________________
88818 18 જૈન સનાતન વીતરાગ દર્શન શ
- વતંત્રતાની ઘોષણા
(વીતરાગ દર્શનનો મુખ્ય સિદ્ધાંત)
વસ્તુ પોતે જ પોતાના પરિણામની કર્તા છે, ને બીજા સાથે તેને કર્તા-કર્મપણું નથી-એ સિદ્ધાંત ચાર બોલથી સમજાવવામાં આવે છે.
(૧) પરિણામ એટલે કે પર્યાય તે જ કર્મ છે - કાર્ય છે.
(૨) તે પરિણામ પોતાના આશ્રયભૂત પરિણામી (દ્રવ્ય)ના હોય છે, અન્યના નહિ; કેમ કે પરિણામ પોતપોતાના આશ્રયભૂત પરિણામી (દ્રવ્ય)ના આશ્રયે હોય છે, અન્યના પરિણામ અન્યના આશ્રયે હોતા નથી.
(૩) કર્મ કર્તા વગર હોતું નથી, એટલે કે પરિણામ વસ્તુ વગર હોતા નથી. (૪) વસ્તુની સદા એકરૂપ સ્થિતિ (કૂટસ્થતા) હોતી નથી, કેમ કે વસ્તુ દ્રવ્ય-પર્યાય સ્વરૂપ છે.
'
આત્મા કે જડ બધીયે વસ્તુ સ્વયં પોતે જ પોતાના પરિણામરૂપ કર્મની કર્તા છે. એ વસ્તુસ્વરૂપનો મહાન સિદ્ધાંત છે. આ જગતમાં છ દ્રવ્યો છે. (૧) જીવ (૨) પુદ્ગલ (૩) ધર્માસ્તિકાય (૪) અધર્માસ્તિકાય (૫) આકાશ અને (૬) કાળ. આ છએ પ્રકારની જે વસ્તુ, તેના સ્વરૂપનો વાસ્તિક નિયમ શું છે? સિદ્ધાંત શું છે? તે અહીં ચાર બોલથી સમજાવે છે.
(૧) પરિણામ તે જ કર્મ
એટલે કે પરિણામી વસ્તુના જે પરિણામ છે તે જ નિશ્ચયથી (ચોકકસ પણે) તેનું કર્મ છે. કર્મ એટલે કાર્ય પરિણામ એટલે અવસ્થા; પદાર્થની અવસ્થા તે જ ખરેખર તેનું કર્મ-કાર્ય છે. પરિણામી એટલે આખી ચીજ, તે જે ભાવરૂપે પરિણમે છે તેને પરિણામ કહેવાય છે. પરિણામ કહો, કર્તવ્ય કહો, કાર્ય કહો,પર્યાય કહો કે કર્મ કહો - તે વસ્તુના પરિણામ જ છે.
જેમ કે - આત્મા જ્ઞાનગુણસ્વરૂપ છે, તેનું પરિણમન થતાં જ્ઞાનની જાણવાની પર્યાય થઈ તે તેનું કર્મ છે, તે તેનું વર્તમાન કાર્ય છે. રાગ કે દેહ તે કાંઈ જ્ઞાનનું કાર્ય નથી; પણ ‘આ રાગ છે, આ દેહ છે’ એમ તેને જાણનારું જે જ્ઞાન છે તે આત્માનું કાર્ય છે. આત્માના પરિણામ તે આત્માનું કાર્ય છે અને જડના પરિણામ એટલે જડની અવસ્થા તે જડનું કાર્ય છે.
૪૮
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org