________________
ધર્મતીર્થની વ્યાખ્યા
૧૩૮
તમે તમારી જાતને તાવી લો કે હું જૈનશાસનમાં પ્રવેશવા લાયક છું ? કે સંસારમાં હજી ઘણો માર પડશે પછી સીધો થઈશ ? અત્યારે મનુષ્યભવ મળ્યો છે, થોડું પુણ્ય ઉદયમાં છે, એટલે મગજમાં રાઈ ભરી છે, ધોકા પડશે પછી ભાન આવશે. તમને મનમાં થવું જોઈએ કે આ વિકારો અને વાસનાઓએ જ આ જગતમાં મને સૌથી વધારે દુ:ખી કર્યો છે, તમને આખા ને આખા પીંખી નાંખ્યા છે. આ મહાવેદનામાંથી બહાર નીકળી શાંત થવા, સળગતા વિકાર-વાસનાઓને ઠારવા, તીર્થંકરોએ કહેલો આ માર્ગ અમૃતતુલ્ય છે અને તેમાં એકાંતે મોહનો વિરોધ છે. જૈનધર્મનું એક પણ અનુષ્ઠાન એવું નથી કે જેમાં ઈન્દ્રિયોની તૃષ્ણાઓને તોડવામાં ન આવી હોય, અને કષાયોનું દમન અને મન-વચન-કાયાનો સંયમ પેદા કરવાનો પુરુષાર્થ ન હોય. તેથી જ આદિથી અંત સુધી આખો માર્ગ તરવાનું સાધન છે, ભવચક્રમાંથી નીકળવાનો shortest and safest(સોથી ટૂંકો અને સૌથી સલામત) માર્ગ આ છે. બીજા ધર્મોમાં આવો સીધો અને શ્રેષ્ઠ માર્ગ નથી. પણ આ માર્ગ છે કઠણ. અનાદિથી જીવે મોહને પોષ્યો છે, મોહ સાથે ગેલ કરી છે, તેથી ન ફાવે તેવો આ માર્ગ છે. એટલે પ્રવેશ દુષ્કર છે. છતાં ખરેખર તમારો પ્રવેશ થઈ ગયો છે ? વિચારજો. થયો હોય તો મહાભાગ્યશાળી છો.
સભા : ભ્રમણામાં છીએ.
સાહેબજી ઃ તમારા આત્માને ઢંઢોળીને પૂછો કે હકીકતમાં તમે ક્યાં બેઠા છો ? તમે વ્યવહારથી જૈનશાસનમાં જન્મી ગયા છો, તેમાં ના નહીં. અનંતા જીવોને નથી મળ્યું તે તમને મળી ગયું છે. અતિ દુર્લભ એવી જિનશાસનની પ્રાપ્તિ તમારા માટે ભાગ્યથી સુલભ-સરળ બની છે. પણ આ શાસનમાં પ્રવેશ કરવો હોય તો માર્ગાનુસા૨ી કે જૈન કે સમકિતી કે શ્રાવક કે સાધુ આદિ કોઈ પણ ભૂમિકા પામવી પડે. તે પામવા મનમાં નક્કી કરવું પડે કે, આખી દુનિયામાં મારે કોઈની સાથે એવાં વેર-ઝેર નથી જેવાં મારે મારા કષાયો સાથે જ છે. તમારા ભગવાનને રાગ-દ્વેષ સાથે ભારે વેર-વિરોધ-દુશ્મનાવટ હતાં. જે રાગ-દ્વેષ સાથે દુશ્મનાવટ કરવા તૈયાર ન હોય તે કદી વીતરાગનો સાચો અનુયાયી બની શકશે નહીં. તમારા મનમાં સંકલ્પ જોઈએ કે રાગદ્વેષને તો મારે તોડવા જ છે, મોહને તોડવાનો ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ ઉપાય આ દુનિયામાં વીતરાગ પાસે જ છે, જે તેમના વચનસ્વરૂપ જૈનશાસ્ત્રોના વાક્યે વાક્યે ગૂંથાયેલો છે. આવી ભાવનાવાળો આત્મા આંતરિક સંતાપને મૂળમાંથી કાઢવા તૃષ્ણાને કુહાડા મારી મારીને કાપતો જાય અને પોતાના આત્માને શાંત-ઉપશાંત-નિર્વિકારીતૃપ્ત અને આનંદમાં મગ્ન બનાવતો જાય. તેવો ધર્મ તીર્થંકરોએ દર્શાવ્યો છે.
સભા ઃ પ્રવેશ દુષ્કર કહીને પહેલેથી જ જીવોને બીવડાવી દીધા ?
સાહેબજી : ના, પહેલેથી સાબદા રાખવા ક્યું છે. લાલચ બતાવીને, લોભ બતાવીને ભેગા કોણ કરે ? જેને અપેક્ષા હોય તે. તીર્થંકરો તો વીતરાગ છે. તેમને મારા અનુયાયી વધારે થાય કે ઓછા થાય તેની કોઈ ચિંતા નથી.
સભા : “સવિ જીવ કરું શાસનરસી”ની ભાવના કેમ ભાવી ?
સાહેબજી : તે જ તેમની વીતરાગતા બતાવે છે. તેમને સવિ જીવને શાસનના રસિયા બનાવવા છે, પોતાના રસિયા નથી બનાવવા. શાસનના રસિયા બનાવવા શ્રોતામાં હાડોહાડ મોક્ષમાર્ગનો રસ પેદા કરાવવો
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org