________________
ધર્મતીર્થની વ્યાખ્યા
૧૧૫ તે પણ રમણીય અને શાતાદાયક હોય છે. 'આ લૌકિક તીર્થોની પણ ત્રણ વિશેષતાઓ છે.
(૧) દાહનું શમન કરે, (૨) મળનો નાશ કરે અને (૩) તૃષાથી તૃપ્તિ કરે.
(૧) શારીરિક દાહનું શમન કરે :- લૌકિક તીર્થ નદી-સંગમના ઘાટ પર હોય છે, ત્યાંનું વાતાવરણ શીતળ અને આસ્લાદક હોય છે. દા.ત. પ્રયાગ, હરદ્વાર, લક્ષ્મણ ઝૂલા વગેરે સ્થળોએ ભર ઉનાળામાં પણ નૈસર્ગિક શીતળતા અનુભવાય છે. નયનરમ્ય, પ્રાકૃતિક વાતાવરણ હોય છે. આવાં તીર્થો ત્યાં જનારને શારીરિક દાહનું શમન કરે છે.
(૨) શારીરિક મળનો નાશ કરે :- તીર્થોમાં પાણી પ્રચુર પ્રમાણમાં હોય જેમાં સ્નાન કરવાથી મળ પ્રવાહિત-પ્રક્ષાલિત થઈ જાય, તેથી તીર્થો શારીરિક મળશુદ્ધિનું કારણ છે.
(૩) શારીરિક તૃષાથી તૃપ્તિ કરે - તીર્થ, તરસ્યાને જલપાન દ્વારા દેહની તૃષા છિપાવે છે. આમ, લૌકિક તીર્થો શારીરિક દાહશમન, મલ પ્રક્ષાલન અને તૃષાનું તર્પણ કરનારા છે.
વૈદિક ધર્મવાળા આવાં તીર્થોમાં સ્નાનને પુણ્યસ્નાન કહે છે. ત્યાંના જળને પણ પવિત્ર ગણે છે. તેથી તેમના સંન્યાસીઓ, શંકરાચાર્ય આદિ પણ સ્નાનયાત્રા કરવા જાય. પરંતુ આવાં દ્રવ્યતીર્થો ઔપચારિક શીતલતા, શુદ્ધિ અને તૃપ્તિને કરનારાં છે; કારણ કે દેહમાં કાયમી ધોરણે શીતલતા, શૌચ કે તૃપ્તિનો અસંભવ જ છે. વળી અસંખ્ય જીવોની હિંસામય જલનો ઉપભોગ આદિની પ્રવૃત્તિ, અવશ્ય પાપબંધનું કારણ અને ઇન્દ્રિયોના વિકારની પોષક છે. તેથી અધર્મમય આવા સ્નાનને તારક કહી જ ન શકાય. જૈનશાસ્ત્રોએ તેની અપ્રધાનદ્રવ્યતીર્થમાં જ ગણના કરી છે.
१ दाहोपसमण तण्हाछेदो मलपंकपवहणं चेव। तिहिं कारणेहिं जुत्तो तम्हा तं दव्वदो तित्थं ।।
(મૂનાવાર(.આ.-૭ ગથિવાર) ૭-૬૨) * व्याख्या-इह द्रव्यतीर्थं मागधवरदामादि परिगृह्यते, बाह्यदाहादेरेव तत उपशमसद्भावात्, तथा चाह-‘दाहोपशम मिति तत्र दाहो-बाह्यसन्तापस्तस्योपशमो यस्मिन् तद्दाहोपशमनं, 'तण्हाइछेअणं'ति तृष:-पिपासायाश्छेदनं, जलसङ्घातेन तदपनयनात्, 'मलप्रवाहणं चैवे'त्यत्र मलः बाह्य एवाङ्गसमुत्थोऽभिगृह्यते तत्प्रवाहणं, जलेनैव तत्प्रवाहणात्, ततः प्रक्षालनादिति भावः, एवं त्रिभिरथैः करणभूतैस्त्रिषु वाऽर्थेषु ‘नियुक्तं' निश्चयेन युक्तं नियुक्तं प्रथमव्युत्पत्तिपक्षे प्ररूपितं द्वितीये तु नियोजितं, यस्मादेवं बाह्यदाहादिविषयमेव तस्मात्तन्मागधादि द्रव्यतस्तीर्थं, मोक्षासाधकत्वादिति गाथार्थः।।१०६६।।
(आवश्यकसूत्र नियुक्ति एवं भाष्य श्लोक १०६६ टीका) २ तत्र नोआगमतो द्रव्यतीर्थं नद्यादीनां समो भूभागोऽनपायश्च, तत्सिद्धौ तरिता तरणं तरणीयं च सिद्धं पुरुषबाहूडुपनद्यादि, द्रव्यता चास्येत्थं तीर्णस्यापि पुनस्तरणीयभावात्, अनेकान्तिकत्वात्, स्नानविवक्षायां च बाह्यमलापनयनात् आन्तरस्य प्राणातिपातादिकारणपूर्वकत्वात्, तस्य च तद्विनिवृत्तिमन्तरेणोत्पत्तिनिरोधाभावात्, प्रागुपात्तस्य च विशिष्टक्रियासव्यपेक्षाध्यवसायजन्यस्य तत्प्रत्यनीकक्रियासहगताध्यवसायतः क्षयोपपत्तेः, तत्क्षयाभावे च भावतो भवतरणानुपपत्तेरिति।
(आवश्यकसूत्र नियुक्ति एवं भाष्य श्लोक ८० टीका)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org