________________
૮૫
ધર્મતીર્થની વ્યાખ્યા તો કર્મમાત્રને બંધન માનનાર હોવાથી તેનાથી ભિન્ન જ મોક્ષસાધક ધર્મનો ધર્મ તરીકે સ્વીકાર કરે. તેથી નિશ્ચયનયની વ્યાખ્યા પ્રમાણે આત્માનો નિરુપાધિક ભાવ તે જ ધર્મ છે. પૂ. ઉપાધ્યાયજી મહારાજાએ કહ્યું કે “જે જે અંશે રે નિરુપાધિકપણું તે તે જાણો રે ધર્મ.” “તમારા આત્મા પરથી મેલ હટે, અને આમાનો મૂળભૂત નિર્મળ સ્વભાવ પ્રગટે, જે આત્માના original-પ્રાકૃતિક ગુણો છે, તેનું જ નામ સાચો ધર્મ છે. તે ધર્મ કદી પુણ્યબંધ ન કરાવે, તે તો શુદ્ધનિર્જરા જ કરાવે. સકામનિર્જરા કરાવે તેવો ધર્મ આત્માના શુદ્ધ સ્વભાવરૂપ છે, જેમાં શુભ ભાવનો છાંટો પણ નથી. કેવળ શુદ્ધ ભાવના ધર્મને જ નિશ્ચયનય ધર્મ કહે છે. જે પરમશુદ્ધનિશ્ચયનય તો તેરમા ગુણસ્થાનક સુધી ધર્મ સ્વીકારતો નથી, માત્ર ચૌદમા ગુણસ્થાનકે જ ધર્મ સ્વીકારે છે; કારણ કે જે મોક્ષનું તત્કાળ સાધન બને એવા અવંધ્ય કારણને જ તે કારણ તરીકે માને છે. ૩ જે ધર્મસાધનાથી લાંબે ગાળે વિલંબ દ્વારા મોક્ષ પ્રાપ્ત થાય તેવા ધર્મને પણ ધર્મ ન માનવાનો તેનો અભિપ્રાય છે. તેથી પરમશુદ્ધનિશ્ચયનય છેલ્લે જ ધર્મ માને છે. નિશ્ચયનયના પણ સેંકડો ભેદ છે, પરંતુ સર્વ નિશ્ચયનયો આત્માની પ્રાકૃતિક અવસ્થાને જ ધર્મ કહે છે. આત્માનો શુદ્ધ નિર્વિકારી સ્વભાવ કે જેમાં અંશમાત્ર વિકાર, વિભાવની અસર નથી, એવી આત્માનંદનો અનુભવ કરાવનારી સ્વભાવદશા જ ધર્મ છે. ટૂંકમાં, આત્માની વિકૃત અવસ્થા તે અધર્મ છે, આત્માની પ્રાકૃતિક અવસ્થા જ ધર્મ છે.
સભા : “જ્યુસદો થ ”
સાહેબજી : “ત્યુ થ” તે વ્યાપક વ્યાખ્યા છે. અહીં સંદર્ભથી “પહાવો થ” સમજવું; કેમ કે જડ વસ્તુમાં પણ તેના ગુણધર્મ છે, પરંતુ તે ધર્મની અહીં કોઈ ઉપયોગિતા નથી. એટલે પ્રસ્તુતમાં આત્માના શુદ્ધ સ્વભાવને જ ધર્મ સમજવો. આ દૃષ્ટિકોણથી પણ શાસ્ત્રમાં ધર્મની અનેક વ્યાખ્યાઓ શાબ્દિક રજૂઆતના ભેદથી મળે. જેમ કે પ્રબળ કષાયોનો અભાવ તે જ ધર્મ, આત્માનો સ્વભાવ તે જ ધર્મ, ૫ જીવની નિરુપાલિક भवतीत्यत्र यः पुण्यकर्मरूपो धर्मस्तस्य क्षयादिति द्रष्टव्यं, न पुनर्य आत्मस्वभावः सम्यग्दर्शनादिरूपः प्रकर्षशुद्धस्तस्यापि क्षयात्, ततो न कश्चिदिह पूर्वोक्तदोषावकाशः।
(ાર્મસંપ્રદ રત્નો રકટીવા) १ इदं चाविरुद्धवचनादनुष्ठानसिंह धर्म उच्यते उपचारात्, यथा नड्वलोदकं पादरोगः, अन्यथा शुद्धानुष्ठानजन्या कर्ममलापगमलक्षणा सम्यग्दर्शनादिनिर्वाणबीजलाभफला जीवशुद्धिरेव धर्मः।।३।।
(धर्मबिन्दु अध्याय १श्लोक ३ टीका) २ सो उभयक्खयहेऊ सेलेसीचरमसमयभावी जो। सेसो पुण निच्छयओ तस्सेव पसाहगो णेओ।।२६ ।। (धर्मसंग्रहणी मूल) 3 इहपरलोकाशंसां मुक्त्वा यः पुनः सम्यक्त्वादिषु, 'भक्त्या' बहुमानेन, स्वपरयोः संस्थापनलक्षण उपकारः 'अविहिणा उत्ति' अविधिना-विधिवैपरीत्येन क्रियते, 'तुः' पुनरर्थे भिन्नक्रमश्च, स च यथास्थानं योजितः, एष 'अविहिणा व भत्तीए' इत्यने प्राक् द्रव्यस्वभावत्वेनोक्तोऽपि 'भावे' भावविषयो द्रष्टव्यः, अस्य परम्परया मोक्षाङ्गत्वात्। अविधिदोषस्य तु भक्तिगुणेन निरनुबन्धिकृतत्वात्। यत्तु प्रागस्य द्रव्यस्वभावत्वमुक्तं तत् साक्षान्मोक्षाङ्गत्वाभावापेक्षया द्रष्टव्यमिति।।८।।
(धर्मसंग्रहणी श्लोक ८ टीका) ४ मोहक्खोहविहीणो परिणामो अप्पणो धम्मो।।
(માવામૃત ૮). ५ यदि तु स्वः स्वकीयोऽनागन्तुकोऽनुपाधि वो धर्म इति,
(प्रतिमाशतक श्लोक ९५ टीका)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org