________________
જૈન સનાતન વીતરાગ દર્શન
નથી કેમ કે પરિણામ પરિણામીના જ આશ્રયે હોય છે. આત્મસ્વરૂપમાં સ્થિરતા તે ચારિત્રનું કાર્ય છે તે કાર્ય શ્રદ્ધા પરિણામના આશ્રયે નથી, પણ ચારિત્રગુણધારી આત્માના આશ્રયે જ છે. દેહ વગરેના આશ્રયે ચારિત્ર નથી.
શ્રદ્ધાના પરિણામ, જ્ઞાનના પરિણામ, સ્થિરતાના પરિણામ, આનંદના પરિણામ આત્મદ્રવ્યના આશ્રયે છે, અન્યના આશ્રયે નહિ.
મોક્ષમાર્ગના બધા પરિણામ સ્વદ્રવ્યના આશ્રયે છે, બીજાના આશ્રયે નથી; એક સમયમાં શ્રદ્ધા-જ્ઞાન-ચારિત્ર વગેરે અનંતગુણના પરિણામ તે ધર્મ તેનો આધાર ધર્મી એટલે કે પરિણમનારી વસ્તુ છે; તે વખતે બીજા જે અનેક પરિણામ વર્તે છે તેના આધારે શ્રદ્ધા વગેરેના પરિણામ નથી. નિમિત્ત વગેરેના આધારે તો નથી પણ પોતાના બીજા પરિણામના આધારે પણ કોઈ પરિણામ નથી. એક દ્રવ્યમાં એક સાથે વર્તતા પરિણામમાં પણ એક પરિણામ બીજા પરિણામના આશ્રયે નથી; દ્રવ્યના જ આશ્રયે બધા પરિણામ છે, બધા પરિણામરૂપે પરિણમાનારું દ્રવ્ય જ છે - એટલે દ્રવ્ય સામે જ લક્ષ જતાં સમ્યક્ પર્યાયો ખીલવા માંડે છે.
કોઈ કહે - અરે દિવ્ય ધ્વનિ પણ પરમાણુના આશ્રયે? હા ભાઈ ! દિવ્ય ધ્વનિ એ પુદ્ગલ પરિણામ છે. પુદ્ગલ પરિણામનો આધાર પુદ્ગલ દ્રવ્ય જ હોય, જીવ તેનો આધાર ન હોય. ભગવાનનો આત્મા તો પોતાના કેવળજ્ઞાનાદિનો આધાર છે. ભગવાનનો આત્મા નિજ પરિણામરૂપે પરિણમે છે, પણ કાંઈ દેહ કે વાણીની અવસ્થારૂપે ભગવાનનો આત્મા પરિણમતો નથી.
જુઓ, આ ભગવાન આત્માની પોતાની વાત છે. નહિ સમજાય એમ ન માની લેવું અંદર લક્ષ કરે તો સમજાય તેવું સહેલું છે. વસ્તુ સ્વભાવને સમજે તો કલ્યાણ થાય. તે વસ્તુ સ્વરૂપને તું સમજ.
(૩) કર્તા વગર કર્મ હોતું નથી.
કર્તા એટલે પરિણમનારી વસ્તુ, ને કર્મ એટલે તેની અવસ્થારૂપ કાર્ય, કર્તા વગર કર્મ હોતું નથી એટલે વસ્તુ વગરની પર્યાય હોતી નથી; સર્વથા શૂન્યમાંથી કોઈ કાર્ય ઉત્પન્ન થઈ જાય એમ બનતું નથી પરિણામી વગર પરિણામ હોય નહિ. પરિણામી વસ્તુમાં જ તેના પરિણામ થાય છે એટલે પરિણામી વસ્તુ તે કર્તા છે, તેના વગર કાર્ય હોતું નથી. આમાં નિમિત્ત વગર કાર્ય ન હોય - એમ ન કહ્યું. નિમિત્ત નિમિત્તમાં રહ્યું, તે કાંઈ આ કાર્યમાં આવી જતું નથી. નિમિત્ત ભલે હોય, પણ તેનું અસ્તિત્ત્વ તે નિમિત્તમાં છે.
-
૫૩
For Personal & Private Use Only
Jain Education International.
www.jainelibrary.org