________________
૭૬
ધર્મતીર્થની વ્યાખ્યા
લોકચિ વિવિધ પ્રકારની હોવાથી ધર્મો પણ અનેક પ્રકારના છે :
આત્માની ઉન્નતિ કરે અને અવનતિ રોકે તે બધો ધર્મ. પણ તે સર્વ ધર્મ એક જાતિના જ હોય તેવું નહીં; કારણ કે કોઈ થોડી, કોઈ વધારે, કોઈ કામચલાઉ કે કોઈ કાયમી ઉન્નતિ કરે છે, તેથી ધર્મની વિવિધ જાત પડવાની જ. જીવનમાં અત્યંત વિશુદ્ધ ધર્મ પકડવો હોય તો ભેદ-પ્રભેદમાં મૂંઝવણ, ગેરસમજ નહીં ચાલે. કોઈ કહે કે ધર્મના આટલા બધા જુદા-જુદા પ્રકાર બતાવો કે વ્યાખ્યા કરો તો અમે અટવાઈ જઈએ, પરંતુ તેવું નથી. ઊલટું એ જાણવાથી સાચો, વિશુદ્ધ, ઊંચો, ઉત્તમમાં ઉત્તમ ક્વોલિટીનો ધર્મ કયો હોય, તેની સ્પષ્ટ ઓળખ થાય. ઝવેરાતને ઓળખવું હોય તો તેની પાસે કાચ વગેરે બીજી ચમકતી વસ્તુ મૂકી સરખામણી કરો, તો તેની ગુણવત્તા ઓળખાય. બજારમાં કાપડ લેવા જાઓ તો ત્યાં અનેક જાતનાં કાપડ મળે. તેથી કોઈ કહે કે આટલી બધી જાત હોય તો ખરીદવામાં મૂંઝાઈ જવાય છે. એના કરતાં એક જ જાતની કાપડની quality રાખીએ તો સારું. તો તે પણ નહીં બને; કેમ કે જાત જાતની qualityની પસંદગીવાળા ઘરાકો હોય છે. તેમ ધર્મમાં પણ અનેક જાતની quality અને તેની રુચિવાળા લોકો હોય છે. વળી નિમ્નમાં નિમ્ન સ્તરના કાપડને પણ કાપડ જ કહેવું પડે. તેમ ધર્મની વ્યાખ્યામાં આવતા lowerમાં lower-નીચામાં નીચી qualityના ધર્મને પણ ધર્મ કહેવાની ભગવાનની તૈયારી છે. માટે જૈન શાસ્ત્રોમાં ધર્મની એવી પણ વ્યાપક વ્યાખ્યા આવશે, જેમાં દુનિયાનાં તમામ ધર્મતીર્થ જે ધર્મનો ઉપદેશ આપે છે તેનો પણ સંગ્રહ થઈ જાય.
ભગવાનના ધર્મની અનન્યતા :
ધર્મની બધી જ જાત દર્શાવવા છતાં બીજે જે ગુણવત્તાનો ધર્મ છે તે જ ગુણવત્તાનો ધર્મ ભગવાનને પોતાના અનુયાયીને આપવો નથી. જો તે જ ધર્મ આપવો હોય તો નવું ધર્મતીર્થ સ્થાપવાની જરૂર ન પડત; માત્ર તીર્થકરોએ કહી દીધું હોત કે મારે નવું કાંઈ કહેવાનું નથી, તમે લોકમાં પ્રચલિત એવા આ ધર્મતીર્થની સાધના કરો. પણ વાસ્તવમાં તીર્થકરોને બીજાં ધર્મતીર્થો દ્વારા ન મળે તેવું તત્ત્વ આપવાનું હતું, તેથી સ્વતંત્ર ધર્મતીર્થ સ્થાપ્યું. તમે તો બજારમાં કમાણી કરવા ગોઠવાયા છો, તેથી તમારે ખાલી નફા સાથે સંબંધ છે. બીજા વેપારીના માલ કરતાં નીચી ગુણવત્તાનો તમારો માલ હોય તો પણ નવી દુકાન માંડી વેચવા તૈયાર છો. પણ ભગવાનને અંગત નફો નથી જોઈતો, માટે બીજે મળતું હોય તે જ તત્ત્વ આપવાનું હોય તો કહી દે કે બીજેથી લઈ લો, મારે નવું કાંઈ આપવું નથી. વળી તમે તો એવા ઉસ્તાદ છો કે તમારો માલ હલકો હોય તો પણ ચડિયાતો બતાવીને ભટકાવી દો. જ્યારે ભગવાનને ધર્મના બદલામાં જગતના જીવો પાસે વળતરમાં કાંઈ પણ લેવાની અપેક્ષા નથી અને જ્યાં અપેક્ષા નથી ત્યાં ગરબડ-ગોટાળાની જરૂર નથી. પ્રભુ મહાવીરને અન્ય ધર્મતીર્થોમાંથી ન મળે તેવું કાંઇક નક્કર આપવું હતું, માટે ભિન્ન ધર્મતીર્થની સ્થાપના કરી. ઉદ્દેશ બેસે છે ? જે ઉદ્દેશથી પ્રભુએ ઉત્તમ પ્રવૃત્તિ કરી છે, તે તમને સમજાવો જોઈએ. આથી જૈનધર્મમાં શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ
१ नानारुचित्वाल्लोकानां, प्रतिभान्ति यथाशयम्। केषांचिदेव ते तीर्थ्याः, केचिदेव न चापरे।।७९०।।
(उपमिति० अष्टम प्रस्ताव)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org