________________
ધર્મતીર્થની વ્યાખ્યા
૧૩૭ કલ્યાણનું કારણ કે તરવાનું સાધન બને નહીં. સંસારનું સર્જન જ મોહ-વાસના-વિકારોમાંથી થયું છે. તેને તોડવા reverse-વિરુદ્ધમાં જવું પડે. સાચા સાધકે ઈન્દ્રિયોને નાથવી જ પડે. મનના આવેગોને કાબૂમાં લેવા જ પડે. દેહ-ઈન્દ્રિયો અને મનને સંયમિત કરવા આત્મબળ વિકસાવવું જ પડે. મોક્ષનું લક્ષ્ય સિદ્ધ કરવા શરીરથી તગડા કે પહેલવાન બનવાની જરૂર નથી, પણ દઢ સંકલ્પબળની અનિવાર્ય આવશ્યકતા છે. જે ધર્મમાં વિકારનાશક કઠોર આચાર ન હોય, પરંતુ ધર્મના નામે સુખશીલ આચારપોષક વાતો હોય, તેવા ધર્મને સહજતાથી લોકમાં વિશાળ અનુયાયી વર્ગ મળે. રજનીશ કે કૃષ્ણમૂર્તિને સાંભળનારાની સંખ્યા વધારે હોય તો તેમાં કોઈ નવાઈ નથી. તેમને તો ઉપદેશમાં તપ-ત્યાગ-સંયમ પર તીખા-તમતમતા કટાક્ષ કરવાના અને લોકને મનગમતી ભોગપ્રવૃત્તિને સમર્થન આપવાનું. સંસારના વિકાર-વિકૃતિને પોષે તેવા આચારને ઉપદેશનારા ધર્મને દરેક કાળમાં બહોળો અનુયાયી વર્ગ અવશ્ય મળે જ. એટલે દરેક કાળમાં જૈનધર્મ કરતાં બીજા ધર્મના અનુયાયીઓની સંખ્યા પ્રાયઃ અધિક જ હોય. તમારી પણ જો એવી જ માંગણી હોય કે જે ધર્મ સુગમ હોય તે અમારે અપનાવવો છે, તો તમને પણ આ શાસન ફાવશે નહીં. ભલે તમે અહીં જન્મ્યા પણ આ ધર્મ માટે તમે misfit-અયોગ્ય ગણાશો. Comfortable-અનુકૂળ કે easiest-સહેલા ધર્મની માંગણી પૂરી કરવી હોય તો ધર્મના નામે ગોટાળા કરવા પડે. દા.ત. સર્વ જૈન યુવાનો કદાચ દેરાસર-ઉપાશ્રયમાં બાર મહિને એક વાર પણ કલાકો સુધી બેસતા નહિ હોય, પણ અહીં નવરાત્રિ જેવો જલસો ગોઠવીએ તો આખી રાત ઊંઘ લીધા વિના ગોઠવાઈ જાય, અજૈનો પણ આવે. ધર્મના નામે, લોકોને ગમે તેવી ઈન્દ્રિયોના વિકાર-વાસનાની પૂર્તિરૂપ પ્રવૃત્તિ આપો તો ધર્મસ્થાનકોમાં કીડિયારું ઊભરાશે. Public demand-લોકોની માંગણી જ આ છે. સાચો ધર્મ બતાવો એટલે લોકો ભાગવા મંડે. અરે ! છેલ્લે એવા નીકળે કે જે કહે, સાહેબ ! તમારી વાત સાચી છે પણ બહુ અઘરી છે, અમારું આમાં કામ નથી. પણ સમજી રાખો કે તમે સંસારથી અત્યંત ગભરાયા હો, તમને તરવાની સાત વાર ગરજ હોય તો કઠિન પણ સત્ય ધર્મ વિચારવાની-આચરવાની અવશ્ય તૈયારી રાખજો. તીર્થકરોને તમને લલચાવવામાં કોઈ રસ નથી. માટે જ જૈનધર્મની ઓળખાણ આપતાં face to face-મોઢામોઢ કહે છે કે આ કઠિન માર્ગ છે, તેમાં પ્રવેશ જ દુષ્કર છે. ભગવાને શ્રાવકાચાર-સાધ્વાચાર બંને એવા બતાવ્યા છે કે જેમાં ઈન્દ્રિયોને રોજ માર પડે, કષાયો પર કાપ આવે, અશુભ સંજ્ઞાઓ અને મલિન મનોવૃત્તિઓને રોજ ઘસવાની આવે. જેને આ ન ફાવે તેને પ્રભુએ કહેલો આત્મકલ્યાણનો માર્ગ ન જ ફાવે. અહીં પૂર્વશરત જ એ છે કે જેને મોહ સાથે વેર છે, જે વિકાર-વાસનાનો દુશ્મન બન્યો છે, તેને જ આ વિતરાગકથિત માર્ગ ફાવશે, બીજા તો વાતો કરીને ચાલતા થશે.
१ किमिति?-यतः कुत्सितानि च तानि तीर्थानि कुतीर्थानि च-शाक्यौलूक्यादिप्ररूपीतानि तानि विद्यन्ते येषामनुष्ठेयतया स्वीकृतत्वात्ते कुतीथिनस्तानितरां सेवते यः स कुतीर्थिनिषेवको जनो-लोकः, कुतीथिनो हि यशः सत्काराद्येषिणो यदेव प्राणिप्रियं विषयादि तदेवोपदिशन्ति तत्तीर्थकृतामप्येवंविधत्वात्, उक्तं हि-“सत्कारयशोलाभार्थिभिश्च मूरिहान्यतीर्थकरैः। अवसादितं जगदिदं प्रियाण्यपथ्यान्युपदिशद्भिः ।।१।।” इति सुकरैव तेषां सेवा, ... '
(उत्तराध्ययनसूत्र द्रुमपत्रकअध्ययन श्लोक १९-२० शांतिसूरि टीका)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org