________________
8 8 8 જૈન સનાતન વીતરાગ દર્શન
: (૨) સનાતન-વીતરાગ ધર્મનો સાર (૧) દુઃખથી ત્રાસીને શાંતિ માટે ઘા નાખતો જિજ્ઞાસુ વેગપૂર્વક આનંદધામ તરફ દોડે છે. (૨) સમ્યકત્વને ઝંખતો જીવ પ્રથમ એટલો વિશ્વાસ કરે છે કે જગતમાં સુખનું ધામ કોઈ
હોય તો તે મારું ચેતન્યપદ જ છે. આવા વિશ્વાસના જોરે જેમ-જેમ અંતરમાં તેની લગની વધતી જાય છે તેમ તેમ આનંદનું ધામ તેને પોતાની અંદર નજીકને નજીક દેખાતું જાય છે અને અંતે જેમ તરસ્યું હરણ પાણીના સરોવર તરફ દોડે તેમ તેની પરિણતિ વેગપૂર્વક આનંદમય સ્વધામમાં પ્રવેશીને સમ્યકત્ત્વ વડે તે આનંદીત
થાય છે. (૩) શુદ્ધ ચેતન્ય સ્વભાવ જ એક ઉત્તમ વસ્તુ છે, બીજું કાંઈ ઉત્તમ નથી. તેના જ
આશ્રયથી મુક્તિ છે. (૪) પરનો ભરોસો છોડી, આત્માની શક્તિનો ભરોસો કર, અનંતજીવો એ જ ઉપાયથી
મોક્ષ પામ્યા છે. (૫) શુદ્ધ ચૈતન્યરૂપ આત્માને આજે જ પ્રબળપણે અનુભવો. (૬) પરની ક્રિયા આત્મા કરી શકતો નથી, શુભભાવ વિકારી ક્રિયા છે. શુદ્ધ આત્મા
જાણવા-દેખવાની ક્રિયાવાળો છે. તેમાં એકાગ્ર થઈ સ્થિર થા! તેમાંથી શાંતિ પ્રગટ
થશે. (૩) આત્મા પોતે જ જ્ઞાન-આનંદ.. સુખ સ્વરૂપ છે – તેના જ આશ્રયથી પરમાત્માને
પ્રાપ્ત કરો. (૮) સ્યાદ્વાદ (વિશુદ્ધ જ્ઞાનની કળા) વિદ્યાના બળથી શાશ્વત સ્વતત્ત્વને પ્રાપ્ત કરી
પરમાનંદ રૂપે પરિણમો. (૯) નિમિત્ત, વિકાર અને અંશની રુચિ છોડી, સામર્થ્યવાન સ્વભાવની રુચિ કરી સ્વભાવને
આજે જ અનુભવો. આજ આદેશ, ઉપદેશ, આર્શીવાદ છે. (૧૦) યથાર્થ નિર્ણય: “હું જ્ઞાન-આનંદ સ્વરૂપ ભગવાન આત્મા છું.”
ભેદજ્ઞાન : “હું સર્વથા સર્વથી ભિન્ન છું.”
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org