________________
9%8% જેને સનાતન વીતરાગ દર્શન (૫) ધર્મથી આત્માની કેવળજ્ઞાનરૂપી લક્ષ્મી મળે છે. અમર્યાદીત સમય માટે
આત્મામાં શાંતિ અને સુખનો અનુભવ થાય છે. (૬) પુણ્યથી કર્મબંધ થાય છે અને કર્મબંધન ઘોર સંસાર પરિભ્રમણનું કારણ છે
માટે મોક્ષમાર્ગમાં પાપની જેમ પુણ્યનો પણ સંપૂર્ણ નિષેધ છે. (૬) ધર્મથી સંવર અને કર્મથી નિર્જરા થાય છે અને તે પરંપરા મોક્ષનું કારણ છે
માટે તે આદરવા લાયક છે. (૭) પુણ્ય આત્માનો અશુદ્ધભાવ છે. પુણ્ય શુભભાવ છે, પાપ.અશુભભાવ છે. (૭) ધર્મ આત્માનો શુદ્ધભાવ છે. શુભ-અશુભથી ભિન્ન ભાવ છે. (૮) પુણ્ય રાગ ભાવ છે, પાપ દ્વેષ ભાવ છે. બંને આત્માના સ્વભાવ નથી. (૮) ધર્મ વીતરાગભાવ છે. જેવો આત્માનો વીતરાગસ્વભાવ છે તેવો પર્યાયમાં
પ્રગટ થાય છે. ધર્મ પર્યાયમાં થાય છે. જેવો શુદ્ધ સ્વભાવ છે તે પર્યાયમાં પ્રગટ થાય છે. પુણ્ય-દોષ સહિત-આત્માની વિકારી પર્યાય છે. કષાય છે. કષાયની
મંદતાથી શુભ પરિણામ થાય તે પુણ્ય છે. (૯) ધર્મ આત્માનો નિર્દોષ-નિર્વિકાર પર્યાય છે. અકષાયી સ્વભાવના આશ્રયે
જે પર્યાય પ્રગટ થાય છે તે ધર્મ છે. (૧૦) પુણ્ય પરપદાર્થના લક્ષે થાય છે અને તેનું ફળ દુઃખની અનુભૂતિ છે. (૧૧) ધર્મ ત્રિકાળી શુદ્ધાત્માના લક્ષે થાય છે અને તેનું ફળ સ્વાનુભૂતિ
આત્માનુભૂતિ-સુખની અનુભૂતિ છે. (૧૧) પુણ્ય તે આત્માની શાંતિ-સુખનો ઉપાય નથી, તે આત્માનો વિભાવ
ભાવરૂપ - દુઃખરૂપ પરિણામ છે. (૧૧) ધર્મ તે આત્માની સુખ-શાંતિનો ઉપાય છે. ધર્મ આત્માનો સહજ સ્વભાવરૂપ
પરિણમન છે. (૧૨) પુણ્ય તે સંસારનો માર્ગ છે – મોક્ષમાર્ગ નથી. પુણ્ય અનેક પ્રકારથી થાય
છે. દયા-દાન-વ્રત-તપ-ભક્તિ બધાથી પુણ્ય બંધાય છે. તે ધર્મ નથી. (૧૨) સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની એકતાને મોક્ષમાર્ગ કહે છે. ત્રણ-કાળ
ત્રણ-લોકમાં મોક્ષ માર્ગ એક જ છે, તે જ ધર્મ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org