________________
૧૧૪
ધર્મતીર્થની વ્યાખ્યા તમે રોજ પ્રત્યક્ષ જુઓ છો કે તમારાં ઘરોમાં પૃથ્વી-અપુ(પાણી)-તેઉ-વાયુ-વનસ્પતિકાયના જીવોની કેવી કફોડી સ્થિતિ છે ! રોજ રંધાય, બફાય, છોલાય, તળાય, કુટાય છે. છોલીને પાછા ઉપરથી મસાલા ભભરાવો. આ બધું routine-રોજિંદું છે. તે જીવોને તે ભવમાં અપરાધ વિના પણ માર ખાધા સિવાય છૂટકો નથી. આ રીતે સંસારમાં જે તરવાની ક્રિયા ન કરે-ધર્મતીર્થનો આશ્રય ન કરે તે ડૂબતાં-ડૂબતાં છેક તળિયે એકેન્દ્રિય-નિગોદમાં પહોંચી જાય. ત્યાં ઘણો માર પડે, બેચેની-ગૂંગળામણ થાય, પછી અકામનિર્જરાનો (શુભ પરિણામનો) પુરુષાર્થ કરી અત્યંત મંદ ગતિએ અથાગ પ્રયત્નથી અનંત કાળે સપાટીએ આવે.
દેવભવ અને મનુષ્યભવરૂપી સપાટી પરથી કાંઠે ન આવ્યા, તો પાછા ઘર સંસારમાં ડૂબવાનું નિશ્ચિતઃ
દેવભવ અને મનુષ્યભવમાં જન્મેલા જીવો, નિગોદરૂપ તળિયેથી સંસારસમુદ્રની સપાટી પર પુણ્યની સહાયથી આવેલા છે. અહીં જીવને શ્વાસ ખાવા માટે હવા મળે છે, બાકી તો દુર્ગતિઓમાં ક્યાંય ધર્મનો વિચાર કરવાનો અવકાશ જ નથી. છતાં દેવ-મનુષ્યગતિરૂપ સપાટી પર આવી ગયા એટલે પાર નથી પામ્યા. હજી ભવસાગરથી પાર પામવાનું તો બાકી જ છે. તેના માટે તીર્થની જરૂર છે. આપણે બધાએ તરવાની ક્રિયા કરી એટલે નિગોદથી નીકળી અહીં સપાટી સુધી આવી ગયા. છતાં મધદરિયે સપાટી પર રહેલ પણ સલામત ન જ ગણાય; કારણ કે જળમાં સળંગ લાંબો સમય સપાટી પર પાવરધા તરવૈયાઓથી પણ રહી શકાતું નથી. અત્યારે વધુમાં વધુ ૨૧ દિવસ તર્યાનો record-વિક્રમ છે. તેમ શાસ્ત્ર કહે છે કે મનુષ્યભવ અને દેવભવમાં સળંગ લાંબો સમય રહી ન શકાય. વધુમાં વધુ પ-૨૫ ભવ રહી શકો. ત્યારબાદ કાં કાંઠે આવવું પડે કાં ડૂબવું જ પડે. અત્યારે તમે ભવસાગરમાં સપાટી પર આવ્યા છો, પણ કાંઠે પહોંચ્યા નથી.
ભવસમુદ્રમાંથી પાર પામવા તીર્થ જ એકમાત્ર આલંબન :
તમે સપાટી પર હોવાથી જ ગૂંગળામણ ઓછી છે, થોડી ખુલ્લી હવા મળી છે, પણ જો માત્ર ખુલ્લી હવા ખાધે રાખશો અને પાર પામવા પ્રયત્ન નહીં કરો તો કાંઠે નહીં પહોંચો; અને તરવાની ક્ષમતા જરા ઓછી થઈ એટલે પાછા ફરજિયાત ડૂબવું પડશે. જેને કાંઠે પહોંચવું હોય તે સૌને તીર્થની જરૂર પડશે. તીર્થ વગર આ જગતમાં કોઈ તર્યું નથી. તીર્થકરો જેવા તીર્થકરો પણ તીર્થથી જ તર્યા છે. એટલે જ તીર્થનો આટલો મહિમા ગાયો છે. અનંતા તીર્થકરો, ગણધરો, કેવલીઓ તર્યા તે તીર્થથી જ તર્યા છે. આ જગતમાં જીવમાત્રને ભવચક્રમાંથી પાર પામવા તીર્થ સિવાય કોઈ આલંબન નથી. વહેલા-મોડા તીર્થના રાહ પર ચડવું પડશે. પછી તમને એવું હોય કે આપણે ભવિષ્યમાં જઈશું, અત્યારે ઉતાવળ નથી, તો ખુશીથી ભવસમુદ્રમાં ફરી શકો છો. પરંતુ નીકળવું હોય તેને રસ્તો એક માત્ર તીર્થ જ છે. લૌકિક તીર્થની ત્રણ ખાસિયતો :
ભૌતિક દૃષ્ટિએ દેહને જળરાશિમાંથી પાર પમાડનારા નદી-સમુદ્રના ઘાટ-કાંઠા તે લૌકિક તીર્થ છે અને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org