________________
8 8 8 8 જેને સનાતન વીતરાગ દર્શન ----- (૫) પુણ્ય બંધન છે માટે મોક્ષમાર્ગમાં તેનો નિષેધ છે – એ ખરું, પણ વ્યવહાર
પણ તેનો નિષેધ કરી પાપમાર્ગમાં પ્રવૃતિ કરવી એ યોગ્ય નથી. શ્રદ્ધામાં તો પુણ્ય અને પાપ બંને હેય છે, પણ વર્તમાનમાં શુદ્ધભાવમાં ન રહી શકે તો શુભમાં જોડાય પણ અશુભમાં તો ન જ જાય. પુષ્યભાવ છોડી પાપભાવ
કરવો તો કોઈ રીતે ઠીક નથી. (૬) હવે પુણ્ય ભાવને જ ધર્મ માની ત્યે તો તે મિથ્યાત્વ છે, તેને પણ ધર્મ
ન થાય. (૭) પુય-પાપ રહિત આત્માના ભાન સહિત વર્તમાન યોગ્યતા પ્રમાણેનો બધો
વિવેક પ્રથમ સમજવો જોઈએ. (૮) કોઈ શુભભાવમાં જ સંતોષ માનીને રોકાઈ જાય, અથવા તેનાથી ધીમે ધીમે - ધર્મ થશે, એમ પુણ્યને ધર્મનું સાધન માને તો તેના પણ ભવ-ફેરા
ટળશે નહિ. - (૯) ધર્મની શરૂઆત કરવાની ઈચ્છાવાળાએ તીવ્ર આસકિત તો ઘટાડવી જ
જોઈએ, પણ તેટલાથી જ તરી જવાશે-એમ માને તે ખોટું છે. મિથ્થામાન્યતા છે. તૃષ્ણા ઘટાડવી એ તો તારા પરિણામને આધીન છે. પાત્રતા-યોગ્યતા
પ્રથમ પગથિયું છે. (૧૦) જીવને પાપથી છોડાવીને માત્ર પુણ્યમાં અટકાવી દેવો નથી પણ પાપ તેમજ
પુણ્ય બંનેથી રહિત જ્ઞાયકસ્વભાવ બતાવવો છે. માટે પુણ્ય-પાપ અને એ બંનેથી રહિત ધર્મ, તે દરેકનું સ્વરૂપ જાણવું જોઈએ.
“જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત,
સમજાવ્યું તે પદ નમું, શ્રી સદ્દગુરુ ભગવંત.” (૧૧) “જ્યાં જ્યાં જે જે યોગ્ય છે, તો સમજવું તે;
ત્યાં ત્યાં તે તે આચરે, આત્માર્થી જન એહ.” (૧૨) પ્રથમ માન્યતાની ભૂલ સુધારવી છે અને પછી રાગ-દ્વેષ ટળે. આ બે
વિપરીતતા શ્રદ્ધાની અને ચારિત્રની ટાળવાની છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org