________________
28 9 ક જ જૈન સનાતન વીતરાગ દર્શન
- -૧૧‘જ્ઞાનમય જીવન પહેલાંની પૂર્વ તૈયારી કરી
(પાત્રતા)
(૧) સારભૂત ઃ ઘણા બધા વર્ષના તત્ત્વના અભ્યાસ પછી જીવના જ્ઞાનમાં આટલું તો જરૂર આવ્યું છે અને તેની યથાર્થ રૂચિ પ્રતીતિ પણ થઈ છે – એમાં તેને શંકા ન હોવી જોઈએ તે આ પ્રમાણે કહેવામાં આવે છે. (૧) છ દ્રવ્યસ્વરૂપ આ લોકની વિશ્વ વ્યવસ્થા અનાદિ-અનંત સ્વયં સંચાલિત છે,
તેનો હર્તા-કર્તા ઈશ્વર નથી. લોકના સ્વરૂપનો સામાન્ય ખ્યાલ આવ્યો છે. (૨) આ છયે દ્રવ્ય સ્વતંત્ર છે અને ભિન્ન ભિન્ન પોતાના અસ્તિત્વ ટકાવી રહ્યા છે.
તેમના સામાન્ય ગુણઃ (૧) અસ્તિત્ત્વ (૨) વસ્તુત્ત્વ (૩) દ્રવ્યન્ત (૪) પ્રમેયત્વ (૫) અગુરુલઘુત્ત્વ (૬) પ્રદેશત્ત્વ છે અને વિશેષ ગુણોથી એમની ભિન્નતા સિદ્ધ થાય છે. વસ્તુ વ્યવસ્થાનો વિચાર કરતાં એ પણ જણાયું છે કે બધા જ દ્રવ્યો દ્રવ્ય-ગુણ
પર્યાયાત્મક છે. ચોક્કસ સિદ્ધાંતો પ્રમાણે વસ્તુ-વ્યવસ્થા ચાલી રહી છે. (૪) વસ્તુવિજ્ઞાનના મહાન સિદ્ધાંતો આ પ્રમાણે છે. (૧) દ્રવ્યની સ્વતંત્રતાનો સિદ્ધાંતઃ દરેક દ્રવ્ય પોતાનું સ્વતંત્ર અસ્તિત્વ ટકાવીને
પરિણમી રહ્યો છે. (૨) ક્રમબદ્ધ પર્યાયનો સિદ્ધાંતઃ એ પરિણમન પણ સ્વતંત્ર અને ક્રમબદ્ધ છે. (૩) ઉપાદાન-નિમિત્તની સ્વતંત્રતાનો સિદ્ધાંત : દ્રવ્યનું પરિણમન તેની તે - સમયની ઉપાદાનની યોગ્યતા પ્રમાણે છે ત્યારે કોઈ નિમિત્તની હાજરી હોય
છે પણ નિમિત્ત કાંઈ કરતું નથી. (૫) મોક્ષરૂપી પ્રયોજનની સિદ્ધિ થાય ત્યારે પાંચ સમવાય સાથે જ હોય છે.
(૧) સ્વભાવ (૨) નિયતિ (હોનહાર અથવા ભવિતવ્યતા) (૩) કાળલબ્ધિ
(૪) નિમિત્ત (૫) પુરુષાર્થ . (૬) અનાદિથી જીવને કર્મબંધન છે. કર્મનું સ્વતંત્ર - પુદ્ગલસ્વરૂપ પણ જીવને સમજાયું
છે. - દા.ત. નોકર્મ, દ્રવ્યકર્મ, ભાવકર્મ. દ્રવ્યકર્મ અનંતપ્રકારના છે. એમાં મુખ્ય
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org