________________
૮૪
પણ અધૂરાપણું-ઊણપ લાગે, તે મોક્ષસાધક ધર્મ કરવા અધિકારી છે.
સભા : ધારેલું મળ્યા પછી વિચારે કે હવે શાંતિથી ભગવાનને ભજીશું. સાહેબજી : પણ તેને ભગવાનની જરૂર શું ?
સભા : મળેલું ટકાવવા માટે,
સાહેબજી : આવી ગયા ને ? એક પંગતના જ છો. તમને શું મળ્યું છે તે જ અમે તો સમજી શકતા નથી. ગટર જેવો દેહ મળ્યો છે. તેમાં કોઈ અદ્વિતીય રૂપ-રંગ-વિશેષતા નથી. વળી, ચોવીસે કલાક ક્યાંક ને ક્યાંક દુખાવો, વારંવા૨ ઝાડા-પેશાબે જવાનું, થોડી થોડી વારે ભૂખ લાગે, સતત માંકડ-મચ્છર આદિથી ત્રાસની સંભાવના, આવું તુચ્છ શરીર મળ્યું છે; નાનું ઘોલકી જેવું ઘર મળ્યું છે, માંડ માંડ ધંધો ચલાવો છો, તેમાં પણ હાડમારીનો પાર નથી, છતાં તમને થાય કે આ કાયમ ટકી રહે તો સારું, એનો અર્થ એ કે તમે મોક્ષે જવાની ઇચ્છા કરવા લાયક નથી. મોક્ષે જવાની ઇચ્છા એટલે જેને અધૂરામાં રસ નથી, શ્રેષ્ઠ કક્ષાનું, પરિપૂર્ણ, ઊંચામાં ઊંચું સુખ જેને જોઈએ છે તેને જ મોક્ષની ઇચ્છા કરવા અધિકારી ગણ્યા છે. તમારા મનની પરિસ્થિતિનો ક્યાસ કાઢવા જેવો છે. રોજ વિચારો કે હું વાસ્તવમાં શું ઇચ્છું છું ? મારી મૂળભૂત ઝંખના શું છે ? મોક્ષની ઇચ્છા પેદા કરવી તે ૨મત વાત નથી. સંસારની બધી ઇચ્છા તમને અધૂરી-અસાર લાગશે તો જ મોક્ષની સાચી અભિલાષા પ્રગટશે.
સભા : શાલિભદ્રનું સુખ કાયમ રહે તો શું દુઃખ છે ?
સાહેબજી : શાલિભદ્રના સુખને અમે તત્ત્વથી સુખ કહેવા જ તૈયાર નથી. તમે સુખ શબ્દ બોલો છો પણ ભગવાન તો તેને દુઃખ જ કહે છે.
.
ધર્મતીર્થની વ્યાખ્યા
અરે ! જન્મ-મરણ બંધ થઈ જાય તો પણ આધિ-વ્યાધિ-ઉપાધિ નહીં ટળે; કેમ કે ભૌતિક જીવનનું મૂળમાંથી structure-માળખું જ defective-ખામીવાળું છે. Defective structure-ખામીવાળા માળખામાં સાચા સુખની ઝંખના કરો અને કાયમ ખાતે શાંતિ શોધો તે શક્ય જ નહીં બને. આમાં તમારી બુદ્ધિ કાટ ખાઈ ગઇ છે, તેથી દીવા જેવું સત્ય પણ સ્ફુરતું નથી.
નિશ્ચયનયે આત્માનો મૂળભૂત નિર્મળ સ્વભાવ એ જ ધર્મ :
પુણ્યાનુબંધીપુણ્યનાં સર્જક સનુષ્ઠાનો અને શુભ પરિણામો, તેમજ તેની ફળશ્રુતિરૂપ પુણ્યાનુબંધીપુણ્ય અને તેના આત્મહિતકારી વિપાકો, તે સર્વને શુદ્ધ વ્યવહારનય ધર્મ તરીકે અવશ્ય સ્વીકારે; પરંતુ 'નિશ્ચયનય
१ धर्म शुद्ध-उपयोगस्वभावे, पुण्य पाप शुभ अशुभ विभावे; धर्महेतु व्यवहारज धर्म, निजस्वभाव परिणतिनो मर्म. १०९ (सीमंधरस्वामिनी विनतिरूप सवासो गाथानुं स्तवन ढाल १०)
★ इह द्विविधो धर्म्मः-पुण्यकर्म्मप्रकृतिलक्षणः सम्यग्ज्ञानादिरूपात्मपरिणामलक्षणश्च तत्र धर्म्माधर्म्मक्षयात् शिवगतौ गमनं
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org