SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ 488 48 48 + ?? જૈન સનાતન વીતરાગ દર્શન 8 8 8 8 8 એમ ભાષામાં આવે પણ ખરેખર તો એની દૃષ્ટિમાં દ્રવ્ય આવ્યું એટલે એ જ્ઞાતાદૃષ્ટા જ છે. જ્ઞાતાદ્દષ્ટામાં અનંતો પુરુષાર્થ છે. પ્રશ્ન ઃ આત્મા માત્ર જાણનાર છે આમાં કાંઈ કરવાનું જ નહિ? ઉત્તર ઃ અરે ભાઈ ! આ માં તો પાર વિનાનું કરવાનું છે. દેહ આદિ પરદ્રવ્યો તરફ જે લક્ષ જાય છે તે લક્ષને (પર્યાયને) જાણનાર એવા આત્માને જાણવામાં વાળવાની છે. આત્માને જાણવામાં તો અનંત પુરુષાર્થ આવે છે. પ્રશ્ન ઃ આત્માની દૃષ્ટિ કરવા ધારે ત્યારે થાય કે જ્યારે થવાની હોય ત્યારે થાય? ઉત્તર : જ્યારે આત્માની દૃષ્ટિ કરવા ધારે ત્યારે થાય પણ એ થવાની હોય ત્યારે જ થાય છે. જ્યારે કરવા ધારે ત્યારે થાય એટલે સ્વભાવ સન્મુખનો પુરુષાર્થ કરે ત્યારે કાળલબ્ધિ આદિ પાંચ સમવાય સાથે જ હોય, કાળલબ્ધિનો નિર્ણય કરનારો પુરુષાર્થ જાગે ત્યારે નિર્ણય થાય. સિદ્ધાંત તો એમ કહે છે કે દ્રવ્યની પર્યાયનો જન્મક્ષણ હોય છે. જે સમયે પર્યાય થવાનો કાળ છે તે જ સમયે પર્યાય થાય છે. એ પર્યાય પરદ્રવ્યથી ન થાય, નિમિત્તથી ન થાય, પોતાના દ્રવ્યથી પણ ન થાય. પણ પર્યાય જ યોગ્યતારૂપ જન્મક્ષણે સ્વકાળથી પર્યાય થાય છે, ત્યારે તેને અનુકૂળ નિમિત્ત હોય જ છે, પણ નિમિત્ત કાંઈ કરતું નથી એમ ભગવાનનો પોકાર છે અને અનંત દ્રવ્યોનો આવો જ સ્વભાવ છે. (૨૨) એક એમ કહે છે ક્રમબદ્ધ પર્યાય હોય તો નિયત થઈ જાય છે. બીજો કહે છે કે ક્રમબદ્ધમાં અમારે રાગ આવવાનો હતો તે આવ્યો. તે બંને ભૂલ્યા છે. મિથ્યાદષ્ટિ છે. મિથ્યાત્ત્વને ઉલ્ટું પુષ્ટ કરીને નિગોદનો માર્ગ બંને એ લીધો છે. જેને ક્રમબદ્ધ યથાર્થ બેઠું છે તેની દૃષ્ટિ પર્યાય ઉપરથી ખસીને આનંદમય આત્મા ઉપર છે, તેને ક્રમબદ્ધમાં જે રાગ આવે છે તેનો જાણનાર રહે છે. જ્ઞાનાનંદ સ્વભાવની દૃષ્ટિપૂર્વક જે રાગ આવે છે તે રાગ દુઃખરૂપ લાગે છે, તેણે ક્રમબદ્ધને યથાર્થ માન્યું છે. આનંદની સાથે દુઃખને મેળવે છે, મીંઢવે છે કે અરે ! આ રાગ દુઃખરૂપ છે. એમ ક્રમબદ્ધ માનનારો આનંદની દૃષ્ટિપૂર્વક રાગને દુઃખરૂપ જાણે છે, તેને રાગની મીઠાશ ઊડી ગઈ છે. Jain Education International ૬૩ For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005528
Book TitleJain Sanatan Vitrag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages202
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy