________________
૧૪૬
ધર્મતીર્થની વ્યાખ્યા નિઃસ્પૃહ હોય; ગમે તે થાય, માંકડ-મચ્છર કરડે, ઠંડી-ગરમી પડે તો પણ કાંઈ ન થાય તેવો આત્મા ધ્યાન કરી શકે. ધ્યાન કરવા એ.સી. કે પંખા નીચે નથી બેસવાનું.
સભા : ઉપયોગની સતેજ ધારા એટલે શું ?
સાહેબજી : પ્રવર્તમાન ચેતના તે ઉપયોગ. તમારામાં ઉપયોગ ચોવીસે કલાક છે, પણ તે રખડતો છે. ધ્યાન કરનારને સ્થિર-શાંત-પ્રશાંત-એકાકાર પણ અત્યંત વેધક ઉપયોગ જોઈએ.
જૈનશાસ્ત્રોએ ધ્યાનના પણ બે વિભાગ પાડ્યા છે. શુભ ધ્યાન અને અશુભ ધ્યાન. અશુભ ધ્યાન સંક્લેશને વધારનારું છે, જેની તમને ટેવ છે. પરંતુ પ્રારંભિક શુભ ધ્યાન પણ તમારા માટે કઠિન છે.
સભા ઃ આ બધો ધર્મ કરીએ છીએ તે ધર્મધ્યાન ન કહેવાય ?
સાહેબજી : ના, ધર્મધ્યાન ન કહેવાય, પરંતુ આનાથી ધર્મધ્યાનમાં જઈ શકાય. ધર્મમાત્ર ધર્મધ્યાન નથી. સ્થિરચિત્તવાળાને ચિંતન અને મનન પછી ધ્યાન કહ્યું છે. આ પણ સાલંબન ધ્યાનની વાત છે. તીર્થકરો તો દીક્ષાકાળથી પ્રાયઃ નિરાલંબન ધ્યાન કરે છે, મનની સવિકલ્પદશામાં પણ સિદ્ધ પરમાત્મા જ તેમને ધ્યેય છે. જોકે તેઓ અરૂપીનું ધ્યાન કરવાના અભ્યાસ તરીકે રૂપી પદાર્થોનું પણ ધ્યાન કરે છે. ભગવાન મહાવીર માટે કલ્પસૂત્રમાં આવે છે કે તેઓશ્રીએ આખી રાત એક જ પરમાણુ પર ધ્યાન કર્યું. તમને તો એક પરમાણુ ગ્રહણ જ નહીં થાય; કારણ કે રૂપી દ્રવ્યોમાં તે સૂક્ષ્મતમ છે. 'ભૌતિક જગતમાં સૂક્ષ્મમાં સૂક્ષ્મ દ્રવ્ય પર જે મન એકાગ્ર કરી શકે તે જ અરૂપીનું સ્થિરતાથી ધ્યાન કરી શકે. જૈનદર્શન સીધું અરૂપી આત્મતત્ત્વના ધ્યાનનો ઉપદેશ નથી કરતું. જડ એવા રૂપી પદાર્થનું ધ્યાન પણ વિકાર નાશ કરે અને મનની વિશુદ્ધિ વધારે તો તે શુભ ધ્યાન જ છે, અને જે ધ્યાનથી તૃષ્ણા કે આવેગો વધે તે અશુભ ધ્યાન છે. આત્માનું ધ્યાન તે જ શુભ ધ્યાન અને જડનું ધ્યાન તે અશુભ ધ્યાન એવું વર્ગીકરણ જૈનદર્શનમાં નથી. તે તો કહે છે કે જે ધ્યાનથી આત્માની મલિનતા ટળે અને નિર્વિકારિતા પ્રગટે, તે સર્વ ધ્યાન શુભ ધ્યાન. શુભ ધ્યાનના પણ જૈનશાસ્ત્રોએ લાખો પ્રકારો વિવેચન સાથે દર્શાવ્યા છે. જૈન ધ્યાનમાર્ગ વિશાળ છે. તેને જાણનાર પણ જિનકથિત માર્ગની ઉત્તરણમાં દુષ્કરતા આપમેળે સમજી શકે.
ધ્યાન એ મોક્ષમાર્ગનાં સર્વ અનુષ્ઠાનોમાં અતિ દુષ્કરમાં દુષ્કર, કઠણમાં કઠણ, મહાપ્રયત્ન સાધ્ય, પ્રચંડ પુરુષાર્થની આવશ્યકતાવાળું અનુષ્ઠાન છે. વળી તેમાં જ કર્મનો વિપુલ પ્રમાણમાં ક્ષય કરવાની, મોહને મૂળથી ઉખેડી નાંખવાની અને આત્માના અનંતકાળના દોષોનો સંપૂર્ણ સંક્ષય કરવાની તાકાત છે. દુનિયાનું એવું કોઈ પાપકર્મ નથી કે જેને ખપાવવાની તાકાત ધ્યાનમાં ન હોય. જેટલાં ચીકણામાં ચીકણાં, ભારેમાં ભારે પાપો છે, તે સર્વને બાળીને ખલાસ કરી નાંખવાની તાકાત ધ્યાનમાં છે. અરે ! દુનિયાના બધા જીવોનાં કર્મો એકત્રિત કરો તો તેને પણ, શુક્લધ્યાનની ધારા,
१ अलक्ष्यं लक्ष्यसंबन्धात् स्थूलात् सूक्ष्म विचिन्तयेत्। सालम्बाच्च निरालम्बं तत्त्ववित् तत्त्वमञ्जसा।।५।।
(योगशास्त्र प्रकाश १० मूल)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org