________________
18
જેને સનાતન વીતરાગ દર્શન ------
(૨) પરિણામ વસ્તુનું જ હોય છે, બીજાનું નહિ પરિણામ તે પરિણામી પદાર્થનું જ થાય છે, તે કોઈ બીજાના આશ્રયે થતું નથી. જેમ કે શ્રવણ વખતે જે જ્ઞાન થાય છે તે જ્ઞાન કાર્ય છે-કર્મ છે. તે કોનું કાર્ય છે? તે કાંઈ શબ્દોનું કાર્ય નથી પણ પરિણામી વસ્તુ-જે આત્મા તેનું જ તે કાર્ય છે. પરિણામી વગર પરિણામ હોય નહિ. આત્મા પરિણામી છે – તેના વગર જ્ઞાન પરિણામ ન હોય-એ સિદ્ધાંત છે પણ વાણી વગર જ્ઞાન ન થાય'-એ વાત સાચી નથી. શબ્દ વગર જ્ઞાન ન હોય-એમ નહિ, પણ આત્મા વગર જ્ઞાન ન હોય. આ રીતે પરિણામીના આશ્રયે જ જ્ઞાનાદિ પરિણામ છે.
પરિણામીના આશ્રયે જ તેના પરિણામ થાય છે. જાણનાર આત્મા તે પરિણામી, તેના આશ્રયે જ જ્ઞાન થાય છે. આત્મ વસ્તુ ત્રિકાળ ટકનાર પરિણામી છે, તે પોતે રૂપાંતર થઈને નવી નવી અવસ્થાપણે પલટે છે, તેના જ્ઞાન-આનંદ વગેરે જે વર્તમાન પર્યાય (ભાવો) છે તે તેના પરિણામ છે.
‘પરિણામ પરિણામીના જ હોય છે ને બીજાના નથી. એમાં જગતના બધા પદાર્થોનો નિયમ આવી જાય છે. એટલે આમાં પર સામે જોવાનું ન રહ્યું પણ પોતાની વસ્તુ સામે જોઈને સ્વસમ્મુખ પરિણમવાનું રહ્યું. તેમાં મોક્ષમાર્ગ આવી જાય છે.
પરિણામ પોતાના આશ્રયભૂત પરિણામીના જ થાય છે, બીજાના આશ્રયે થતા નથી-આમ અસ્તિ-નાસ્તિથી અનેકાંત કરીને વસ્તુસ્વરૂપ સમજાવ્યું છે. વસ્તુના સ્વરૂપની આ વાત છે, તેને ઓળખ્યા વગર મૂઢમણે અજ્ઞાનમાં જીવન ગાળી નાખે છે. પણ ભાઈ ! આત્મા શું? જડ શું? તેની ભિન્નતા સમજીને વસ્તુસ્વરૂપના વાસ્તવિક સને જાણ્યા વગર જ્ઞાનમાં સત્પણું થાય નહિ, એટલે સમ્યજ્ઞાન થાય નહિ; વસ્તુસ્વરૂપના સત્યજ્ઞાન વગર રુચિ ને શ્રદ્ધા પણ સાચી થાય નહિ, સાચી શ્રદ્ધા વગર વસ્તુમાં સ્થિરતારૂપ ચારિત્ર પ્રગટે નહિ, શાંતિ થાય નહિ. સમાધાન કે સુખ થાય નહિ. માટે વસ્તુ સ્વરૂપ શું છે તે પહેલાં સમજ. વસ્તુ સ્વરૂપ સમજતાં, મારા પરિણામ પરથી ને પરના પરિણામ મારાથી-એવી પરાશ્રિતબુદ્ધિ રહે નહિ એટલે સ્વાશ્રિત સ્વસમ્મુખ પરિણમન પ્રગટે, તે ધર્મ છે. આ વસ્તુસ્વરૂપ વારંવાર લક્ષમાં લઈને પરિણામમાં ભેદજ્ઞાન કરવા માટેની આ વાત છે.
બોલવાની ઈચ્છા થાય, હોઠ ચાલે, ભાષા નીકળે ને તે વખતે તે પ્રકારનું જ્ઞાન થાય – આ ચાર પ્રકાર એક સાથે છે છતાં કોઈ કોઈના આશ્રયે નથી, સૌ પોતપોતાના પરિણામીના જ આશ્રયે છે. તે કઈ રીતે છે તે સમજાવે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org