________________
6 8 8 8 8 8 જેને સનાતન વીતરાગ દર્શન - પરદ્રવ્યોને પરભાવોથી પોતાની વર્તમાન જ્ઞાનની પર્યાય તેનું લક્ષ હટાવી, નિજ પરમાત્મા તત્ત્વનો પક્ષ, દક્ષ પૂર્વક લે છે, તે પૂર્ણ શુદ્ધ થયેલ વર્તમાન જ્ઞાનની પર્યાયમાં ભગવાન આત્મા પ્રત્યક્ષ જણાય છે.
(પક્ષ, લક્ષ, દક્ષ અને પ્રત્યક્ષ) (૨૫) જ્ઞાનકળામાં અખંડનો પ્રતિભાસ
જ્ઞાનની વર્તમાન પર્યાયનું સામર્થ્ય સ્વને જાણવાનું છે. આબાલ-ગોપાલ સૌને સદાકાળ અખંડ પ્રતિભાસમય ત્રિકાળી સ્વ જણાય છે, પણ તેની દૃષ્ટિ પરમાં પડી હોવાથી ત્યાં એકત્ત્વ કરતો થકો, “જાણનાર જ જણાય છે તેમ નહીં માનતાં રાગાદિ પર જણાય છે એમ અજ્ઞાની પર સાથે એકત્ત્વપૂર્વક જાણતો-માનતો હોવાથી તેને વર્તમાન અવસ્થામાં અખંડનો પ્રતિભાસ થતો નથી.
જ્ઞાની તો “આ જાણનાર જણાય છે તે જ હું છું એમ જાણનાર જ્ઞાયકને એકત્ત્વપૂર્વક જાણતો-માનતો હોવાથી તેની વર્તમાન અવસ્થામાં (જ્ઞાન કળામાં) અખંડનો સમ્યક પ્રતિભાસ થાય છે.
સારઃ તારો પરને જાણવાનો રસ્તો ને પરમાં સ્વાદ માની રાગનો સ્વાદ લેવાનો રસ્તો શાંતિનો નથી. તેથી તું દુઃખી થઈ રહ્યો છે. વિષયોનો સ્વાદ નથી ને વિષયોનું જ્ઞાન નથી. પણ રાગનો સ્વાદ છે ને જ્ઞાનનું જ્ઞાન છે.
વિષયો પર છે, રાગ ક્ષણિક છે, સ્વભાવમાં નથી. જ્ઞાન પર્યાય જ્ઞાન સ્વભાવવાનની છે એમ રાગરહિત નિત્ય જ્ઞાન સ્વભાવની દૃષ્ટિ થાય, આમ સમજે તો રાગ બુદ્ધિ છૂટીને સ્વભાવ બુદ્ધિ થાય, ધર્મ થાય. એ સમજાવવા વાત કરી છે.
જ્ઞાનને લીધે જગતની ચીજો નથી ને જગતની ચીજોને લીધે જ્ઞાન નથી. જ્ઞાન પરને જાણે છે એમ કહેવું તે અસદ્ભત ઉપચાર છે. ખરેખર જ્ઞાન પરને જાણે તો લોકાલોક ને જ્ઞાન એકમેક થઈ જાય-બને જુદાં રહેતાં નથી. ખરેખર જ્ઞાનની પર્યાય પોતાને જાણે છે.
-
-
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org