________________
ધર્મતીર્થની વ્યાખ્યા પરિણતિ તે જ ધર્મ, ક્ષાયિકભાવ તે જ ધર્મ, સંવર તે જ ધર્મ, શુદ્ધનિર્જરાસાધક પરિણામ તે જ ધર્મ, સ્વભાવદશા તે જ ધર્મ, શુદ્ધ પરિણામ તે જ ધર્મ, આત્મરમણતા તે જ ધર્મ, વિશુદ્ધ ચૈતન્યનો આસ્વાદ તે જ ધર્મ. આ સર્વ નિશ્ચયનયને માન્ય ધર્મની વ્યાખ્યાઓ થઈ. પરંતુ તેમાં પણ ઉત્તરોત્તર સૂક્ષ્મ નિશ્ચયનયના અભિપ્રાયો ચડિયાતા બને. દા.ત. પ્રથમ નિશ્ચયનય સ્વભાવ-વિભાવના વિવેકરૂપ સમ્યગ્દર્શનની પ્રાપ્તિથી ધર્મનો પ્રારંભ માને, જ્યારે ફળગ્રાહી નિશ્ચયનય ભાવચારિત્રસ્વરૂપ વિરતિથી જ ધર્મનો પ્રારંભ માને. વળી, શ્રદ્ધા અને આચરણનો સંપૂર્ણ અભેદ માનનાર નિશ્ચયનય તો રત્નત્રયીની એકતારૂપ સમતામાં જ ધર્મનો સભાવ સ્વીકારે. એમ છેક પરમશુદ્ધનિશ્ચયનય ચૌદમા ગુણસ્થાનક સુધી ધર્મની વ્યાખ્યાને સ્થાપિત કરે છે.
નિશ્ચયનયની વ્યાખ્યા top levelની-ઊંચી કક્ષાની છે. છતાં આ વ્યાખ્યા પણ સંપૂર્ણપણે મંજૂર નથી. હજુ પણ the end-અંત નથી આવ્યો. જૈનશાસ્ત્રોને ધર્મની એવી વ્યાખ્યા કરવી છે કે જેમાંથી નાની કાંકરી પણ ન ખસેડી શકાય, જડબેસલાક તમારા મગજમાં ઠસી જાય. (૧) Bottom-તળિયાથી કૌટુંબિક ધર્મ, પારિવારિક ધર્મ આદિ પુણ્યબંધ કરાવનાર ક્રમિક ધર્મોનું વર્ણન કરી, (૨) સદ્ગતિ અપાવે કે ઉત્કટ ભૌતિક ઉન્નતિ કરાવે તેવા ધર્મોનું પ્રદર્શન કરાવતાં કરાવતાં (૩) આત્માની ઉન્નતિ કરાવે તેવા પુણ્યાનુબંધી પુણ્ય અને અંતે (૪) શુદ્ધનિર્જરા સાધક ધર્મ કે જેની ચરમ સીમા ચૌદમા ગુણસ્થાનક સુધી દર્શાવી. આમાં તમામ જાતિની ગુણવત્તાવાળા ધર્મોનો સંગ્રહ થઈ ગયો. જેમ બજારમાં પાંચ રૂપિયે મીટરવાળું કપડું પણ મળે અને લાખ રૂપિયે મીટરવાળું કપડું પણ મળે છે. બંનેને કાપડ જ કહેવાય. પરંતુ તેની property-ગુણવત્તામાં જમીનઆસમાનનો તફાવત હોય છે. તેમ અહીં કહેવાય બધા ધર્મો જ, પણ એક ધર્મ આત્માને સંસારમાં રખડાવશે અને એક ધર્મ આત્માને ક્યાંયનો ક્યાંય ઉન્નતિના શિખરે પહોંચાડી દેશે. . સભા : સિદ્ધ ભગવંતોમાં ધર્મ હોય ?
સાહેબજી : ધર્મ સિદ્ધિપદનું સાધન છે, તેથી સિદ્ધોનું સ્વરૂપ તે ધર્મ નથી પણ ધર્મનું ફળ છે; કારણ કે મોક્ષ અંતિમ પુરુષાર્થ-અંતિમ સાધનાનું અંતિમ લક્ષ્ય છે, અને તેનું સાધન જે બને તે ધર્મ છે. તે સાધનરૂપ ધર્મ સિદ્ધોમાં નથી. પરમ શીઘ્રતાથી સિદ્ધપદનું સાધન ચૌદમાં ગુણસ્થાનકસ્વરૂપ શૈલેશી અવસ્થા છે. તેથી
१ भावनाधर्मचारित्र-परीषहजयादयः। आश्रवोच्छेदिनो धर्मा, आत्मनो भावसंवराः।।१३३।।
(મધ્યત્મિસાર સાનિય વિવાર) २ शुद्धानुष्ठानजन्या कर्ममलापगमलक्षणा सम्यग्दर्शनादिनिर्वाणबीजलाभफला जीवशुद्धिरेव धर्मः।
__ (धर्मसंग्रह श्लोक ३ टीका) 3 अयं भावः परमो योगो वर्त्तते। स च कीदृक्-विमुक्तिरसः विशिष्टा मुक्तिविमुक्तिस्तद्विषयो रसः प्रीतिविशेषो यस्मिन्योगे स विमुक्तिरसः, विमुक्तौ रसोऽस्येति वा गमकत्वात्समासः, (षोडशक त्रीजु, श्लोक १३ टीका - आ. यशोभद्रसूरि) ४ सर्वसङ्गपरित्यागस्तत्त्वतो धर्म इति हि समयसारविदः,
(धर्मसंग्रहणी श्लोक ९४३ टीका) * 'ધર્મણ્ય', રૂદ થશ્વરિત્રય ગૃહ્યસ્તે,
(ધર્મસંપ્રદ સ્નો દૂરટી)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org