________________
ધર્મતીર્થની વ્યાખ્યા
૧૩૬ જેનધર્મની અતિદુર્લભતા ?
૮૪ લાખ જીવાયોનિમાં નિગોદથી માંડીને અસંજ્ઞી પંચેન્દ્રિય સુધીના જીવોનો ભવ ધર્મને પામવા માટે તદ્દન ગેરલાયક છે. સૃષ્ટિના ૯૯.૯૯% જીવો આ જીવાયોનિઓમાં જ સબડે છે. હવે બાકી રહેલા સંજ્ઞી પંચેન્દ્રિય જીવોમાં નરકના જીવો સતત અત્યંત દુઃખથી ત્રસ્ત છે અને સંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિયરૂપ પશુસૃષ્ટિમાં પણ હાડમારીભર્યું જીવન છે. તેથી ત્યાં ધર્મ સમજવા, સાંભળવા, વિચારવા પ્રાયઃ તક જ નથી. દેવ અને મનુષ્યભવમાં થોડો ધર્મ સાંભળવા, સમજવા, વિચારવા, શ્રદ્ધા કરવા કે આચરણ કરવાની તક છે, છતાં મનુષ્યમાં પણ વ્યવહારથી જૈન ધર્મ મળ્યો હોય તેવા જીવો અત્યંત અલ્પ સંખ્યામાં છે. અરે ! ભારતમાં પણ minorityમાં-અલ્પ સંખ્યામાં છે. દુનિયામાં તો ગણતરીમાં જ ન આવે. ચારે ફિરકાના જેનો ભેગા કરો તો માંડ એક કરોડ થાય. તેમાં દિગંબરો આદિને બાકાત કરો એટલે વ્યવહારથી પણ મહાવીરનો મૂળ માર્ગ પામેલાની સંખ્યા, કુલ માનવ સંખ્યામાં નહિવત્ ગણાય. આર્યધર્મો પણ દુર્લભ છે; કારણ કે આર્ય પ્રજા કરતાં દુનિયામાં અનાર્ય પ્રજા જ વધારે છે. વળી અનાર્ય ધર્મોના અનુયાયીઓની સંખ્યા જ અધિક છે. અત્યારે સૌથી વધારે majority christianityની-બહુમતિ ખ્રિસ્તીઓની છે, અને હજી પણ દિવસે દિવસે ક્રમશઃ કૂદકે ને ભૂસકે વધી રહી છે. હાલમાં બે અબજનો આંકડો છે, ઉપરાંત દર વર્ષે નવા કરોડો convert-ધર્માતરિત થાય છે. તેના પછી સંખ્યામાં મુસ્લિમો આવે. તે પણ એક અબજથી વધારે છે. વળી, જૈનોની સંખ્યા તો આર્યધર્મોના અનુયાયીઓ કરતાં પણ અતિ અલ્પ છે. સંખ્યાની દૃષ્ટિએ આપણો કોઈ class-સ્થાન જ નથી. ટૂંકમાં આર્યધર્મો પણ દુર્લભ છે અને જૈનધર્મ તો અતિદુર્લભ છે. આ વાત પ્રત્યક્ષ છે, તેમાં શ્રદ્ધાની જરૂર નથી. વ્યવહારથી પણ અતિ દુર્લભ જૈનધર્મ, જૈનકુળમાં અવતરેલા જેટલાને મળ્યો છે, તેવા મનુષ્યોમાં પણ ભાવથી આ શાસનમાં પ્રવેશ કરનારા ખૂબ જ અલ્પ છે. અરે ! જૈનકુળોગત જૈનો પણ મોટે ભાગે જૈનદર્શનના આચાર અને સિદ્ધાંતથી ફફડે છે. ઘણા તો જીવનમાં તેનો પડછાયો પણ પામતા નથી. ઊલટું ફરિયાદ કરે છે કે અમે જૈન થયા એટલે રોજ ટક-ટક ચાલુ છે, આપણા ધર્મમાં બહુ કડક બંધનો; અહીં તો રાત્રે નહીં ખાવાનું, દ્વિદળ-કંદમૂળ-અભક્ષ્ય નહીં ખાવાનું, પંખો ચલાવો તો પણ પાપ, ટી.વી. ચલાવો તો પણ પાપ, એરકન્ડીશન કે મોટરમાં બેસો તો પણ પાપ. બીજે કેટલી છૂટછાટ અને શાંતિ છે ! આવાને અતિ ઉચ્ચ સૂક્ષ્મ જયણામય આચાર ફાવતો નથી. વળી, આ ધર્મનું તત્ત્વ કે સિદ્ધાંતો એટલા ગહન છે કે તેમાં તો તેમની ચાંચ જ ડૂબતી નથી. એટલે જૈનકુળમાં જન્મવા છતાં જૈનશાસનમાં પ્રવેશ અતિ દુર્લભ છે.
જૈનધર્મ કઠોર આચારમય ધર્મ :
તારક જિનેશ્વરદેવોએ ધર્મ જ એવો બતાવ્યો છે કે સંસારરસિક જીવોને ન ફાવે. જે પ્રવૃત્તિમાં ઈન્દ્રિયોની માંગ પૂરી થતી હોય, મનને પણ ફાવતા આનંદ-પ્રમોદની તક મળતી હોય, તેવો છૂટછાટવાળો ધર્મ લોકને જલદી પસંદ પડે. પરંતુ તીર્થકરોને અનુયાયીઓનો કોઈ મોહ ન હોય, તેમને ભક્તોનાં ટોળાં ઊભાં કરવામાં કોઈ રસ ન હોય. તેથી જ તેમણે ઈન્દ્રિયોની તૃષ્ણા અને મનના કષાયોનો સંપૂર્ણ વિજય કરાવીને, ભવચક્રમાંથી છેક પાર પમાડે તેવા કઠોર આચારમય ધર્મને જ ઉપદેશ્યો. ઈન્દ્રિયાનુકૂળ ધર્મ કદી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org