________________
૧૦૪ .
ધર્મતીર્થની વ્યાખ્યા વ્યક્તિ નથી.” સદ્ગુરુ પોતાના આખા જીવનના પરિશ્રમથી મળેલું જ્ઞાન એક સેકન્ડમાં cream-સારરૂપે નિઃસ્પૃહતાથી આપી દે છે. સંસારમાં કોઈ ક્ષેત્રમાં expertise-નિષ્ણાતતા મેળવી હોય તે વ્યક્તિ એક લેક્ટરની કેટલી ફી લે છે? જ્યારે મેં દીક્ષા નહોતી લીધી ત્યારે ઘણા રીસર્ચ સ્કોલરોએ મને કહેલું કે તમે ફોરેન આવો, તમને એક લેક્ટરના લાખ રૂપિયા અપાવીશ. અત્યારે visiting lecturer મુલાકાતી અધ્યાપકરૂપે જનાર એવા પણ છે કે જેમને એક એક લેક્યરના દશ હજાર ડોલર મળે છે. મને એક પંડિતે કહેલું કે તમે ડીગ્રી મેળવશો તો તમારી કિંમત વધી જશે. પણ મેં તેમને કહ્યું કે કોઈ ભૌતિક અપેક્ષાથી અમે નથી ભણ્યા. અમે ડીગ્રી મેળવવા માટે નહીં પણ આત્મકલ્યાણ માટે ભણીએ છીએ. તત્ત્વજ્ઞાન મેળવવા પાછળ ભોતિક અપેક્ષા ન જોઈએ. આત્મકલ્યાણ કરવા માટે લાયક જીવને તો free of cost-નિઃશુલ્ક આપવાનું, અને ગેરલાયક હોય તો ગમે તેટલો બુદ્ધિશાળી હોય તો પણ અમે તેને ભણાવવા માંગતા નથી.
આજ્ઞાપ્રધાન બનવા કાં તો જાણકાર બનો, કાં તો જાણકારનું શરણું સ્વીકારો :
શાસ્ત્રમાં સો ઠેકાણે એવા પાઠ મળશે કે જેમાં ચોખ્ખા શબ્દોમાં લખ્યું હોય કે આજ્ઞાપ્રધાન બનવા, કાં તો જાણકાર બનો અથવા તો જાણકારનું રક્ષણ-શરણું સ્વીકારો; કાં તો ગીતાર્થ બનો અથવા તો ગીતાર્થના શરણે જાઓ. “.......... રૂત્તા તન્નો મા ના” આના સિવાય કરવાનો કોઈ ત્રીજો માર્ગ ભગવાને બતાવ્યો નથી. તમે જિનાજ્ઞાના નિષ્ણાત બનવાનું શરૂ કરો અથવા ગીતાર્થ-જાણકાર હોય તેનું અનુશાસન સ્વીકારો.
નબળા હોય તો સહાયની જરૂર પડે, પણ સક્ષમ હોય તે સહાય ન લે તો ચાલે. અમારો એવો આગ્રહ નથી કે તમે અમારું શરણું સ્વીકારો. ઘણાનો એવો આક્ષેપ છે કે સાધુને ગુરુ તરીકે બધાના માથે ચડી બેસવામાં રસ છે. પણ હકીકતમાં તેવું નથી. દા.ત. આદ્રકુમાર અનાર્યદેશમાં રાજકુમાર તરીકે જન્મ્યા હતા. તેમને ભરયુવાનીમાં અભયકુમારના નિમિત્તથી વૈરાગ્ય થયો, તેથી ભાગીને આર્યદેશમાં આવીને સ્વયં દીક્ષા લીધી. કોઈનો ઉપદેશ સાંભળ્યો નથી, શાસ્ત્રો પણ વાંચ્યાં નથી, છતાં ગીતાર્થ છે. આવા કોઈ પ્રબુદ્ધજન ગીતાર્થ ગુરુનું શરણું ન લે તો પણ વાંધો નથી. પૂર્વભવની સાધના કરી હોય અથવા આવરણ ક્ષય થાય તો ત્યાં ને ત્યાં પ્રત્યેકબુદ્ધ કે સ્વયંબુદ્ધ થઈ શકે છે. સંક્ષેપમાં તરવાનો કાયમનો રાજમાર્ગ આ જ છે કે, જાણકાર બનો અથવા તે બની શકો તેમ ન હો તો જાણકારને સમર્પિત થાઓ. બાકી ઠેકડા મારશો તો ઉપર માથું અને નીચે પગ ભાંગશે. આત્મકલ્યાણ કરવા માટે ડાહ્યા બનવું પડશે, કલ્યાણ માર્ગને સમજી સમજીને ચાલવું પડશે.
આત્મકલ્યાણ માટે આજ્ઞાપ્રધાન બનો :
પહેલાં ધર્મની જે જે વ્યાખ્યાઓ કરી તેમાં સમાવેશ પામતાં સર્વ અનુષ્ઠાનોને પ્રભુએ ધર્મ કહ્યા. પૂર્વની કોઈ પણ વ્યાખ્યાથી સૂચિત ધર્મનો ધર્મ તરીકે ઇનકાર નથી કર્યો, માત્ર તેમાં જિનાજ્ઞાનુસારિતાનો આગ્રહ
१ गीयत्थो य विहारो बीयो गीयत्थनिसितो भणिओ। इत्तो तइअविहारो नाणुन्नाओ जिणवरेहिं।।
(उपदेशरहस्य श्लोक १३ टीका)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org