ. ફરી અનુસંધાન અવશ્ય થશે. તેથી ચિંતાનું કોઈ કારણ નથી. માત્ર શુદ્ધમાર્ગ અપનાવવો આવશ્યક છે.
આ રીતે ઉપમાથી ચારે પ્રકારના માર્ગનું તુલનાત્મક વર્ણન કર્યું. તીર્થ શબ્દની વ્યાખ્યા, વિવેચન અને વિકલ્પો પૂરા કર્યા. ત્યારબાદ ધર્મ અને તીર્થ શબ્દનો પરસ્પર સામાસિક અન્વય જોડીને ભાવાર્થ વિચારવા જેવો છે. ધર્મ એ જ તારક હોવાથી "ધર્મરૂપી તીર્થ તે પ્રથમ અર્થ બંધબેસતો છે. પૂ. ભદ્રબાહુસ્વામીએ પણ તે જ સૂચવ્યું છે. બીજો અર્થ ધર્મવિષયક તીર્થ, ત્રીજો અર્થ ધર્મ દ્વારા તારનાર તીર્થ, ચોથો અર્થ ધર્મ પ્રદાન કરવા સ્થાપેલું તીર્થ, પાંચમો અર્થ ધર્મમાંથી પ્રગટેલું તીર્થ, છઠો અર્થ ધર્મ સંબંધી તીર્થ અને સાતમો અર્થ ધર્મને આશ્રયણ કરનાર તીર્થ. આ સર્વ અર્થે સુસંગત છે. ટૂંકમાં ધર્મતીર્થ શબ્દનો ભાવાર્થ એ જ કે આ વિશ્વમાં
१ तथा तीर्यतेऽनेनेति तीर्थं धर्म एव धर्मप्रधानं वा तीर्थं धर्मतीर्थं
(आवश्यकसूत्र नियुक्ति एवं भाष्य श्लोक १०५७ टीका)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org