________________
ધર્મતીર્થની વ્યાખ્યા
૧૧૭ બેસે તો સારો ગણિતજ્ઞ પણ નિષ્ફળ જાય. ટટ્ટી-પેશાબ પર પણ દ્વેષ, અરે ! તેનું નામ પડે ત્યાં દ્વેષ, આંખે જુઓ કે કાને સાંભળો તોય દ્વેષ. આવો દુનિયામાં કેટલાં દ્રવ્યો પર, કેટલી વ્યક્તિઓ પર, કેટલા ભાવો પર દ્વેષ છે? તેનું સરવૈયું માંડતા જાઓ તો તમારો આત્મા દ્વેષનો ભંડાર છે તે પ્રત્યક્ષ પુરવાર થાય. વેષમાત્ર એક પ્રકારનો દાહ છે. આ દાહથી જ તમે સળગી રહ્યા છો, ધગી રહ્યા છો. આવા અન્ય પણ અનેક કષાયોનો આંતરદાહ તમારા આત્મામાં છે, જેને મૂળમાંથી કાયમ ખાતે શમાવીને પરમ શીતળતાનો અનુભવ કરાવવાની તાકાત ધર્મમાં છે. તેથી આત્માના દાહનું શમન કરવાથી ધર્મ તીર્થસ્વરૂપ છે.
(૨) આત્મમળનું પ્રક્ષાલન કરે તે જ રીતે પસીનો, ધૂળ વગેરે મેલ દેહના કારણે છે, જેને સ્નાન દ્વારા કામચલાઉ શુદ્ધ કરવાની તાકાત લૌકિક તીર્થમાં છે. પરંતુ દેહનો મેલ પણ કર્મના કારણે છે અને દેહ પણ કર્મના કારણે છે. આત્મા સાથે કર્મ ન હોય તો બધા જડ મેલ બિનઅસરકારક છે. સર્વ મેલનો પણ મેલ કર્મ જ છે. તે કર્મથી શુદ્ધ થઈ આત્મા બહાર આવે એટલે પવિત્રતાની પરાકાષ્ઠા આવે. આ આંતરિક મલના પ્રક્ષાલનની તાકાત લૌકિક તીર્થમાં નથી પરંતુ સમ્યક ધર્મસ્વરૂપ ભાવતીર્થમાં જ છે.
(૩) આત્માની ભોગતૃષ્ણાને શમાવેઃ વળી, તમે સાચા ધર્મની જેમ જેમ નજીક જાઓ તેમ તેમ તમારી ઇન્દ્રિયો અને મનની ભોગવિષયક તૃષ્ણા શમવાનું ચાલુ થાય. પાણીમાં ગળાની તરસ છિપાવવાની જ તાકાત છે પણ તૃષ્ણારૂપ આત્માની તરસ છિપાવવાની તાકાત નથી. આત્માની તરસ ગ્લાસ-બે ગ્લાસની નહીં પણ ખાઈ જેટલી છે. અત્યારે તમે તૃષ્ણારહિત નથી. ખરેખર તમારી આખી personality-વ્યક્તિત્વ તૃષ્ણાથી ભરેલી છે. શરીર તો તમારું બહારથી દેખાતું ખોખું છે. Internal form-આંતરિક સ્વરૂપ તો તમારું વાસનાતૃષ્ણા-ઇચ્છા-આવેગ આદિનો અખૂટ ભંડાર છે, તે જ તમે છો. આંતરદૃષ્ટિએ તમે સતત તરસ્યા છો. તરસ તમારામાં બેચેની પેદા કરે, ન છિપાય ત્યાં સુધી ચેન-શાંતિ ન મળે. આ અગણિત તૃષ્ણાને મૂળમાંથી તૃપ્ત કરનાર એકમાત્ર ધર્મ જ છે. તેથી ધર્મ એ ભાવતીર્થ છે. તીર્થ શબ્દની સાર્થકતા ધર્મતીર્થમાં જ છે :
૧ ધર્મતીર્થની તારકતા પણ અલૌકિક છે; કારણ કે ભવસાગરમાંથી એક વાર તર્યા પછી ફરી વાર
१ तथा; क्रोधश्च, लोभश्च, कर्म च तन्मयास्तत्स्वरूपा यथासंख्यं ये दाह-तृष्णा-मला: । क्रोधो हि जीवानां मन:-शरीरसंतापजनकत्वाद् दाहः, लोभस्तु विभवविषयपिपासाऽऽविर्भावकत्वात् तृष्णा, कर्म पुनः पवनोद्भूतश्लक्ष्णरजोवत् सर्वतोऽवगुण्ठनेन मालिन्यहेतुत्वाद् मलः; अतस्तेषां क्रोध-लोभ-कर्ममयानां दाहतृष्णा-मलानां यदेकान्तेनाऽत्यन्तं चापनयनानि करोति। तथा, कर्मकचवरमलिनाद् भवौघात् संसारापारनीरप्रवाहात् परकूलं नीत्वा शुद्धि कर्ममलापनयनलक्षणां यतः करोति, तेन तत्संघलक्षणं भावतस्तीर्थमिति पूर्वसंबन्धः । अपरमपि नद्यादितीर्थं तुच्छा-ऽनैकान्तिका-ऽऽत्यन्तिकदाह-तृष्णा-मलापनयनं विदधाति, एतत्तु संघतीर्थमनादिकालालीनत्वेनानन्तानां दाह-तृष्णा-मलानामैकान्तिकमात्यन्तिकं चापनयनं करोति; अतः प्रधानत्वाद्भावतीर्थमुच्यते, नद्यादितीर्थं त्वप्रधानत्वाद द्रव्यतीर्थमिति भावः ।।१०३४।।
(विशेषावश्यकभाष्य श्लोक १०३४ टीका)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org