________________
૮૩
ધર્મતીર્થની વ્યાખ્યા આ દાનધર્મને ધર્મ કહેવા તૈયાર નહીં થાય.'શુદ્ધ વ્યવહારનયના અભિપ્રાયથી તમે અત્યારે જે પણ ધર્માનુષ્ઠાન કરો, શુભભાવો કરો, તે કદાચ તમને આ ભવમાં નહીં, પણ બે-ચાર-પચ્ચીસ કે સો ભવમાં નહીં, પણ લાખકરોડ-અબજો કે અનંતા ભવે પણ મોક્ષનું નિયત કારણ બને તો જ તે ધર્મ કહેવાય. અને તે સિવાય ગમે તેટલા શુભ પરિણામ, સમ્પ્રવૃત્તિ હોય, ગમે તેટલા સદ્ગણ સદાચાર, ધર્માનુષ્ઠાન હોય તેને અશુદ્ધ વ્યવહારનય અને અશુદ્ધ નૈગમનય ધર્મ કહે, પણ શુદ્ધ વ્યવહારનય અને શુદ્ધ નૈગનનય તેને ધર્મ ન કહે.
સભા : શુભ પરિણામ હોય છતાં મોક્ષનું કારણ ન બને તેવું ખરું ?
સાહેબજી : હા, અભવ્યનો જીવ પણ શુભ પરિણામ કરે છે છતાં તે મોક્ષનું કારણ નથી બનતો. મોક્ષની ઇચ્છા કેવી રીતે પેદા થાય??
સભા : ધર્મમાં મોક્ષનું અનુસંધાન કેવી રીતે કરાય ?
સાહેબજી : અપુનબંધક અવસ્થામાં જે મુક્તિનો અદ્વેષ પ્રગટે છે, તેને મોક્ષનું દૂર દૂરથી કારણ કહ્યું છે. ઘણા એમ માને છે કે ધર્મના ફળરૂપે મોક્ષનો સંકલ્પ કરીએ તો તે ધર્મથી મોક્ષ મળે, અને મોક્ષની ઇચ્છા વિના ધર્મ કરીએ તો તે મોક્ષનું કારણ ન બને, પરંતુ તેવું નથી. વાસ્તવમાં મુક્તિના તાત્ત્વિક અદ્વેષથી કરાતો ધર્મ પણ મોક્ષનું કારણ છે, જ્યારે અતાત્ત્વિક મુક્તિની અભિલાષાથી કરાતો ધર્મ પણ મોક્ષનું કારણ નથી. તેથી મોક્ષ સાધક ધર્મની quality-ગુણવત્તા આત્મામાં પેદા થવી જોઈએ.
સભા : મોક્ષસાધક ધર્મની Quality-ગુણવત્તા શું છે ?
સાહેબજી: તે બહુ વિસ્તાર માંગશે. ટૂંકમાં એટલું કહી શકાય કે જેને સંસારનાં ઊંચામાં ઊંચાં ભોગસુખોમાં પણ એકાદ ટકો દુઃખનો અનુભવ થાય છે, જેથી તેને થાય છે કે ગમે તેટલાં ઊંચામાં ઊંચાં ભૌતિક સુખો મળે પણ તેમાં જીવનની પરિપૂર્ણતા નથી. આ અંદરમાં feel-સંવેદન થવું જોઈએ; કેમ કે જેને ઉચ્ચ કક્ષાની ભૌતિક વસ્તુ મળે અને લાગે કે મને બધું મળી ગયું તેને મોક્ષની જરૂર નથી, તે જીવ અત્યારે મોક્ષે જવા લાયક નથી. તમને જે જોઈએ છે તે બધું સંસારમાં મળી જતું હોય તો મોક્ષે જવાની શું જરૂર છે?
સભા : પણ તેનો અંત આવે છે ને ?
સાહેબજી? અરે ! કોઈ કાયમ ખાતે ગોઠવી આપે તો મોક્ષે જવાની જરૂર ખરી ? અભવ્યના જીવની આ જ સ્થિતિ છે. તેને ધર્મસાધનાના ફળસ્વરૂપે નવ રૈવેયક મળે, ત્યારે તેને રૈવેયકના જીવનમાં કોઈ ઊણપ દેખાતી નથી, માત્ર આ મળેલું ભૌતિક સુખ કાયમ રહે તેવી જ તેની અભિલાષા હોય છે. એટલે તેને ભૌતિક ભોગશૂન્ય મોક્ષ જોઈતો નથી.
તમે તમારા જીવનમાં ભૌતિકતામાં કૃતકૃત્યતા માનો એનો અર્થ એ કે, મનગમતું તમને મળી જાય એટલે ભયો ભયો, માત્ર હવે મળેલું કાયમ ભોગવીએ એટલી જ ઇચ્છા રહે. પરંતુ જેને ઉચ્ચ કક્ષાની ભૌતિકતામાં
૧ .... સદા સિદ્ધાવસ્લ વંત્રિપUDIો થપ્પો
(पंचसूत्र प्रथम सूत्र मूल)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org