________________
ધર્મતીર્થની વ્યાખ્યા
૧૪૨ કામે લગાડે, ઉપયોગની ધારા અત્યંત સતેજ કરે, ધ્યાનમાં ઉત્તરોત્તર ઉત્કટ મનોબળ અને આત્મબળ ફોરવે. મોહ સાથે આ છેલ્લું યુદ્ધ છે. સાધકનો જીવસટોસટીનો ખેલ એટલે શુક્લધ્યાન અને ક્ષપકશ્રેણી. ત્યાં આત્મા પુરુષાર્થનો ધોધ વહેવડાવે છે. ઉપયોગની ધારા એવી તીવ્ર વહે કે કોઈ કર્મની તેની સામે ઊભા રહેવાની તાકાત નથી. સર્વ જીવોનાં સર્વ કઠિન કર્મોનો ક્ષય કરવાની તે ધ્યાનમાં વીજળી જેવી તાકાત છે, પણ ત્યાં સુધી પહોંચતાં જ ભલભલાના છક્કા છૂટી જાય. મહાસત્ત્વશાળી ઋષભદેવ ભગવાને એક હજાર વર્ષ સુધી લગાતાર આ ધ્યાનની સાધના કરી. તેઓ રોજના minimum એકવીસ કલાક ધ્યાન કરતા હતા. આરામથી સૂવા-બેસવાનો સવાલ નહીં. વળી આહાર-નિહારની જરૂર ન હોય તો તે દિવસે ૨૪ કલાક ધ્યાનમાં રહે. આ રીતે તેમણે બે-પાંચ વર્ષ નહીં પણ પૂરાં હજાર વર્ષ સુધી અખંડ સાધના કરી. વિચારો કે શુક્લધ્યાનમાં પાર ઊતરવું કેટલું મુશ્કેલ હશે ! તેથી જ જિનના માર્ગમાં પાર ઊતરવું પણ સુગમ નથી,
સભા તીર્થકરો તો અચિજ્ય શક્તિના સ્વામી છે ને ? સાહેબજી ઃ હા, પણ મોહને મૂળથી મારવો તેના જેવું મહાભારત કામ કોઈ નથી. . '
सिद्धं सिद्धत्थाणं, ठाणमणोवमसुहं उवगयाणं । સમયવિમળ, મારૂoi & IIM AવળOTIi Iloil
(સલત પ્રV૦ શ્લો-૧)
અનંત ઉપકારી અનંત જ્ઞાની શ્રી તીર્થંકર પરમાત્મા મહામંગલકારી અને સર્વોષ્ટ એવા આ ધર્મતીર્થની સ્થાપના કરે છે. જૈનધર્મની આચારથી ઓળખ કરતાં તેની સિદ્ધાંતથી ઓળખમાં ઊંડાણ ઘણું છે ?
જગતમાં જેટલાં સાધન અને આલંબન તારક છે, તે સૌમાં ધર્મતીર્થ શ્રેષ્ઠ તારક છે. તે ધર્મતીર્થો પણ અનેક પ્રચલિત છે અને તેમાં સર્વ આર્યધર્મો સંસારસાગરથી પાર પામવાની પ્રેરણા કરે છે. તેમણે ચીંધેલા માર્ગનું તુલનાત્મક વર્ણન ચાર વિકલ્પોથી વિચાર્યું. છેલ્લા વિકલ્પમાં જૈનદર્શનના માર્ગનું વર્ણન કર્યું કે આ ભવચક્રમાં તે માર્ગ મેળવવો દુર્લભ છે. વળી મળ્યા પછી તેમાં પ્રવેશ વધારે દુષ્કર છે; કારણ કે જિનકથિત માર્ગ સંસારરસિક જીવોને ફાવે તેવો નથી. વિષય-કષાયને અભિમુખ એવા જીવને જે ગમે છે તેનાથી વિરુદ્ધ વાતો ભગવાન મહાવીરે કહી છે. જિનનો ધર્મ તો ઇન્દ્રિયો અને કષાયોના સંપૂર્ણ વિજયને પ્રેરે છે. પરિષહ-ઉપસર્ગને તો મોહને જીતવાનાં સાધન કહે છે. આ માર્ગ સમજવો હોય તેને મોહ સાથે પારાવાર દુશ્મનાવટ જોઈએ. જેને મોહ સાથે રહેવાનું ફાવે કે મોહના પરિણામ ગમે તેને આ ધર્મ ત્રણ કાળમાં નહીં ગમે. અહીં પ્રવેશ કર્યા પછી આચાર પણ એટલો સૂક્ષ્મ જયણાપૂર્વકનો અણીશુદ્ધ છે કે જેમ જેમ આચાર પાળતો જાય તેમ તેમ અંદરમાં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org