________________
88 8 8 8 5 જૈન સનાતન વીતરાગ દર્શન
૧૬ ૧
(૪) અહો ! આ મનુષ્યપણામાં આવા પરમાત્માસ્વરૂપનો માર્ગ સેવવો, આદર કરવો એ જીવનની કોઈ ધન્યપળ છે. આત્માજ્ઞાનસ્વરૂપ છે, જ્ઞાયક જ છે, એ એને ભાસમાં આવે, ગમે તેવા પ્રસંગમાં પણ હું જ્ઞાયક...જ્ઞાયક છું એમ ભાસમાં આવે, શાયકનું લક્ષ રહે તે તરફ ઢળ્યા જ કરે....
(૫) ‘હું શુદ્ધ છું, રાગ પણ મારું સ્વરૂપ નથી' એમ એકલી અધ્યાત્મની વાત આવે તે સાંભળવી સારી લાગે અને વૈરાગ્ય ભાવનાઓના શ્રવણ ચિંતવનમાં ઉત્સાહ ન આવે તો તે શુષ્ક છે. અંતર સ્વભાવ તરફના જ્ઞાન સાથે વૈરાગ્યભાવનાઓ પણ હોય છે. અંતરનો શુદ્ધ સ્વભાવ જેને રુચિમાં આવ્યો તેને પર્યાયમાં રાગ ઘટતા વૈરાગ્યભાવનાઓ આવે છે.
(૬) વૈરાગ્ય તો તેને કહીએ કે પર તરફથી ખસીને જે અંદરની મહાસત્તા તરફ ઢળ્યો છે, પુણ્ય-પાપથી અને પર્યાયથી પણ ખસીને અંદરમાં જવું તે વૈરાગ્ય છે. જેને રાગમાં રહેવું ગોઠતું નથી, પરદ્રવ્યમાં અટકવું ગમતું નથી, જે પર્યાય પ્રગટી એટલામાં જ રહેવું પણ જેને ગોઠતું નથી, ધ્રુવ પાટ પડી છે અંદરમાં, એમાં જેને જવું છે તેને તો પર્યાયમાં રહેવું પણ ગોઠતું નથી.
(૭) જેટલા વિકલ્પો ઊઠે ઈ બધામાં માલ નથી. ઈ બધા દુઃખના પંથ છે, બધા વિકલ્પો હેરાન કરનારા છે, એમ એને નિર્ણય થાય તો આત્મા તરફ પ્રયત્ન કરે, અને એ જ્ઞાયકના સંસ્કાર પડતાં નિર્વિકલ્પ અનુભૂતિ કરી લે !
(૮) આહાહા ! આકરું કામ છે બાપુ ! અંદરમાં વૈરાગ્ય ! વૈરાગ્ય ! આ બધું વિખરાઈ જશે. બહારનું તારામાં નથી ને તારે લઈને આવ્યું નથી. તારામાં ભ્રમણા આવી છે, તેનો નાશ કરવાનો આ કાળ છે.
(૯) સર્વ પ્રકારે મિથ્યાત્ત્વનો નાશ કરવાનો અવસર આવ્યો છે. હે જીવ! તું આ મનુષ્યભાવને નિષ્ફળ ન જવા દઈશ.
(૬) અનેકાન્તવાદની સિદ્ધિ
(વીતરાગ શાસનના આત્માની સિદ્ધિ)
(૧) આત્માનું તત્ત્વ અર્થાત્ શુદ્ધ જીવનું સ્વરૂપ તે શુદ્ધ ચેતનામાત્ર છે, આટલો સિદ્ધાંત
સિદ્ધ થયો.
‘શુદ્ધ જ્ઞાનમાત્ર જીવ દ્રવ્ય’ અબાધિત છે, નિર્વિલ્પ છે, પોતાના સ્વરૂપથી અટલ છે.
૭૦
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org