________________
ધર્મતીર્થની વ્યાખ્યા
૧૪૧ છોડવા તૈયાર ન થાય. જે આ શાસનને મર્મથી સમજ્યો છે, તેના આચાર અને સિદ્ધાંતનું જેને સુબદ્ધ જ્ઞાન છે, તે આ શાસનને પ્રાણથી પણ અધિક પ્રિય માને. તમે મહાવીરના સિદ્ધાંત જ સમજ્યા નથી, તેથી હાલી-મવાલી પર પણ ઓવારી જાઓ. તમને દુનિયાના તે તે ધર્મોના કહેવાતા સિદ્ધાંતોમાં ત્રુટિઓ શું છે તેની કોઈ ગતાગમ જ નથી, તો સર્વાશ પરિશુદ્ધ તત્ત્વની કદર કેવી રીતે કરી શકો ? આ તો ભાવસભર પ્રવેશ કરેલાની વાત છે, આ શાસનમાં બહારથી આંટા મારનારની વાત નથી. ઓળખ્યા પછી તત્ત્વજ્ઞ આત્મા તો આ શાસન પ્રાણના ભોગે પણ ન છોડી શકે. તેને નિર્ણત હોય કે આ જગતમાં મૂલ્યવાનમાં મૂલ્યવાન વસ્તુ આ શાસન જ છે, ચિંતામણિ રત્ન તો આની પાસે પથરા બરાબર છે.
સભા શાસનમાં ભાવથી પ્રવેશ એટલે શું ?
સાહેબજી : જિનકથિત આચારનો સ્વીકાર કરીને શુદ્ધ અંતઃકરણથી જીવનમાં વિકારોને નાથવાની, કષાયોને કાપવાની સાધના ચાલુ કરે, એટલે ભાવથી પ્રવેશ થઈ ગયો. પછી તો તેને જિનાજ્ઞા એ જ છે કે રોજ ભણે અને નવો નવો બોધ મેળવે. જેમ જેમ સિદ્ધાંત ભણતો જાય તેમ તેમ સિદ્ધાંતનો વેધક પ્રભાવ પડે, જે ભૂસ્યો ભૂંસાય જ નહીં. આ તો જેણે અનુભવ્યું હોય તેને જ ખબર પડે. ન સમજેલા સાચું evaluationમૂલ્યાંકન ન કરી શકે. સંક્ષેપમાં નિર્ગમ દુષ્કર છે તેનો અર્થ એટલો જ છે કે જિનકથિત સિદ્ધાંતમાં ખપી જીવને અભિભૂત કરવાની અદ્વિતીય તાકાત છે.
વળી, નિર્ગમ શબ્દનો ભવસાગરથી પાર પામવો અર્થ લઈએ, તો તે અપેક્ષાએ પણ જિનેશ્વરોનો માર્ગ પાર પામવા માટે અતિ દુષ્કર છે, ઉત્તરણ દુષ્કર છે; કારણ કે તીર્થકરોએ સાધનાનો માર્ગ અતિ કપરો કહ્યો છે. તેમાં માત્ર જયણાયુક્ત આચાર જ નથી, તે તો ઇન્દ્રિયોની અસ્થિરતા અને મનની ચંચળતાને નાથવાનું પ્રારંભિક પગથિયું જ છે અને તપ-ત્યાગ-સંયમમય આચાર આત્માના સ્થૂલ મળનો નાશક છે; જ્યારે આત્માના સૂક્ષ્મ અને ચીકણા મળને તોડવા તીર્થકરોએ ધ્યાનની કઠોર સાધના દર્શાવેલ છે. અત્યારે ઘણા માને છે કે ધ્યાનમાર્ગ અતિ સરળ છે, તત્કાળ મનને relax-શાંત કરનાર છે; પરંતુ તેઓ સમ્યગુ ધ્યાનમાર્ગને સમજ્યા જ નથી. વાસ્તવમાં ધ્યાન જેવી કઠોર-ઉત્કૃષ્ટ સાધના કોઈ નથી. વળી, તેના પણ અનેક તબક્કા છે, જેમ કે પિંડસ્થ, પદસ્થ, રૂપસ્થ, રૂપાતીત ધર્મધ્યાન અને તેના અનેક પ્રકારો, સાલંબનધ્યાન-નિરાલંબનધ્યાન, સવિકલ્પસમાધિ-નિર્વિકલ્પસમાધિ અને ત્યારબાદ અંતે શુક્લધ્યાનરૂપી પરમ ધ્યાનમાં પ્રવેશ. તીર્થકરો જેવા તીર્થકરોને પણ સાંગોપાંગ ધ્યાનની સાધના કરતાં વર્ષોનાં વર્ષો વીતે છે. તેઓ પણ આત્માનો પ્રચંડ પુરુષાર્થ
१ ... साधूनां तु पूर्वोक्त(महा)कष्टानुष्ठानाद् मुक्त्याश्रयणाद् दुरुत्तारता। अवतारपक्षे तु सर्वत्र पूर्वोक्तैव भावना। इत्यलं विस्तरेणेति।।१०४० ।।१०४१।।
(विशेषावश्यक भाष्य श्लोक १०४०-४१ टीका) २ मूलोत्तरगुणाः सर्वे, सर्वा चेयं बहिष्क्रिया। मुनीनां श्रावकाणां च, ध्यानयोगार्थमीरिता।।७२६।।
(૩પમતિ પ્રસ્તાવ - ૮) ★ चञ्चलं हि मनः कृष्ण, प्रमाथि बलवत् दृढम्। तस्याहं निग्रहं मन्ये, वायोरिव सुदुष्करम्।।२२।। असंशयं महाबाहो, मनो दुर्निग्रहं चलम्। अभ्यासेन तु कौन्तेय, वैराग्येण च गृह्यते।।२३।।
(अध्यात्मसार ध्यानाधिकार)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org