________________
૧૪૪
ધર્મતીર્થની વ્યાખ્યા છે; કારણ કે આ તો ભૂમિકામાં જ ગોટાળો થઈ ગયો. સંપૂર્ણ નિષ્પાપ જીવન માટે પ્રતિજ્ઞાબદ્ધ સંન્યાસીઓ, પાપમાં ગરકાવ ગૃહસ્થોનું પોષણ કઈ રીતે કરી શકે ? આડકતરી રીતે હિંસાત્યાગના લક્ષ્યવાળા સંન્યાસીના જીવનમાં આચાર દ્વારા હિંસાનો પ્રવેશ થઈ ગયો, એટલે આદર્શ સાચો પણ રસ્તો ખોટો બતાવ્યો. તેથી જે દિશામાં પહોંચવું છે ત્યાં પહોંચાય જ નહીં. કદાચ આચાર સાચો બતાવે પણ સિદ્ધાંત ખોટો બતાવે તો પણ પાયો તૂટી જાય.
સભા સિદ્ધાંતની વ્યાખ્યા શું ?
સાહેબજી ઃ સિદ્ધાંત એટલે પદાર્થવિજ્ઞાન અર્થાત્ જેટલું તત્ત્વજ્ઞાન છે તે બધું સિદ્ધાંતમાં આવે. દા.ત. ઉપદેશ આપ્યો કે સાધકે જયણાપૂર્વક ચાલવું. આ એક આચાર થયો. પરંતુ અહીં કોઈ પાયામાંથી પ્રશ્ન કરે કે જયણાપૂર્વક ચાલવાની શું જરૂર ? તો કહે કે અહિંસા પાળવા. પરંતુ આત્મા અમર છે એવો તેમનો સિદ્ધાંત હોય તો જીવનમાં હિસા-અહિંસાની ચિંતાનો કોઈ મતલબ જ નથી; કારણ કે ગમે તે પ્રવૃત્તિ કરો, પણ જીવ જો મરતો જ નથી, આત્માનો નાશ જ શક્ય નથી. તો પછી તેના નાશરૂપ મૃત્યુની ચિંતા જ વ્યર્થ છે. તેથી જયણા પાળવાનો કોઈ મતલબ નથી. તમારાથી ચાલતાં પગ નીચે કીડી દબાઈ, તો વ્યવહારમાં કીડી મૃત્યુ પામી તેમ કહેવાય છે. પણ વાસ્તવમાં જો આત્મા અમર જ હોય તો માત્ર કીડીનું ખોળિયું જ નાશ પામ્યું છે. આત્મા નાશ નથી પામ્યો. કારણ કે તે તો અમર છે. વળી, શરીર તો જડ અને નાશવંત જ હતું. તમારાથી માટીનું ઠીકરું ફૂટે તો ઠીકરાની હિંસા નથી કહેવાતી; કારણ કે તે જડ નાશવંત જ છે અને જીવનશૂન્ય છે. પ્રાણ તો ચેતનમાં છે, જે અમર છે. તેથી તેમનું આવું તત્ત્વજ્ઞાન જયણાનું વિરોધી થયું. તે જ રીતે બૌદ્ધદર્શનના સિદ્ધાંત પ્રમાણે આત્મા ક્ષણિક છે અર્થાત્ ક્ષણે ક્ષણે જૂનો આત્મા મરે છે અને નવો આત્મા ઉત્પન્ન થાય છે. આ સિદ્ધાંત અનુસાર પણ જયણા કે અહિંસા પાળવાનો કોઈ અર્થ નથી; કારણ કે કીડી પગ નીચે દબાય કે ન દબાય, તો પણ તે ક્ષણે ક્ષણે આપમેળે જ મરી રહી છે. તેથી દયાનો કોઈ મતલબ નથી. આ આચારવિરોધી તત્ત્વજ્ઞાનના નમુના છે. જૈનદર્શન અહીં જ ખુબીવાળું છે. તેની પાસે સ્યાદ્વાદનો સિદ્ધાંત છે. તેથી કહેશે કે અપેક્ષાએ આત્મા મરે છે અને અપેક્ષાએ આત્મા અમર છે. જે અપેક્ષાએ પર્યાય નાશ પામ્યો તે અપેક્ષાએ આત્માનું મૃત્યુ થયું, જે અપેક્ષાએ આત્મદ્રવ્યનું સાતત્ય છે તે અપેક્ષાએ આત્મા અમર છે.
સભા : બીજાં દર્શન આત્માને પરિણામી-નિત્ય નથી માનતાં ?
સાહેબજી સાંખ્યદર્શન પરિણામી-નિત્ય માને છે, છતાં તેમની માન્યતા પણ અધૂરી છે. તેઓ આત્માને પરિણામી-નિત્ય કહે, પણ ક્રિયાનો કર્તા કે ભોક્તા માનવા તૈયાર નથી. તેથી જયણા-અજયણાનો સૈદ્ધાંતિક આધાર તો તૂટી જ જાય છે, તેથી તત્ત્વજ્ઞાનશૂન્ય આચાર નિરર્થક છે. સમ્ય સિદ્ધાંતો સ્થાપિત કરવામાં ભલભલા ધર્મોના ડાંડિયા ડૂલ થઈ જાય છે. વાસ્તવમાં જે સર્વ નયોનો જાણકાર હશે, જેની પાસે સર્વજ્ઞની દૃષ્ટિ હશે, સ્યાદ્વાદનો બોધ હશે તે જ સાચો સિદ્ધાંત આપી શકશે. જેનદર્શનના સિદ્ધાંતનો જગતમાં જોટો નથી. તમે તો કશું ભણ્યા નથી. ખાલી ભક્તિથી હાથ જોડવાના રાખ્યા છે. પરંતુ પ્રાજ્ઞ વ્યક્તિ જેમ જેમ અભ્યાસ કરે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org