________________
૧૨૮
ધર્મતીર્થની વ્યાખ્યા તાકાત જોઈએ. 'જિનકલ્પી વર્ષો સુધી પલાંઠી વાળીને બેસે નહીં. આવી વર્તમાનના દિગંબર સાધુની તૈયારી છે ? કલાકો સુધી ચત્તાપાટ સૂવા જોઈએ અને જિનકલ્પીની વાતો કરવી તે બંધબેસતી નથી.
અહીં મુદ્દો એટલો જ છે કે, એમનો આચાર જે રીતે પ્રવર્તમાન છે, તેની ખોટી નિંદા કર્યા વગર તટસ્થતાથી મૂલ્યાંકન કરીને શ્વેતાંબર આચાર્યો કહે છે કે, આ નિર્વસ્ત્રતાનો આગ્રહ ખોટો છે. નિર્વસ્ત્રતાના નામે ભ્રમરવૃત્તિરૂપ ભિક્ષાધર્મ જ નાશ પામ્યો. વાસ્તવમાં ચારિત્રધર્મનો પ્રાણ જ ભિક્ષાધર્મ છે. સાધુને ભગવાને સ્વબળથી ધન કમાવાની છતી શક્તિએ ના પાડી. અમને પ્રભુએ કહ્યું કે ભિક્ષા દ્વારા માંગીને ખાવું, પણ જાતે કમાવું નહીં. લોકવ્યવહારથી અમારી જિંદગી પરવશ કહેવાય. સાધુને લોકાશ્રિત રહેવાનું શાસ્ત્રમાં કહ્યું છે. મારે પાણી જોઈએ કે નાની સોય જોઈએ તો પણ તમારી પાસે યાચના કરવા આવવાનું કહ્યું. અર્થાત્ અમને સંપૂર્ણ પરોપજીવી રાખ્યા. ભગવાને કહ્યું કે સંપૂર્ણ અહિંસામય જીવન જીવવું હોય તો ભિક્ષાવૃત્તિ સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. ધન કમાવા જશો તો અઢાર પાપસ્થાનકોથી ખરડાશો. આખો સંસાર પાપથી ભરેલો છે. તમારે નિષ્પાપ જીવન જીવવું હોય તો ભિક્ષારૂપી મહાન ધર્મને અદીનતાથી સ્વીકારો. અમે ભિખારી નથી, પણ ભિક્ષોપજીવી ભિક્ષુક છીએ. ભિખારી દીનતાથી માંગવા આવે જ્યારે સાધુ સત્ત્વ સાથે ગોચરી વહોરવા જાય. દાતાર આપે તો પણ ઠીક અને ન આપે તો પણ ઠીક. અમે સાધનાયુક્ત પવિત્ર જીવન જીવીએ છીએ. તેમાં સહાયક થવાની તમારી ભાવના હોય તો, સામે ચાલીને તમને ગરજ હોય તો, તમારા પર ઉપકાર કરવા સાધુ તમારા ઘરે ભિક્ષાર્થે આવે છે ત્યારે, તમે આહાર-પાણી આપીને સાધુને સંયમમાં સહાયક થાઓ તો તમને કરાવણનો મહાન લાભ મળે. આ ભિક્ષાધર્મ સિવાય અહિંસાનું પાલન શક્ય જ નથી. તીર્થકરો જેવા તીર્થકરો કે ચક્રવર્તી જેવા ચક્રવર્તીને પણ અહિંસાધર્મનું પાલન કરવું હોય તો છ ખંડની ઋદ્ધિનો ત્યાગ કરી, દેહનિર્વાહ માટે ભિક્ષા લેવા ઘરે ઘરે ફરવું પડે. દિગંબરોને ત્યાં નિર્વસ્ત્રતાના આગ્રહથી મોટામાં મોટો પ્રહાર અહિંસાધર્મને થયો; કેમ કે ત્યાં ભિક્ષાવૃત્તિ ભાંગીને ભૂક્કો થઈ ગઈ. ભિક્ષાધર્મ વગર ચારિત્રધર્મ ટકી શકે નહીં.
સભા: એમનાં શાસ્ત્રો છે ?
સાહેબજીઃ હજારો શાસ્ત્રો છે. ત્યાં પણ તત્ત્વની વાતો છે. અરે ! સ્યાદ્વાદ છે, નયવાદ છે, અધ્યાત્મમાર્ગ છે. બંને પાસાં રજૂ કરું છું. અમને કોઈને એકાંતે ઉતારી પાડવાનો ભાવ નથી. તેમાં જેટલું સારું હોય તે સારાનું પણ વર્ણન કરવું પડે. અંગત રાગ-દ્વેષ નથી કરવાના. બીજાની સાચી વાતનું સમર્થન નહીં કરો તો તમારું સમ્યગ્દર્શન નહીં ટકે, એવું ભગવાને કહ્યું છે.
१ णो पीहे ण यावपंगुणे, दारं सुन्नघरस्स संजए। पुढे ण उदाहरे वयं, ण समुच्छे णो संथरे तणं ।।१३।। जत्थऽत्थमिए अणाउले, समविसमाइं मुणीऽहियासए। चरगा अदुवावि भेरवा, अदुवा तत्थ सरीसिवा सिया।।१४ ।।
(सूत्रकृतांगसूत्र द्वितीय श्री वैतालिय अध्ययन उद्देशो - २ श्री शीलांकाचार्य टीका)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org