________________
ધર્મતીર્થની વ્યાખ્યા
– ૮૧ તેનાથી ભોગો મળે અને તે ટેસથી-મોજથી ભોગવો એટલે દુર્ગતિ તૈયાર છે.
સભા : સૃષ્ટિમાં આવી વ્યવસ્થા કેમ રાખી ?
સાહેબજી આ વ્યવસ્થા અનાદિ કાળથી ચાલી આવે છે અને અનંત કાળ ચાલશે. આનું કોઈએ સર્જન કર્યું નથી. જેનધર્મ વિશ્વવ્યવસ્થાના સર્જનમાં નથી માનતું. વિશ્વવ્યવસ્થા જેવી છે તેવી કાયમ છે અને કાયમ રહેશે. તેને અનુસરીને તમારે સલામતી સાથે બહાર નીકળવાનું છે.
સભા કસાઈને હિંસા કરવાથી ભૌતિક ઉન્નતિ થાય તો તે ધર્મ છે ?
સાહેબજીઃ તેણે ભૂતકાળમાં પુણ્યરૂપ ધર્મ કર્યો હતો તેનાથી તેને હિંસા કરવાની શરીરમાં શક્તિ મળી, હિંસાનાં ઓજારો મળ્યાં અને સફળતાથી હિંસાના ઉત્પાદનરૂપે માંસ વગેરે વેચી પૈસા કમાયો. આ સર્વેમાં પુણ્યની જ હિસ્સેદારી છે.
સભા.: આવી સફળતા મેળવનાર કસાઈએ ગયા ભવમાં શું કર્યું હશે ? સાહેબજી: નૈતિક, સામાજિક ધર્મ પાળ્યો હશે અથવા દયા-પરોપકાર-સદાચાર આદિનું સેવન કર્યું હશે. સભાઃ ગુણોથી એવું પુણ્ય કેમ બંધાય ?
સાહેબજી જ્યાં સુધી અધ્યાત્મ કે વિવેકની દૃષ્ટિ ન હોય ત્યાં સુધી પુણ્ય તો અશુભ અનુબંધવાળું જ બંધાય. તેથી જ વિવિધ ધર્મોને ઓળખીને લોકોત્તર ધર્મને પકડવાનો છે.
જૈનધર્મ, ધર્મની વ્યાપક વ્યાખ્યા કરવા માંગે છે, જેમાં હલકામાં હલકા, ઔપચારિક પૂલ ધર્મ હોય તેનો પણ અપેક્ષાવિશેષથી સંગ્રહ કરી સ્પષ્ટ કહે છે કે, આ બધા હલકા પ્રકારના ધર્મ છે. તેનાથી આત્માની બહુ ઉન્નતિ નહીં થાય, અને કદાચ કામચલાઉ ઉન્નતિ થાય તો પણ અંતે આત્માની અવનતિ કરનારા છે. તમારે વિશ્વનું તંત્ર સમજવું જોઈએ, વિશ્વનાં ધારાધોરણોને તીર્થકરો પણ બદલી નહીં શકે.
ધર્મની વિવિધ વ્યાખ્યાઓનું કારણ ?
ધર્મની વિધવિધ વ્યાખ્યા કરવા પાછળ એ કારણ છે કે, આત્માની અનેક રીતે ઉન્નતિ થાય છે, અને તે સર્વ ધર્મના પસાયથી જ છે. તેથી આ સંસારમાં જ્યાં જ્યાં ભૌતિક ઉન્નતિ કે સફળતા દેખાય ત્યાં ત્યાં પણ પશ્ચાદ્ભૂમાં અવશ્ય ધર્મ છે, તેમ સુનિશ્ચિતપણે સમજવું જોઈએ; કેમ કે ધર્મ આ સંસારનાં સર્વ ભૌતિક સુખો અને આત્મિક સુખોનું પ્રધાન કારણ છે. તત્ત્વદૃષ્ટિથી પુણ્યાનુબંધી પુણ્ય અને સકામનિર્જરા એ જ સાચો ધર્મ :
જૈનશાસ્ત્રમાં સદ્ગતિની જે તાત્ત્વિક વ્યાખ્યા કરી છે, તે સદ્ગતિ તમારો આત્મા એક વાર પણ પામ્યો
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org