________________
૭૮
ધર્મતીર્થની વ્યાખ્યા સભા : વિવાહધર્મની વ્યાખ્યા શું ?
સાહેબજી : આર્યપરંપરા પ્રમાણે વિવાહ કરે છે તેને અગ્નિ સમક્ષ સાત વખત ફેરા ફેરવે છે, ત્યારે પરણનાર એકબીજાના હાથ બાંધી, બંનેના ગળામાં એક જ સૂતરની માળા નાંખે છે. આ સૂચવે છે કે ગમે તે સંયોગોમાં જીવનભરના સાથે રહેવાના આ કોલ-કરાર છે. આ હાર એવો છે કે સહેજ ખેંચો તો તૂટી જાય, તેમ ગૃહસ્થ જીવનમાં પરસ્પર ખેંચાખેંચ કરશો તો જીવન છિન્નભિન્ન થઈ જશે, અને પરસ્પર એકબીજાની સમજૂતિ-સહકાર સાથે જીવશો તો જીવન ઉન્નત થશે. ગૃહસ્થ જીવન સુતરના તાંતણા જેવું delicate-નાજુક છે, તેનું પ્રતીક આ સુતરનો હાર છે. આર્યપરંપરામાં રૂઢ ક્રિયાનો કાંઈ ને કાંઈ અર્થ હોય છે. પૂ. આ. શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજાએ લખ્યું કે, કુલધર્મ, વર્ણાશ્રમધર્મ આદિને પાળવાથી પણ પુણ્ય બંધાય અને તેનો ભંગ કરવાથી પાપ બંધાય. અર્થાત્ તેના ભંગથી આત્માની અવનતિ થાય અને પાળવાથી આત્માને પુણ્યબંધ દ્વારા ભૌતિક ઉન્નતિ પ્રાપ્ત થાય.
દરેક ધર્મના આચરણમાં કોઈ ને કોઈ સારી પ્રવૃત્તિ-ભાવ હોય છે, અલ્પ પણ સગુણ તેમાં કેળવવા પડે છે, અને તે કેળવવા આત્મામાં શુભ પરિણામ પ્રગટાવવો પડે, તેના પરિણામે પુણ્ય બંધાય, જેનાથી કોઈ પ્રકારની ઉન્નતિ થાય. ઉન્નતિ કરાવે તે બધાને ધર્મ કહેવો પડે. તમારા આત્માની જેનાથી અવનતિ થાય તેને અધર્મ કહેવો પડે. અહીં ઉન્નતિ ભૌતિક હોય કે આધ્યાત્મિક હોય, કામચલાઉ હોય કે કાયમી હોય, મામૂલી હોય કે મોટી હોય તેની ચર્ચા નથી. પણ ૧ ઉન્નતિ કરે તે ધર્મ અને અવનતિ કરે તે અધર્મ, આ universalસર્વવ્યાપી વ્યાખ્યા છે. તમને નીચે પાડે તે અધર્મ છે અને ઉપર ચડાવે તે ધર્મ છે. અરે ! કીડીને ભૂખ લાગે અને સરસ ખાવાનું મળે જેનાથી ભૌતિક તૃપ્તિ થાય, તેના દુઃખ-સંતાપ દૂર થાય તે ઉન્નતિ પુણ્યથી થઈ, અને પુણ્ય શુભ પરિણામરૂપ ધર્મથી જ બંધાય. ત્રણ કાળમાં ત્રણ લોકમાં કોઈ પણ જીવને જેનાથી થોડી પણ સુખ-શાંતિ મળે, થોડી પણ ઉન્નતિ થાય તેને આપણે વ્યાપક દૃષ્ટિકોણથી ધર્મ જ કહીએ છીએ. વળી, તમારા જીવનમાં દુઃખ-અશાંતિ-સંતાપ-વ્યાકુળતા-વ્યથા ઉત્પન્ન થાય, તે રૂપ અધોગતિ-અવનતિ થાય તો અમે કહીશું કે આ અધર્મના કારણે છે. દા.ત. કોઈ બજારમાં લાખ રૂપિયા ગુમાવી આવે તો અમે કહીશું કે અધર્મના કારણે અવનતિ થઈ. આ સર્વત્ર વ્યાપક નિયમ છે.
કૌટુંબિકધર્મમાં કુટુંબ પ્રત્યેનાં કર્તવ્ય આવી જાય, પારિવારિકધર્મમાં પરિવાર પ્રત્યેનાં કર્તવ્ય આવી જાય, જ્ઞાતિધર્મમાં જ્ઞાતિ પ્રત્યેનાં કર્તવ્ય આવી જાય; તેમ અનુક્રમે માનવધર્મમાં બધાં માનવીય કર્તવ્ય આવી જાય. અહીં કર્તવ્ય અદા કરવા પણ સદ્ગુણો કેળવવા પડે. તે વિના કર્તવ્યને કર્તવ્ય રીતે પાળી ન શકો. કર્તવ્ય પાલન
१ इष्टे स्थाने धत्ते इति धर्मः।
(સર્વાર્થસિદ્ધિ -૨) ★ धारयति दुर्गतो निपततो जीवानिति धर्मः । तथा च वाचक:- प्राग् लोकबिन्दुसारे सर्वाक्षरसन्निपातपरिपठितः। धृञ् धरणार्थो धातुस्तदर्थयोगाद् भवति धर्मः।। दुर्गतिभयप्रपाते पतन्तमभयकरदुर्लभत्राणे । सम्यक् चरितो यस्माद् धारयति ततः स्मृतो धर्मः।।
(ઉત્તરાધ્યયન નિ. વૃત્તિ-શાન્તિસૂરિ રૂ-૮, પૃ.૨૮૪)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org