________________
૧૩૦
ધર્મતીર્થની વ્યાખ્યા શરણે આવેલાને ધર્મરૂપે જે માર્ગ દેખાડે છે તે સંપૂર્ણપણે ગેરમાર્ગે દોરનાર હોય છે, આધિ-વ્યાધિ-ઉપાધિમય ભવસાગરમાંથી તારવાના બદલે ઊંડા પાણીમાં ડુબાડવાની દિશા આપે છે. અનાર્ય ધર્મના સિદ્ધાંતો મૂળભૂત રીતે ખોટા છે. તેથી તેને ધર્મતીર્થનું બિરુદ આપવું પણ ઉચિત નથી; કારણ કે તેમનામાં તારકતા જ નથી. ઊલટું તેઓ શરણે આવેલાને ડુબાડે છે, ભવચક્રમાં વધારે ને વધારે અટવાવી પરિભ્રમણ કરાવનારા છે. તે નામના ધર્મ છે પણ તેમનામાં સાચું તીર્થપણું નથી. સાચું તીર્થપણું ડૂબતાને સપાટી પર લાવવા માત્રથી સુસંગત નથી થતું, પણ પાર ઉતારી કાંઠે પહોંચાડે ત્યારે જ સાર્થક થાય. પછી તે સીધા અને ટૂંકા રસ્તે પહોંચાડે કે ફેરવી ફેરવીને પહોંચાડે. જલદી પહોંચાડે કે મોડેથી પહોંચાડે, પણ જે કાંઠે પહોંચાડે તે જ તીર્થ કહેવાય જૈનશાસ્ત્રો તીર્થ શબ્દનો ભાવાર્થ જે ધર્મમાં ઘટતો હોય તેને ધર્મતીર્થ કહેવા તૈયાર છે. પરંતુ જે ધર્માનુષ્ઠાનમાં આદર્શો જ ઊંધા હોય તે ધર્મ પ્રારંભથી જ ગોટાળાવાળો છે. તેમાં અંશમાત્ર તારકતા ન સંભવે. જ્યારે આર્યધર્મો કે જે ભારતની ભૂમિ પર સ્થાપિત થયા છે તે બધા મોક્ષનો આદર્શ અવશ્ય બતાવે છે. તેમનાં શાસ્ત્રો કહે છે કે “આ સંસારમાં રહેવા જેવું નથી, વાસના-વિકાર-તૃષ્ણા-કામ-ક્રોધ આદિથી ભરેલા વિકરાળ સંસારમાં જરા પણ ટહેલવા જેવું નથી, સતત માથે ભય તોળાઈ રહ્યો છે, વહેલામાં વહેલી તકે બહાર નીકળવા જેવું છે, તો જ આપણા આત્માને શાંતિ મળશે. અહીં અટવાઈ રહીશું ત્યાં સુધી કપાળે દુઃખ જ છે.” પાતંજલસૂત્રમાં લખ્યું કે “સંસાર એકાંત દુઃખમય છે. ત્યારે શિષ્ય પૂછયું કે તેમાંથી બહાર નીકળવાનો માર્ગ દર્શાવો. તો કહ્યું કે “ઈન્દ્રિયો અને કષાયોનો જય.” તે પણ કેવી રીતે કરવો ? તો કહ્યું કે “વૈરાગ્ય અને યોગસાધના દ્વારા તેનો સંપૂર્ણ વિજય કરીને અસાર સંસારમાંથી બહાર નીકળવું, આ નિર્વિકારી તત્ત્વને પામવાનું દિશાસૂચન છે.” તેથી આર્યધર્મોમાં તારકતા સ્પષ્ટ જણાય છે.
(૧) આવા આર્યધર્મોમાં પણ મોક્ષનો આદર્શ દર્શાવવા છતાં બધામાં તારકતા સમાન નથી, કાંઠે જવાનો માર્ગ દર્શાવવામાં પણ તફાવત છે. તેથી સખાવતાર-સુખોત્તાર આદિ ઉપમા દ્વારા માર્ગની તુલના કરી, ત્યાં પ્રથમ કક્ષામાં શૈવમત, સ્વામીનારાયણ સંપ્રદાય આદિ સુગમ ધર્મોને જણાવ્યા. જે આદર્શો સાચા આપે, પરંતુ જીવન સમર્પિત કરીને પૂર્ણતાથી શરણે આવેલા સંન્યાસીને પણ આચાર એવો બતાવે કે જેમાં ઈન્દ્રિયો કે કષાયોનો વિજય અને મન-વચન-કાયા પર સંયમ કેળવવાનો પ્રબળ પુરુષાર્થ દેખાય જ નહીં, પ્રાયઃ સુખશીલતાપૂર્વકના આચાર હોય. પરંતુ ભવસમુદ્રથી પાર પામવા માટે તો વિકારોને વધારે તેવો આચાર નહીં, પણ વિકાર-વાસનાને ઘટાડે તેવો આચાર જ હિતકારી ગણાય. દા.ત. તેઓ સંન્યાસીને વાહનમાં બેસવામાં કોઈ પાપ નહીં માને, સ્નાન અને બાહ્ય સ્વચ્છતા પણ ધર્મના આચારરૂપે સમજે. વાસ્તવમાં આવી પ્રવૃત્તિઓ ભારે હિંસા, ઈન્દ્રિયોના વિકાર અને સુખશીલતાની પોષક છે, પણ સગવડિયો ધર્મ જલદી ગ્રાહ્ય બને, તેથી સખાવતાર કહ્યું.
.१ विधयः प्रतिषेधाश्च, भूयांसो यत्र वर्णिताः। एकाधिकारा दृश्यन्ते, कषशुद्धिं वदन्ति ताम्।।१८।। सिद्धान्तेषु यथा ध्यानाध्ययनादिविधिव्रजाः। हिंसादीनां निषेधाश्च, भूयांसो मोक्षगोचराः।।१९।। अर्थकामविमिश्रं यद्, यच्च क्लृप्तकथाविलम्। आनुषङ्गिकमोक्षार्थं, यन्न तत् कषशुद्धिमत्।।२०।।
(अध्यात्मोपनिषत् शास्त्रयोगशुद्धिअधिकार)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org