________________
288 8 8 જેને સનાતન વીતરાગ દર્શન -- -
આ પુસ્તકનું પાનું આમ હતું ને પછી ફરયું, ત્યાં હાથ અડ્યો માટે તે ફરયું એમ નથી; પણ તેના પોતાના રજકણોમાં જ એવો સ્વભાવ છે કે સદા એકરૂપે તેવી સ્થિતિ ન રહે, તેની હાલત બદલ્યા જ કરે. તેથી તે સ્વયં પહેલી અવસ્થા છોડીને બીજી અવસ્થારૂપ થયા છે બીજા કોઈને લીધે નહિ. વસ્તુમાં ભિન્નભિન્ન અવસ્થા થયા જ કરે છે; ત્યાં સંયોગને કારણે તે ભિન્ન અવસ્થા થઈ એવો અજ્ઞાનીનો ભ્રમ છે. વસ્તુ પોતે પરિણમન સ્વભાવવાળી છે, આવા સ્વભાવને જાણે તો, કોઈ સંયોગથી પોતામાં કે પોતાથી પરમાં ફેરફાર કરવાની બુદ્ધિ છૂટી જાય, ને સ્વદ્રવ્ય સામે જોવાનું રહે, એટલે મોક્ષમાર્ગ પ્રગટે.
બરફના સંયોગથી પાણી ઠંડું થયું ને અગ્નિના સંયોગથી પાણી ઊનું થયું - એમ અજ્ઞાની દેખે છે, પણ પાણીના રજકણમાં જ ઠંડી-ઊની અવસ્થારૂપે પરિણમવાનો સ્વભાવ છે તેને અજ્ઞાની દેખતો નથી. ભાઈ ! અવસ્થાની એકરૂપે સ્થિતિ ન રહે એવું જ વસ્તુનું સ્વરૂપ છે. વસ્તુ ફૂટસ્થ નથી પણ વહેતા પાણીની માફક દ્રવ્ય છે - પર્યાયને પ્રવહે છે; તે પર્યાયનો પ્રવાહ વસ્તુમાંથી આવે છે, સંયોગમાંથી નથી આવતો. સંયોગ આવે તે પ્રમાણે અવસ્થા બદલાતી દેખાય છે? એ સાચું નથી; વસ્તુ સ્વભાવને જોતાં એમ દેખાતું નથી. અવસ્થા બદલવાનો સ્વભાવ વસ્તુનો પોતાનો છે એમ દેખાય છે. કર્મનો મંદ ઉદય માટે મંદ રાગ અને તીવ્ર ઉદય માટે તીવ્ર રાગ એમ નથી, અવસ્થા એકરૂપ ન રહે પણ મંદ-તીવ્ર પણે બદલાય એવો સ્વભાવ વસ્તુનો પોતાનો છે, તે કાંઈ પરને લીધે નથી.
સારભૂતઃ આ સિદ્ધાંતો પ્રમાણે વસ્તુ સ્વરૂપ સમજે તો મિથ્યાત્વના મૂળિયા ઊખડી જાય ને પરાશ્રિતબુદ્ધિ છૂટી જાય. આવા સ્વભાવનું ભાન થતાં વસ્તુ ઉપર લક્ષ જાય છે ને સમ્યજ્ઞાન થાય છે. તે સમ્યજ્ઞાનના પરિણામનો કર્તા આત્મા પોતે છે.
મારી પર્યાયનો કર્તા બીજો નહિ, મારું દ્રવ્ય જ પરિણમીને મારી પર્યાયનું કર્તા છે – એવો નિશ્ચય કરતાં સ્વદ્રવ્ય પર લક્ષ જાય ને ભેદજ્ઞાન તથા સમ્યક્ત થાય. - હવે તે કાળે કાંઈક રાગાદિ પરિણામ રહ્યા તે પણ આત્માનું પરિણમન હોવાથી આત્માનું કાર્ય છે – એમ ધર્મી જાણે છે, તે અપેક્ષાએ વ્યવહારનયે તે કાળે જાણેલો પ્રયોજનવાન કહ્યો છે. - ધર્મીને દ્રવ્યનો શુદ્ધ સ્વભાવ લક્ષમાં આવી ગયો છે એટલે સમ્યકજ્વાદિ નિર્મળ-કાર્ય થાય છે, ને જે રાગ બાકી રહ્યો તેને પણ તે પોતાનું પરિણમન જાણે છે. પણ હવે તેની મુખ્યતા નથી, મુખ્યતા તો સ્વભાવની થઈ ગઈ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org