________________
૧૧૦
ધર્મતીર્થની વ્યાખ્યા 'પાણીમાં તો દેહ ડૂબે છે, અને તે સ્કૂલ દેહને તરવાની ક્રિયા દ્વારા બહાર નીકળવાનો માર્ગ તે સંગમસ્થાનો પૂરો પાડે છે. તેમાં તીર્થ શબ્દનો કોઈ આધ્યાત્મિક અર્થ અભિવ્યક્ત થતો નથી. જ્યારે જૈનધર્મ તો બધે અધ્યાત્મને પ્રધાનતા આપનાર છે, તેથી માર્મિક ભાવાર્થ દર્શાવશે. પણ તે તમારી બુદ્ધિમાં સ્થિર થવું જોઈએ.
ભૌતિક દૃષ્ટિકોણથી પણ ડૂબવાની ક્રિયા અતિ પીડાદાયક છે. તેનો અખતરો કરવો હોય તો એકાદ વખત તમારે ડૂબવાનો ક્ષણિક અનુભવ કરવો જોઈએ. અરે ! ડૂબવાની વેળા આવે ત્યારે ભલભલાના છક્કા છૂટી જાય છે. તમે તાજગી સાથે જીવો છો, શ્વાસોચ્છવાસ વગેરેની જીવનક્રિયા મુક્તતાથી કરો છો, તે વખતે તમે ડૂબેલા નથી, પણ જો પાણીમાં ડુબાડવામાં આવે તો બે-ત્રણ મિનિટમાં બેભાન થઈ જાઓ. ડૂબવાનું દુઃખ સામાન્ય નથી. કદાચ તત્કાળ મરો નહીં, બે-ત્રણ મિનિટમાં પાણીની સપાટી ઉપર આવી જાઓ, તો પણ ભારે ગૂંગળામણનો અનુભવ થયો હોય તેને જિંદગીભર ભૂલી શકશો નહીં. શરીરથી ડૂબવાનો અનુભવ પણ બહુ જ ત્રાસદાયક-સંતાપદાયક છે. તેમ આત્મિક દૃષ્ટિએ તમારો આત્મા આ ભવસમુદ્રમાં-સંસારસાગરમાં ડૂબી રહ્યો છે, ગૂંગળાઈ રહ્યો છે, ચારે બાજુથી મૂંઝાઈ રહ્યો છે. પરંતુ તમને એવો અહેસાસ થાય છે ? જો આત્માને ડૂબવાની ગૂંગળામણ ન હોય તો તરવાના સાધનની કોઈ જ આવશ્યકતા નથી, તેને ભાવતીર્થની જરૂર જ નથી.
ભૌતિક દૃષ્ટિએ માનવીનું જીવન એટલે ગટરના કીડાનું જીવન :
શાસ્ત્ર કહે છે કે આ સંસાર જન્મ-જરા-મરણ, આધિ-વ્યાધિ-ઉપાધિથી ભરપૂર છે. માના પેટમાં નવા મહિના રહ્યા ત્યારે ત્યાં પા કલાક પણ ખુલ્લી હવા ખાવા મળી નથી. શ્વાસ પણ મા લે તેમાંથી ગૌણરૂપે મળતો હતો. ગર્ભમાં રહેલું બાળક તો સીધા શ્વાસોચ્છવાસ પણ નથી લઈ શકતું. મા ખાય-પીએ તેમાંથી જ ખાવાપીવાનું મળે, માની જીવન-ક્રિયાઓના આધારે જ જીવવાનું અને ટકવાનું. ચારે બાજુ કફ-મલ-મૂત્ર-લોહીમાં જ સબડતા પડ્યા રહો. પાણીની ક્ષણિક ડૂબકીને ભુલાવી દે તેવી ભયંકર ગર્ભાવસ્થા છે. Medical scienceમાં
बाधितत्वाच्च; इत्याद्यभ्यूह्य स्वधियाऽत्र दोषजालमभिधानीयमिति।।१०२९ ।।१०३० ।। ।
यदि प्रेरको मन्येत-जाह्नवीजलादिकं तीर्थमेव, दाहनाश-पिपासोपशमादिभिर्देहोपकारित्वात्। अत्रोच्यते-एवं (च) सति ततो मधु-मद्य-मांस-वेश्यादयोऽपि तीर्थमापद्यन्ते, तेषामपि देहोपकारित्वाविशेषादिति। उक्तं द्रव्यतीर्थम्।।१०३१ ।।
(विशेषावश्यकभाष्य श्लोक १०२९ थी १०३१ टीका) १ यस्मादिदं देहादिकमेव द्रव्यमात्रंतारयति-नद्यादिपरकूलमात्रं नयति, न पुनर्जीवं संसारसमुद्रस्य मोक्षलक्षणं परकूलं प्रापयति, अतोऽप्रधानत्वाद् द्रव्यतीर्थम्। तथा बाह्यमेव मलादिद्रव्यमात्रमपनयति, न त्वन्तरङ्गं प्राणातिपातादिजन्यकर्ममलम्। तथा, अनैकान्तिकफलमेवेदं नद्यादितीर्थम्-कदाचिदनेन नद्यादेस्तरणात्, कदाचित्तु तत्रैव मज्जनात्। तथा, अनात्यन्तिकफलं चेदम्, तथाहि-एकदाऽनेन तीर्णमपि नद्यादिकं पुनरपि च तीर्यत इत्यनात्यन्तिकफलत्वम्। आत्मना वाऽस्य नद्यादितीर्थस्य द्रव्यमानत्वेनाऽप्रधानत्वात् सर्वत्र द्रव्यतीर्थत्वं भावनीयमिति।।१०२८।। (विशेषावश्यकभाष्य श्लोक १०२८ टीका) २ त्वौदयिकादिभावपरिणामात्मकः संसारसमुद्र इति।।१०३२।। (विशेषावश्यकभाष्य श्लोक १०३२ टीका)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org