________________
જૈન સનાતન વીતરાગ દર્શન
*
ક્રમબદ્ધપર્યાયોને જાણવાનું સામર્થ્ય છે. જો તે જ્ઞાનમાં જણાયા પ્રમાણે જ વસ્તુમાં ક્રમબદ્ધપર્યાયો ન થાય, ને તેમાં જરાપણ ફેરફાર થાય તો તે જ્ઞાન મિથ્યા જ ઠરે ! (૬) મતિ-શ્રુત જ્ઞાન અને ક્રમબદ્ધ પર્યાય ઃ બુદ્ધિ-ઋદ્ધિનું સ્વરૂપ વર્ણવતાં એક અષ્ટાંગનિમિત્તતા બુદ્ધિ-ઋદ્ધિ કહેવામાં આવી છે. જેની પ્રાપ્તિ આર્યમનુષ્યોમાં જે જીવને વિશેષ શક્તિ પ્રાપ્ત હોય તેને હોય છે. આ બુદ્ધિ-ઋદ્ધિ નિમિત્તજ્ઞાન છે. જેના આઠ પ્રકાર છે. (૧) અંતરિક્ષ (૨) ભોમ (૩) અંગ (૪) સ્વર (૫) વ્યંજન (૬) લક્ષણ (૭) છિન્ન (૮) સ્વપ્ન આ અષ્ટાંગનિમિત્તતા બુદ્ધિઋદ્ધિ મતિ-શ્રુતજ્ઞાનનો જ એક પ્રકાર છે.
હવે જો દ્રવ્યોની પર્યાયો ક્રમબદ્ધ ન થતી હોય ને આડી-અવળી થતી હોય તો ઉક્ત અષ્ટાંગનિમિત્તતા બુદ્ધિ-ઋદ્ધિ કોઈ જીવને હોઈ શકે જ નહિ. એટલે મતિ-શ્રુત જ્ઞાનનો જ અભાવ થશે.
(૭) અવધિજ્ઞાન અને ક્રમબદ્ધ પર્યાય : ઉત્કૃષ્ટ અવધિજ્ઞાન અસંખ્યાત લોકપ્રમાણ અતીત અને અનાગતને જાણે છે. રૂપી પુદ્ગલો તેમજ તે પુદ્ગલના સંબંધવાળા સંસાર જીવના વિકારી ભાવોને અવધિજ્ઞાન પ્રત્યક્ષ જાણે છે.
હંવે જો રૂપી પુદ્ગલો તેમજ જીવના વિકારીભાવો ક્રમબદ્ધપર્યાયરૂપે પરિણમતા ન હોય, ને આડા-અવળા ગમે તેમ પરિણમતા હોય. અર્થાત્ અવધિજ્ઞાને જે રીતે જાણ્યું તે જ રીતે જો પદાર્થોની ક્રમબદ્ધ અવસ્થા ન થાય તો અવધિજ્ઞાન જ સિદ્ધ થઈ શકશે નહિ.
(૮) મનપર્યયજ્ઞાન અને ક્રમબદ્ધ : પોતાનાં તથા પરનાં જીવિત-મરણ, સુખ-દુઃખ, લાભ-અલાભ વગેરેને વિપુલમતિ મનઃપર્યયજ્ઞાન જાણે છે તેમજ વ્યક્ત મન કે અવ્યક્ત મનથી ચિંતવન કરેલા, નહિં ચિંતવેલા, કે આગળ જતાં જેનુ ચિંતવન કરશે એવા સર્વ પ્રકારના પદાર્થોને પણ તે જ્ઞાન જાણે છે. કાળ અપેક્ષાએ આ જ્ઞાન જધન્યપણે સાત-આઠ ભવ આગલા પાછલા જાણે, અને ઉત્કૃષ્ટપણે અસંખ્યાતભવ આગળ-પાછળ જાણે.
.
હવે ભવિષ્યના જીવિત-મરણ, લાભ-અલાભ વગેરે જો નિશ્ચિત ન હોય તો જ્ઞાન તેને ક્યાંથી જાણે?
Jain Education International
૮૧
For Personal & Private Use Only
www.jainelibrary.org