________________
88888 જેન સનાતન વીતરાગ દર્શન -- -
સંયોગ વગર અવસ્થા ન થાય એમ નહિ, પરંતુ વસ્તુ પરિણમ્યા વગર અવસ્થા ન થાય એ સિદ્ધાંત છે. પોતાની પર્યાયના કર્તૃત્ત્વનો અધિકાર વસ્તુનો પોતાનો છે, પરનો તેમાં અધિકાર નથી.
ઈચ્છારૂપી કાર્ય થયું તો તેનો કર્તા આત્મદ્રવ્ય છે. તે વખતે તેનું જ્ઞાન થયું, તે જ્ઞાનનો કર્તા આત્મદ્રવ્ય છે. ઈચ્છાનું જ્ઞાન થયું, ત્યાં તે જ્ઞાન કાંઈ ઈચ્છાનું કાર્ય નથી, ને ઈચ્છા તે જ્ઞાનનું કાર્ય નથી. બંને પરિણામ એક જ વસ્તુના હોવા છતાં તેમને કર્તા-કર્મપણું નથી. કર્તા તો પરિણામી વસ્તુ છે.
શરીરમાં રોગાદિ જે કાર્ય થાય તેના કર્તા તે પુદ્ગલો છે, આત્મા નહિ; ને શરીરની હાલતનું જે જ્ઞાન થયું તેનો કર્તા આત્મા છે. આત્મા કર્તા થઈને જ્ઞાન પરિણામને કરે છે પણ શરીરની અવસ્થાને તે કરતો નથી.
જગતમાં ચેતન કે જડ અનંત પદાર્થો અનંતપણે કાયમ ટકીને પોતપોતાના વર્તમાન કાર્યને કરે છે.
દરેક આત્મામાં અનંતગુણો; જ્ઞાનમાં કેવળજ્ઞાન પર્યાયરૂપ કાર્ય થયું, આનંદમાં પૂર્ણ આનંદ પ્રગટ્યો, તેનો કર્તા આત્મા પોતે છે. મનુષ્ય દેહ કે મજબૂત સંહનનના કારણે તે કાર્ય થયું એમ નથી. જ્ઞાન અને આનંદના પરિણામ એકબીજાના આશ્રયે પણ નથી. દરેક પરિણામનું કર્તા તેનો દ્રવ્ય છે.
(૪) વસ્તુની સદા એકરૂપે સ્થિતિ રહેતી નથી તે દરેક વસ્તુ દ્રવ્ય-ગુણ-પર્યાયાત્મક છે. સર્વજ્ઞદેવે જોયલ વસ્તુનું સ્વરૂપ એવું છે કે તે કાયમ ટકીને ક્ષણે-ક્ષણે નવી અવસ્થારૂપે પરિણમ્યા કરે. અવસ્થા બદલ્યા વગર એમને એમ ફૂટસ્થ જ રહે - એવું વસ્તુનું સ્વરૂપ નથી. વસ્તુ દ્રવ્ય-પર્યાયસ્વરૂપ છે, એટલે એમાં સર્વથા એકલું નિત્યપણું નથી. પર્યાયથી પલટવાપણું પણ છે. વસ્તુ પોતે જ પોતાની પર્યાયરૂપે પલટે છે, કોઈ બીજો તેને પલટાવે એમ નથી. નવી નવી પર્યાયરૂપ થવું તે વસ્તુનો પોતાનો સ્વભાવ છે. તો બીજો તેને શું કરે? આ સંયોગોને કારણે આ પર્યાય થઈ – એમ સંયોગોને લીધે જે પર્યાય માને છે તેને વસ્તુના પરિણમન સ્વભાવને જાણ્યો નથી. ભાઈ, તું સંયોગથી ન જો, વસ્તુના સ્વભાવને જો. વસ્તુનો સ્વભાવ જ એવો છે કે તે કાયમ એકરૂપે ન રહે. દ્રવ્યપણે એકરૂપ રહે છે પણ પર્યાયપણે એકરૂપ ન રહે, પલટાયા જ કરે - એવું વસ્તુસ્વરૂપ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org