________________
૯૦.
ધર્મતીર્થની વ્યાખ્યા સાહેબજી : આમે જિંદગી તો પૂરી થવાની જ છે, તો પછી કચરામાં પૂરી કરવી છે ? અમે પણ મરતાં સુધી જિનાજ્ઞા સમજવાના પુરુષાર્થમાં છીએ. આખી જિંદગીનું અમારું mission એક જ છે કે ભણ્યા જ કરવાનું, કેમ કે અમારે કેવલજ્ઞાન પામવું છે. થોડું ભણતાં કંટાળો આવે છે અને કહે કે મારે કેવલજ્ઞાન જોઈએ છે, મારે મોક્ષ જોઈએ છે, તો તે સુસંગત નથી.
સભા એ કહે છે કે આખી જિંદગી સમજવામાં પૂરી થશે તો ધર્મ ક્યારે કરીશું ?
સાહેબજીઃ યથાશક્તિ આજ્ઞા સમજતા જવાનું અને ધર્મ કરતા જવાનું. બંને simultaneously-એકસાથે યોગ્ય છે.
सिद्धं सिद्धत्थाणं, ठाणमणोवमसुहं उवगयाणं ।
(લિત પ્રર૦ સ્નy-૧)
અનંત ઉપકારી અનંત જ્ઞાની શ્રી તીર્થંકર પરમાત્મા મહામંગલકારી અને સર્વોત્કૃષ્ટ એવા આ ધર્મતીર્થની સ્થાપના કરે છે.
જગતમાં અનેક ધર્મતીર્થો છે જે પોતપોતાના અનુયાયીઓને ધર્મનો ઉપદેશ કે પ્રેરણા આપે છે. અન્યધર્મોને જૈનધર્મ એકાંતે અધર્મ નથી કહેતો. તેમને પણ તે તે કક્ષાના ધર્મતીર્થ તરીકે સ્વીકારે છે. જયવયરાય સૂત્રમાં પણ કહ્યું કે “પ્રથાનું સર્વાં , ને ગતિ શાસન” એનો અર્થ એ છે કે દુનિયાના બધા ધર્મોમાં શ્રેષ્ઠ ધર્મ જૈનધર્મ છે, તે જેનશાસન જય પામે છે. અહીં બીજા ધર્મોને પણ ધર્મ તરીકે સ્વીકાર્યા.. ધર્મ નામ એક, પણ તેમાં પ્રાથમિકથી માંડીને ઊંચામાં ઊંચા સુધી પ્રકાર અનેકઃ
"ધર્મ વિધવિધ પ્રકારના છે. તેની એક જાતિ નથી. જૈનદર્શનમાં ધર્મનો વિચાર કરતી વખતે જગતના અનેક જાતિના ધર્મોનો વ્યાખ્યામાં સમાવેશ કરાયો. નૈતિક ધર્મથી શરૂ કરી આત્માના શુદ્ધ ગુણોરૂપ બધા ધર્મોનું વર્ણન જૈનશાસનમાં મળશે. માર્ગાનુસારીના ૩૫ ગુણોથી આરંભીને ચૌદમા ગુણસ્થાનકની શૈલેશીકરણની અવસ્થા સુધીનો ધર્મ ભગવાને બતાવ્યો છે. માર્ગાનુસારીના ૩૫ ગુણોમાં અમુક તો સામાજિક, નૈતિક, કૌટુંબિક કર્તવ્યો છે. તેથી એને પણ જૈનધર્મ ધર્મ તરીકે સ્વીકારે છે. દુનિયામાં અનાજ, કાપડની અનેક જાતો હોય છે, તે બધાને અનાજ કે કાપડ જ કહેવાય. હોજરી સારી હોય તે હલકું અનાજ ખાય તો પણ તેને પોષણ મળે, અને હોજરી ખરાબ હોય તો ઊંચી જાતનું અનાજ ખાય તો પણ પોષણ નહીં મળે. વાસ્તવમાં
१ एकवर्णं यथा दुग्धं बहुवर्णासु धेनुषु। तथा धर्मस्य वैचित्र्यं तत्त्वमेकं परं पुनः।।२९ ।।
(વેલ
)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org