________________
૮૨
ધર્મતીર્થની વ્યાખ્યા છે કે કેમ, તે પ્રશ્ન છે; કારણ કે જે સદ્ગતિમાં ગયા પછી આત્માની ઉત્તરોત્તર ઉન્નતિ જ થાય, અધોગતિઅવનતિ ન થાય, એવી ક્રમિક ઉન્નતિના સાધનરૂપ ગતિને શાસ્ત્ર સદ્ગતિ કહે છે. તેવી મનુષ્યગતિ-દેવગતિ મળે તો તમારું કલ્યાણ થઈ જાય, પણ તે ઉત્તમ કક્ષાના પુણ્યાનુબંધી પુણ્યથી જ મળે છે. અકામનિર્જરા અને કોરા પુણ્યને ઔપચારિક વ્યવહારથી ધર્મ કહ્યો, પરંતુ તત્ત્વદૃષ્ટિથી તો પુણ્યાનુબંધી પુણ્ય અને સકામનિર્જરા જ ધર્મ છે, જે સમ્યગ્દર્શન-સમ્યજ્ઞાન-સમ્યક્યારિત્ર દ્વારા પ્રાપ્ત થાય છે. તે ધર્મનું જુદાજુદા શબ્દોથી વર્ણન કરતાં એમ કહી શકાય કે વિવેકપૂર્વકના મૈત્રી આદિ ભાવો તે ધર્મ અથવા હેયનો ત્યાગ અને ઉપાદેયનો સ્વીકાર કરાવે તે સાચો ધર્મ અથવા અર્થપુરુષાર્થ, કામપુરુષાર્થ અને મોક્ષપુરુષાર્થને આપે તે ધર્મ અથવા સુમાનુષત્વ અને સુદેવત્વની પરંપરા દ્વારા નિર્વિને શિવગતિ આપે તે ધર્મ અથવા સીધી કે આડકતરી રીતે મોક્ષનું કારણ બને તે ધર્મ. આ બધી વ્યાખ્યાઓ સ્પષ્ટ છે, માત્ર વ્યાખ્યાનું સ્તર ઊંચી ગુણવત્તા તરફ જઈ રહ્યું છે. છતાં નિશ્ચયનયના દૃષ્ટિકોણથી ધર્મની આ વ્યાખ્યાઓ પણ મંજૂર નહીં થાય; કારણ કે નિશ્ચયનય પુણ્યાનુબંધી પુણ્ય કે તેનાં ફળોને પણ ધર્મ તરીકે માનવા તૈયાર નથી. તે તો કહે છે કે પુણ્યાનુબંધી પુણ્ય પણ કર્મ છે, અને કર્મમાત્ર આત્મા માટે બંધન છે, કર્મના ક્ષયથી જ મોક્ષ છે. ધર્મ તો મુક્તિનું સાધન છે, બંધનનું સાધન નથી. જે બંધનનું સાધન હોય તેને ધર્મ કહેવાય નહીં. આ દૃષ્ટિકોણથી પુણ્યમાત્ર હેય છે. અશુદ્ધ વ્યવહારનય કોરા પુણ્ય કે અકામનિર્જરાને પણ ધર્મ કહે, પરંતુ શુદ્ધ વ્યવહારનય પુણ્યાનુબંધી પુણ્ય કે સકામનિર્જરાને જ ધર્મ કહે, જ્યારે શુદ્ધ નિશ્ચયનય તો પુણ્યાનુબંધી પુણ્યને પણ ધર્મ તરીકે ન સ્વીકારે. ટૂંકમાં જેટલા ધર્મ મોક્ષનું via-via-આડકતરી રીતે પણ કારણ નથી, સીધી કે આડકતરા પણ સાધન નથી, તે બધાને અશુદ્ધ વ્યવહારનય અને અશુદ્ધ નગમનય ધર્મ તરીકે ભલે સ્વીકારે; પણ શુદ્ધ વ્યવહારનય કે શુદ્ધ નેગમનય via-via પણ મોક્ષનું કારણ ન બને તેવા ધર્મને ધર્મ તરીકે ન સ્વીકારે. દા.ત. તમે અબજ રૂપિયાનું દાન કરી દેરાસર બંધાવો, અથવા મોટા તીર્થનો જિર્ણોદ્ધાર કરાવો તો તમે દર્શનાચારનું પાલન કર્યું, સુદેવની ઊંચામાં ઊંચી ભક્તિ કરી ઉત્તમ સત્કાર્ય કર્યું, પરંતુ તે કરતી વખતે તમારા આત્મામાં માત્ર શુભ પરિણામ હોય, ખૂબ ભક્તિભાવથી કર્યું હોય, છતાં તે વખતે તમારા આત્મામાં via-via પણ મોક્ષનું અનુસંધાન કરે તેવા અપુનબંધક આદિ કક્ષાના પરિણામ પેદા ન થાય, તો શુદ્ધ વ્યવહારનય
१ 'सुगतिः' सिद्धिपर्यवसाना
(दशवैकालिकसूत्र चतुर्थ अध्ययन श्लोक २६ टीका) २ वचनाद्यदनुष्ठानमविरुद्धाद्यथोदितम्। मैत्र्यादिभावसंयुक्तं तद्धर्म इति कीर्त्यते।। (धर्मबिन्दु अध्याय १ श्लोक ३) 3 यत् अनुष्ठानम् इहलोकपरलोकावपेक्ष्य हेयोपादेययोरर्थयोरिहैव शास्त्रे वक्ष्यमाणलक्षणयोर्हानोपादानलक्षणा प्रवृत्तिरिति ‘તદ્ધર્મ રૂતિ કીર્ઘતે’ |
| (સંપ્રદ રો રૂટી) ★ धर्मश्च-प्रवृत्तिनिवृत्तिफलजननव्यापारीभूत, (षोडशक बीजें, श्लोक १३ टीका उ. यशोविजयजी) ४ जिनेन्द्रगदितं धर्ममकलङ्क सनातनम्। संसारसागरोत्तारमाचक्षाणः सुदेहिनाम्।।७।।
(3પતિ તૃતીય પ્રસ્તાવ) ५ धर्मित्वं निर्जराभागित्वम्,
(द्वात्रिंशद् द्वात्रिंशिका तृतीय बत्रीसी श्लोक ३ टीका)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org