________________
ધર્મતીર્થની વ્યાખ્યા
તીર્થંકરો બધા જ ધર્મો બતાવીને બીજે નથી તેવા શ્રેષ્ઠ ધર્મના પ્રકાશક છે :
ભગવાન ઋષભદેવે ધર્મતીર્થ સ્થાપ્યું ત્યારે બીજું કોઈ ધર્મતીર્થ નહોતું, પાછળથી અનેક ધર્મતીર્થો પેદા
થયાં.
સભા : તે વખતે સમવસરણમાં પાંખડીઓ નહોતા આવતા ?
સાહેબજી : ના, પાખંડીઓ હોય તો આવે ને ? પ્રજા સરળ છે. ધર્મ સમજતી નહોતી. તે સમજાવવા પ્રભુએ સાચા ધર્મતીર્થની સ્થાપના કરી.
૭૫
૧
જ્યારે ભગવાન મહાવીરના સમયમાં અનેક ધર્મતીર્થો હતાં. તેમનાં શાસ્ત્ર, અનુયાયીઓ, ધર્મની વાતો લોકમાં પ્રચલિત હતી. અન્ય ધર્મની વાતો મૂળથી ખોટી છે, અને તે તે ધર્મના સ્થાપકોએ ધર્મના નામે અધર્મ જ ભટકાવ્યો છે, તેવું એકાંતે નથી. તીર્થંકરો તટસ્થ છે. એટલે અન્ય ધર્મની પણ સાચી વાત હોય તો તે સ્વીકારવા તૈયાર છે. બધા ધર્મો અધર્મ જ કહે છે, અને ધર્મ નથી કહેતા, એવો જૈનશાસનનો આક્ષેપ નથી. અમે કહીએ છીએ કે બીજે પણ ધર્મની વાતો, ધર્મનો ઉપદેશ, ધર્મશાસ્ત્રો છે; ખાલી અધર્મની જ વાતો નથી. બધા ધર્મોમાં કોઈ ને કોઈ પ્રકા૨ની ધર્મની વાતો અવશ્ય છે. ધર્મની અનેક quality-જાતિ છે. તેમાંથી ક્યાં કઈ qualityનો ધર્મ હોય તે વિવેકથી નક્કી કરવું પડે. બધે superior quality-ઊંચી જાતનો ધર્મ હોય એવું નથી. વળી inferior quality-હલકી જાતનો ધર્મ હોય તો તેને પણ ધર્મ ચોક્કસ કહેવો પડે. ભગવાન સત્ય બોલનારા છે, સત્યની વાતને ઉપદેશનારા છે.
આપણે આગળ બધા ધર્મોનો સંગ્રહ થાય તેવી વ્યાપક ધર્મની વ્યાખ્યા નૈગમનયનથી વિચારી. કોઈને
પ્રશ્ન થાય કે આટલા બધા ધર્મના પ્રકારોમાં તો અમે મૂંઝાઈ જઈએ. પણ આ ફરિયાદ ખોટી છે. કેમ કે દુનિયામાં દરેક વસ્તુની અનેક ક્વોલિટી હોય છે. દા.ત. તમે બજારમાં ઘઉં, ચોખા ખરીદશો તો બજારમાં
તેની સેંકડો ક્વોલિટી મળશે. વૈજ્ઞાનિકો કહે છે કે વર્તમાન વિશ્વમાં ચોખાની લગભગ ૬૦૦થી વધારે જાત પ્રચલિત છે. ગુણવત્તામાં તે બધા ચોખા સરખા નથી. કોઈ હલકી જાતના હોય તો કોઈ ઊંચી જાતના હોય. છતાં બધા જ ચોખા કહેવાય છે. એક જ અનાજના ક્વોલિટી વાઇઝ વિધવિધ ભેદ પડે. તેમ એક જ ધર્મના ક્વોલિટી વાઇઝ અનેક પ્રકાર પડે. છતાં ધર્મ શબ્દથી તે સૌને સંબોધવા જ પડે.
१ मूलागमव्यतिरिक्ते तदेकदेशभूत आगमेऽन्यथा परिगृहीते द्वेषो विधेयो नवेति तदभावप्रतिपादनायाहतत्रापि च न द्वेषः कार्यो विषयस्तु यत्नतो मृग्यः । तस्यापि न सद्वचनं सर्वं यत्प्रवचनादन्यत् । । १३ ।।
तत्रापीत्यादि । तत्रापि च तदेकदेशभूत आगमान्तरे न द्वेषः कार्यो न द्वेषो विधेयो, विषयस्त्वभिधेयज्ञेयरूपो यत्नतो यत्नेन मृग्योऽन्वेषणीयो, यद्येवं सर्व्वमेव तद्वचनं किं न प्रमाणीक्रियत इत्याह । तस्याप्यागमान्तरस्य न सत् शोभनं वचनं सर्व्वमखिलं यत्प्रवचनान्मूलागमादन्यत् । यत्तु तदनुपाति तत्सदेवेति । । १३ ।।
( षोडशक सोलमुं, श्लोक १३ मूल-यशोभद्रसूरि टीका)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org