________________
ધર્મતીર્થની વ્યાખ્યા
૧૩૯ પડે, જે કરવા સંસારનો રસ કાઢવો પડે, મૂળમાંથી નિચોવવો પડે. “સવિ જીવ કરું શાસનરસી”ની ભાવના હતી એટલે જ બોચી પકડી પકડીને કંઠી નથી પહેરાવી.
સભા કાંઈક એવું મૂકવું પડે ને, કે લોકો આકર્ષાય ?
સાહેબજીઃ નવા જીવોને એક વાર આ શાસનમાં કુતૂહલ આદિથી પણ જોવા આવવાનું મન થાય, તેવાં શાસનપ્રભાવનારૂપે ઘણાં જાહેર અનુષ્ઠાનો ભગવાને દર્શાવ્યાં છે. પોતે સ્વયં દીક્ષા લેતાં ધર્મપ્રભાવનારૂપે વર્ષીદાન બાર મહિના લગાતાર કર્યું જ છે. તેમના પુણ્યજન્ય ચોત્રીશ અતિશયો પણ ધર્મ પ્રત્યે આકર્ષણનાં શ્રેષ્ઠ સાધનો જ છે, પણ વિકારપૂર્તિ કે લાલચ દ્વારા કોઈને આકર્ષવાની વાત નથી. અને આવેલાને અંતે તપત્યાગ-સંયમમય કઠોર સાધના જ બતાવવાની છે. તેથી પ્રવેશ દુર્ગમ છે.
શાસ્ત્રો સ્પષ્ટતાપૂર્વક જ કહે છે કે તીર્થકરોએ દર્શાવેલો રસ્તો સહેલો નથી. જૈનશાસનનું મુનિજીવન એટલું કઠોર છે કે તેનું વર્ણન સાંભળતાં જ ઘણા ભાગી જાય. મનમાં ઇચ્છા હોય તો પણ થાય કે આવા કઠિન આચાર પાળવાની આપણી તાકાત નથી; કેમ કે ભગવાને સવારથી સાંજ સુધી ઈન્દ્રિયોને મજા પડે તેવું એક પણ અનુષ્ઠાન મુનિજીવનમાં બતાવ્યું નથી. અમને પ્રભુએ એમ જ કહ્યું કે દુનિયાને ભૂલી જાઓ, સતત તમારા દોષોને કાપ્યા કરો, મન-વચન-કાયાને સંયમમાં લાવવા પુરુષાર્થ કરો, મલિન વૃત્તિ અને કષાયોને નાથો. જૈનશાસનના ધર્મમાં આદિથી અંત સુધી આત્મસંયમ સિવાય બીજી કોઈ વાત છે જ નહીં. ટૂંકમાં કહેવું હોય di sel 21414 } self development by self control, is the essence of Jainism-Balrheiuuell આત્મવિકાસ એ જૈનધર્મનો સાર છે. તમે સવારથી સાંજ સુધી દોડધામ કરો છો તે બધો ભૌતિક વિકાસ છે, તે પરાયો છે. તે અહીં જ અદ્ધર રહેશે અને તમે તેને મૂકીને ચાલતા થશો. તેમાં તમારો કોઈ વાસ્તવિક વિકાસ નથી. તે સંસારની પાપપ્રવૃત્તિ છે, જ્યારે ચેતનરૂપ તમારો જે વિકાસ છે તે ધર્મ છે. તમને જો આ દૃષ્ટિકોણ આવી જાય તો તમને થાય કે મારે મારી જાતને ધીમે ધીમે વિકસાવવાની છે, અને તે જ ધર્મસાધના છે. આમ કરશો તો અદમ્ય ઉત્સાહ આપમેળે પ્રગટશે. તેવા જીવો જ આ દુષ્કર માર્ગમાં ભાવથી પ્રવેશ કરવા લાયક છે.
જિનધર્મમાં નિર્ગમ અતિદુષ્કર :
વ્યવહારથી પણ જૈનધર્મ પામવો દુર્લભ છે, પરંતુ પામેલાને પણ આચારમાર્ગ કઠિન હોવાથી પ્રવેશ અતિ દુષ્કર છે; અને ભાવથી પ્રવેશેલાને તેનો ત્યાગ તો તેનાથી પણ અધિક દુષ્કર છે; કારણ કે સાધુ-શ્રાવક બંને માટે આ નિયત જિનાજ્ઞા છે કે સૂક્ષ્મ જયણાસંપન્ન આચાર પાળતી વખતે સાધુ કે શ્રાવકે ક્રમશઃ
१ एतदेव भावयति;
अप्पुव्वणाणगहणे निच्चब्भासेण केवलुप्पत्ती। भणिया सुयम्मि तम्हा एवं चिय एयमवसेयं ।।५०२।। अपूर्वज्ञानग्रहणेऽपूर्वस्य ज्ञानस्य श्रुतरूपस्य सूत्रार्थभेदभिन्नस्य ग्रहणे क्रियमाणे; कथमित्याह-नित्याभ्यासेन प्रतिदिवसमभ्यसनेन, केवलोत्पत्ति:- निखिलज्ञेयावलोकनकुशलज्ञानलाभरूपा भणिता श्रुते 'अप्पुव्वनाणगहणे' इत्यादिलक्षणे। तस्मादेवमेवैतत्
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org