________________
ધર્મતીર્થની વ્યાખ્યા
૧૨૯
सिद्धं सिद्धत्थाणं, ठाणमणोवमसुहं उवगयाणं । મવિરૂ, નીરૂof foli મળTION Iloil
(અમલિત પ્રy 2016 સ્નો-૧)
અનંત ઉપકારી અનંત જ્ઞાની શ્રી તીર્થંકર પરમાત્મા મહામંગલકારી અને સર્વેકૃષ્ટ એવા આ ધર્મતીર્થની સ્થાપના કરે છે.
સમુદ્ર ખારા પાણીથી ભરેલો હોય, તેમાં જ્યાં જાઓ ત્યાં ખારું પાણી છોડી બીજું કશું મળે નહીં. વળી તે સંતાપ, આપત્તિ અને અનેક સંકટોનું ઘર છે. તેમ આ ભવસમુદ્ર પણ દુઃખરૂપી પાણીથી ભરેલો છે. જ્ઞાનીઓ સંસારસાગરને એકાંતે દુઃખમય કહે છે. અહીં સુખનું નામોનિશાન નથી, અંશમાત્ર વાસ્તવિક સુખ નથી. ખાલી સુખનો આભાસ-ભ્રમ છે; હકીકતમાં દુઃખ, દુઃખ ને દુઃખ સિવાય બીજું કશું જ નથી. જેને આ પ્રતીતિ થાય તે આત્મા ભવસમુદ્રમાંથી પાર પામવા ઉત્સુક બને અને તેથી તે તીર્થના શરણે અવશ્ય જાય. આર્યધર્મોમાં તારકતા, અનાર્યધર્મોમાં તારકતાનો અભાવ :
લોકમાં પ્રચલિત ઘણાં ધર્મતીર્થો છે. જેનામાં જેટલી તારવાની શક્તિ છે, જેટલું તરવાનું સમ્યગુ માર્ગદર્શન આપવાની શક્તિ છે એટલો સ્વીકાર કરવામાં આપણને વાંધો નથી. પણ જે ધર્મો અનુયાયીઓને ભવસમુદ્રમાંથી પાર ઊતરવા દિશા કે આદર્શ પૂરા ન પાડે તેવા હોય, તો તે ધર્મો નામના ધર્મો છે. ખરેખર તેમને ધર્મતીર્થ કહેવાં તે પણ યોગ્ય નથી. દા.ત. ઈસ્લામ કે ખ્રિસ્તીધર્મ, સાધનાના અંતિમ આદર્શ તરીકે જન્નત કે હેવનને બતાવે છે અર્થાત્ તે કહે છે : વર્તમાન માનવભવમાં ઈન્દ્રિયોના આનંદ-પ્રમોદ, તે માટેનાં ભોગમય સાધનો આદિ તમારા જીવનમાં ઓછાં છે, આયુષ્ય પણ ટૂંકું છે, તેથી મન ભરીને કામસુખો નથી ભોગવી શકાતાં. તેથી તમે ધર્મસાધના દ્વારા એવું સ્થાન મેળવો કે જ્યાં કાયમ ખાતે પૂરબહારમાં ભરપૂર ઈન્દ્રિયોનાં ભોગસુખો ભોગવી શકાય. બાઇબલ કે કુરાનમાં વર્ણવેલ હેવન અને જન્નતનું સ્વરૂપ વાંચીએ તો એમ લાગે કે, અહીંની રૂપસુંદરીઓને ટક્કર મારે તેવી અપ્સરાઓ ત્યાં કાયમ ખાતે તહેનાતમાં હાજર હોય, સરબતના જામ પણ તૈયાર હોય. પાંચે ઈન્દ્રિયોના વિકાર-વાસનાને બહેકાવે અને ભોગનાં સાધનો દ્વારા તેને પુનઃ પુનઃ તૃપ્ત કરે તેવું કાયમ ખાતેનું વાતાવરણ, તે જ તેમનું હેવન કે જન્નત છે અને આ જ તેમણે દર્શાવેલું ઉત્કૃષ્ટ ધર્મસાધનાનું અંતિમ લક્ષ્ય છે. અહીં વિચારવાનું રહે કે મોહના વિકારો અને વાસનાને પુષ્ટ કરવા જ જો ધર્મ સાધન હોય તો પ્રાપ્ત માનવભવમાં જ રિદ્ધિ-સિદ્ધિ અને ભોગો ભોગવવામાં શું વાંધો છે ? ત્યાગની કોઈ આવશ્યકતા રહેતી નથી. છતાં તે ધર્મો તેમના અનુયાયી પાસે ભાવિભાગની લાલસાથી વર્તમાનમાં મળેલા ભોગોનો ત્યાગ કરાવે છે, તેમના પાદરીઓ પાસે આજીવન બ્રહ્મચર્ય પળાવે છે, જે ઊંધા આદર્શોનું સૂચક છે. આવા ધર્મો
१ यथोक्तधर्मशब्दान्वर्थविवर्जितस्य यस्य कस्यचिद् ‘इह' जगति धर्म इति नाम क्रियते, स नाम्ना धर्मो नामधर्मो,
(धर्मसंग्रहणि श्लोक २८ टीका)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org