________________
૭૪
ધર્મતીર્થની વ્યાખ્યા પોતાનો રોજિંદો વ્યવહાર ચલાવવામાં મુશ્કેલી પડે તેવા અબૂઝ પણ નહોતા. યુગલિક કાળમાં અત્યંત સમૃદ્ધ કુદરતી વાતાવરણથી ભરપૂર માહોલ હોય, સુંદર દેહ હોય, જ્યારે જે જોઈએ તે કલ્પવૃક્ષો પાસે જઈને ઈચ્છે એટલે મળી જાય. આબોહવા-ઋતુ એવાં કે ખાનપાન વગેરે સામગ્રી વગર મહેનતે વિપુલ પ્રમાણમાં પેદા થાય. ધંધો કરવા કે સ્કૂલોમાં ભણવા જવાનો પ્રશ્ન નહોતો. કર્મભૂમિમાં જેવાં પરિશ્રમ છે એવા કોઈ પરિશ્રમ યુગલિકોને હોતા નથી. જન્મ્યા ત્યારથી આનંદ-પ્રમોદ કરવાના, અસંખ્ય વર્ષનું એકધારું લાંબું સુખમય જીવન, સ્વભાવ પણ એટલા સુંદર કે અસંખ્ય વર્ષો સુધી સાથે રહે તો પણ ક્યારેય પતિ-પત્નીને ઝઘડા-મતભેદ ન થાય. લાખો-કરોડો-અબજો યુગલિકો સમૂહમાં સાથે રહે તો પણ લડાઈ-ઝઘડા, ટંટા-ફિસાદ જેવું કશું ન હોય. તમારા માટે આ કલ્પના બહારનું છે; કેમ કે અત્યારે તમે જીવો છો તેના કરતાં તે મનુષ્યજીવન અતિ દૂરવર્તી કહી શકાય. આવા સમયમાં ભગવાન ઋષભદેવ જન્મેલા. તે વખતે ભરતભૂમિમાં ધર્મતીર્થ નહોતું. તેથી આ અવસર્પિણીકાળમાં પહેલવહેલી ધર્મતીર્થની સ્થાપના ભગવાન ઋષભદેવે કરી. પછી તેમના પૌત્ર મરીચિથી નવા ધર્મતીર્થની પ્રવર્તના થઈ, જે અત્યારે સાંખ્યદર્શન નામે ઓળખાય છે. આજે પણ સાંખ્યદર્શનનાં શાસ્ત્રો છે, તેનો અનુયાયી વર્ગ છે, તેમની ક્રિયાઓ-અનુષ્ઠાનો-આચાર બધું જ છે.'
સભા : ભગવાને વિચાર ન કર્યો કે આવું બનશે ?
સાહેબજી : કેવલજ્ઞાનીને વિચારવાનું હોય ? તેઓ તો બધું જ એક કાળે જાણે છે. તમે ચૈત્યવંદનમાં બોલો છો કે “એક સમય ત્રણ કાળના જાણે સર્વ વિચાર” અર્થાત્ તેમને ભૂત-ભવિષ્ય-વર્તમાન બધું ‘હસ્તામલકવતું (હાથમાં રહેલા આમળાની જેમ) દેખાઈ રહ્યું છે.
સભા અનિષ્ટ થવાનું હોય તો ભગવાન અટકાવી ન શકે ?
સાહેબજીઃ સુષ્ટિના ક્રમ અનુસારે જે અનિષ્ટ થયાં છે તેને ભગવાન પેદા કરવા નથી ગયા, અને તેને અટકાવવાની જવાબદારી પણ ભગવાનની નથી.
સભા પ્રભુમાં હિતબુદ્ધિ હોય ને ?
સાહેબજી : હિતબુદ્ધિ એટલે હિત કરવાની કામના. આવી કામના-ઇચ્છા હોય તે વીતરાગ ન કહેવાય. ધર્મતીર્થની સ્થાપના પણ જગદુદ્ધારની ભાવના કે તારવાની ભાવનાથી નથી કરી, પણ ઉત્કટ સત્કાર્યકારી પુણ્યકર્મના વિપાકથી કરી છે. સહજભાવથી, નિર્લેપ ભાવથી, નિરાશસપણે ધર્મતીર્થની પ્રવૃત્તિ કરે છે. જે એટલી ઊંચી પ્રવૃત્તિ પણ નિર્લેપતાથી કરે, તે વિશ્વમાં બીજું આમતેમ થાય તેની ચિંતા કરે ? તમે હજુ વીતરાગને ઓળખતા નથી. તેમના આત્મામાં, આમ ન બનવું જોઈએ એવી ઇચ્છા નથી અને આવું બનવું જોઈએ, તેવી પણ અપેક્ષા નથી. સારું કરવાની કોઈ કામના નથી અને ખરાબ થતું હોય તો અટકાવવા પણ અંદરમાં અભિલાષા નથી.
१ जम्बूद्वीपस्य भरतक्षेत्रे नष्टो निधानवत्। त्वदाज्ञाबीजकेनाऽतः परं धर्मः प्रकाशताम्।।३३५ ।। (त्रिषष्टि० पर्व १, सर्ग २) २ अदीक्षयत् स कपिलं स्वसहायं चकार च । परिव्राजकपाखण्डं ततः प्रभृति चाऽभवत्।।५२।। (त्रिषष्टि० पर्व १, सर्ग ६)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org