________________
ધર્મતીર્થની વ્યાખ્યા
૧૦૭ ત્યાં ચુસ્ત નિયમ નથી. જ્યારે જૈનધર્મમાં ધર્મસ્થાનકોમાં અધર્મ-પાપની પ્રવૃત્તિ તો ન જ કરાય, અરે ! મનથી પાપનો વિચાર પણ ન કરાય. ધર્મસ્થાનકોમાં અધર્મ કે પાપનો વિચાર કરો તો પણ તમે ધર્મસ્થાનકોની આશાતના કરો છો. ધર્મસ્થાનકોમાં પ્રવેશ કર્યા પછી તમારાથી મન-વચન-કાયા દ્વારા અધર્મની કોઈ પણ પ્રવૃત્તિ થાય નહીં, અને ભૂલથી થઈ હોય તો પ્રાયશ્ચિત્તરૂપે મિચ્છા મિ દુક્કડું આપવું પડે; કારણ કે તમે ધર્મસ્થાનકને અપવિત્ર કર્યું, ત્યાંના વાતાવરણને દૂષિત કર્યું. આવા કડક નિયમો જ્યાં છે, તેવા ધર્મસ્થાનકને પણ આપણે તીર્થ કહેવા તૈયાર નથી. તીર્થ શબ્દ મામૂલી નથી. તેનો ગમે ત્યાં પ્રયોગ ન કરાય. ગમે તેને તીર્થ તરીકે રજૂ કરીએ કે તે રીતનો વ્યવહાર કરીએ તો તે તીર્થ શબ્દનું અવમૂલ્યન કર્યું ગણાય. ઘણા કહે બાવળા તીર્થ, ભિલાડ તીર્થ, શિરસાડ તીર્થે જઈ આવ્યા. મને થાય કે આ બધાં તીર્થ બન્યાં કેવી રીતે ? કેમ કે આ સ્થળો સ્થાવરતીર્થની શાસ્ત્રમાં જે જઘન્ય વ્યાખ્યા છે તેમાં પણ ન આવે. જિનમંદિરને ધર્મસ્થાનક કહેવાય. સ્થાવરતીર્થ અને ધર્મસ્થાનક બંને જુદી વસ્તુ છે. લૌકિક તીર્થ :
તીર્થ શબ્દ લોકવ્યવહારમાં પ્રચલિત છે તેના કરતાં જૈનશાસ્ત્રો તીર્થ શબ્દનું જે અર્થઘટન કરે છે તે માર્મિક રીતે સમજવા જેવું છે. તમે તીર્થ શબ્દ વાપરવાનો રાખ્યો છે, પણ તેના ભાવાર્થને નથી સમજ્યા. ભાવાર્થ વિચારો તો હૈયું ખુશ થઈ જાય તેવી સુંદર માર્મિક વ્યુત્પત્તિસિદ્ધ વ્યાખ્યા પૂ. શ્રી જિનભદ્રગણિ ક્ષમાશ્રમણે કરી છે. જેમની પાસે અગાધ જ્ઞાન છે તેવા પૂર્વધર મહર્ષિ તીર્થ શબ્દનો વિસ્તારથી અર્થ કરે છે. જેમ પહેલાં ધર્મની વ્યાખ્યા કહી ગયા તેમ હવે તીર્થની વ્યાખ્યા ચાલુ થાય છે. “ધર્મ” અને “તીર્થ”, આ બંને શબ્દનો અર્થ સમજ્યા હશો તો જ “ધર્મતીર્થ’ શબ્દનો સમગ્રતાથી અર્થ સમજાશે. સંસ્કૃતમાં ‘તીર્થ' શબ્દ ‘ફૂ ધાતુ પરથી બન્યો છે. તીર્થક્ત મનેન તિ તીર્થ:' જેનાથી તરાય છે તે તીર્થ.” “તૂ ધાતુ તરવાની ક્રિયા દર્શાવે છે, જે ડૂબવાની ક્રિયાને સાપેક્ષ છે. દા.ત. મુક્તિ શબ્દ બોલો તો બંધન તરત યાદ આવી જાય છે; કારણ કે મુક્તિ એટલે છટવાની ક્રિયા. બંધન હોય તો જ છુટકારો સંભવિત છે. તેમ અહીં તરવાની ક્રિયા ડૂબવાની ક્રિયાને સાપેક્ષ છે. ડૂબવાનો પ્રસંગ આવે તો જ તરવાની ક્રિયા માટે પુરુષાર્થની આવશ્યકતા ઊભી થાય. જમીન પર સ્થિર બેઠેલી વ્યક્તિને તમે તરવાનું કહો તો તે અજુગતું ગણાય; કારણ કે જમીન પર સ્થિર રહેલાને ડબવાનો સવાલ નથી. પરંતુ તે જ વ્યક્તિને જ્યારે પાણીમાં ઝંપલાવવાનું આવે અને ત્યારે સપાટી પર તરવા પુરુષાર્થ ન કરે તો તેને ડૂબવાનું સંકટ ઊભું થાય. તેથી એમાંથી સંપૂર્ણ છૂટવા તેણે તરવાની ક્રિયાનો સહારો લઈ કાંઠે આવવું પડે. તે અવસરે તરવા માટે જે સાધનો, જે અવલંબન બને તે તીર્થ કહેવાય. લૌકિક ભાષામાં નદી, તળાવ, સમુદ્ર, સરોવર કે જ્યાં વિશાળ પાણીનો સમૂહ હોય છે, તેવા સ્થાનમાં ડૂબવાનો પ્રશ્ન આવે છે; કારણ કે જમીન પર ડૂબવાનું નથી, તે તો તમને ધારણ કરી રાખે છે; જ્યારે પાણીનો સ્વભાવ તમને ધારણ કરી રાખવાનો નથી, તે તો તમને નીચે લઈ જાય. પાણી તમને આપમેળે સપાટી પર ટકાવી ન શકે. તેથી જ્યાં અગાધ જળ હોય, ચારે બાજુ વિશાળ જળનો સમૂહ હોય તેમાં જે વ્યક્તિ સપડાઈ હોય તેવી વ્યક્તિને સતત ડૂબવાના સંયોગો રહે છે. હવે તે વ્યક્તિ બહાર નીકળવા માટે તરવાની ક્રિયા કરે તેમાં તરવાના સાધન તરીકે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org