________________
જૈન સનાતન વીતરાગ દર્શન
: 'a=0 દષ્ટિના નિશાળ શિર
(વીતરાગતાની પ્રેરણાદાયક) સર્વ જીવો સાધર્મી છે, કોઈ વિરોધી નથી, સર્વ જીવો પૂર્ણાનંદને પ્રાપ્ત થાવ! કોઈ જીવો અપૂર્ણ ન રહો, કોઈ જીવો અલ્પજ્ઞ ન રહો, કોઈ જીવો વિરોધી ન રહો, કોઈ જીવો વિપરીત દૃષ્ટિવંત ન રહો. બધા જીવો સત્યના માર્ગે આવી જાવ! ને સુખી થાવ. કોઈ જીવમાં વિષમતા ન રહો. બધા જીવો પૂર્ણાનંદરૂપ પ્રભુ થઈ જાવ ! આ છે વીતરાગી ભાવના.
અહો! બધા જીવો વીતરાગમૂર્તિ છે. જેવા છો તેવા થાવ. બીજાને મારવા એ તો કયાંય રહી ગયું, બીજાનો તિરસ્કાર કરવો એ પણ કયાંય રહી ગયું, પણ બધા જીવો સુખી થાવ; અમારી નિંદા કરીને પણ સુખી થાવ, અમે જેવા છીએ તેવા જાણીને પણ સુખી થાવ, ગમે તેમ પણ સુખી થાવ! પ્રભુનો પ્રેમ તો લાવ ભાઈ! તારે પ્રભુ થવું છે ને ! અરે પ્રભુ! તું સ્વભાવે પરમેશ્વર છો. તારી વિરુદ્ધની વાતો કરતા શરમ આવે છે! અનાદાર નથી આવતો. ક્યાં તારી શુદ્ધતા અને કયાં આ વિકારી ભાવ ! મિથ્યાત્વ-સંસાર ! અરે ! ક્યાં લીંબડાનાં અવતાર ! નિગોદમાં અવતાર ! અરે ! તું ભગવાન સ્વરૂપ! ભગવાન તું ક્યાં ગયો? ક્યાં ગયો? તારો વિરોધ નથી પ્રભુ! તારાથી વિરુદ્ધભાવોનો વિરોધ છે. જેની મા ખાનદાનની દીકરી, જેની આંખ ઊંચી ન થાય એનો દીકરો, વેશ્યામાં જાય – એમ આ પરિણતિ પ્રભુની જે પોતાના
સ્વરૂપને છોડી વિકારમાં જાય પ્રભુ! શરમ આવે છે. (૩) આહાહા! આખી દુનિયા ભૂલાઈ જાય એવું તારું પરમાત્મા તત્ત્વ છે. અરેરે! ત્રણ
લોકનો નાથ થઈને રાગમાં રોળાઈ ગયો! રાગમાં તો દુઃખની જ્વાળા સળગે છે. ત્યાંથી દૃષ્ટિને છોડી દે! અને જ્યાં સુખનો સાગર ભર્યો છે ત્યા તારી દૃષ્ટિને જોડી દે! રાગને તું ભૂલી જા! તારા પરમાત્મા તત્ત્વને પર્યાય સ્વીકારે છે પણ એ પર્યાયરૂપ હું છું એ પણ ભૂલી જા ! અવિનાશી ભગવાન પાસે ક્ષણિક પર્યાયના મૂલ્ય શા? પર્યાયને ભૂલવાની વાત છે ત્યાં રાગને દેહની વાત ક્યાં રહી? આહાહા! એકવાર તો મડદા ઉભા થઈ જાય એવી વાત છે એટલે કે સાંભળતાં જ ઉછળીને અંતરમાં જાય એવી વાત છે.
(૨)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org