________________
જૈન સનાતન વીતરાગ દર્શન ! ! ! ! ૧૯
આશ્રય કરવાનો છે. ધારાવાહી અભિપ્રાય જો બે ઘડી ચાલુ રહે તો નિર્વિકલ્પ દશા-સ્વાનુભૂતિની દશા પ્રગટ થાય છે. આ સરળ-સુલભ અને સહજ છે. પ્રયોગાત્મક છે.
282838 2828
(૧૬) આ પ્રયોજનભૂત કાર્ય થતું હોય ત્યારે પર્યાયમાં ‘શુભભાવ’ અને બહારમાં તે સંબંધી ઘણી બધી ક્રિયાઓ વ્યવહારમાં જોવામાં આવે પણ દષ્ટિના વિષયમાં તેમનો નિષેધ કરવામાં આવ્યો છે.
(૧૭) પ્રથમ ભૂમિકામાં નિમિત્ત તરીકે સાચા વીતરાગી દેવ-ગુરુ-શાસ્ત્ર જ હોય છે તેમનું યથાર્થ સ્વરૂપ જાણી તેમની શ્રદ્ધા કરવા જેવી છે.
(૧૮) ‘તત્ત્વાર્થ શ્રદ્ધાનમ્ સમ્યગ્દર્શનમ્’ તત્ત્વોનું યથાર્થ સ્વરૂપ સમજી તેનું શ્રદ્ધાન કરવું. સ્વપરનો ભેદજ્ઞાન કરી સ્વનો યથાર્થ નિર્ણય કરવો. (૧૯) ‘સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર'ની એકતારૂપ મોક્ષમાર્ગ જ સાચો માર્ગ છે. (૨૦) મોક્ષરૂપી પ્રયોજનની સિદ્ધિ થાય ત્યારે પાંચ સમવાય સાથે જ હોય છે. (૧) સ્વભાવ (૨) નિયતિ (૩) કાળ (૪) નિમિત્ત અને (૫) પુરુષાર્થ. મોક્ષમાર્ગમાં સમ્યક્ત્પુરુષાર્થની જ મુખ્યતા છે.
(૯) અંતરનું સુખ અંતરની સ્થિતિમાં છે.
(૧) હે જીવ ! તું ભ્રમા મા, તને હિત કહું છું. (૨) અંતરમાં સુખ છે, બહાર શોધવાથી મળશે નહીં. (૩) આ મારું છે એવા ભાવની વ્યાખ્યા પ્રાયે ન કર ! (૪) આ તેનું છે એમ માની ન બેસ.
ન
(૫) આ માટે આમ કરવું છે, એ ભવિષ્ય નિર્ણય ન કરી રાખ... (૬) આ માટે આમ ન થયું હોત તો સુખ થાત એમ સ્મરણ ન કર ! (૭) આટલું આ પ્રમાણે હોય તો સારું એમ આગ્રહ ન કરી રાખ. (૮) આણે મારા પ્રતિ અનુચિત્ત કર્યું એવું સંભારતાં ન શીખ... (૯) આણે મારા પ્રતિ ઉચિત્ત કર્યું એવું સ્મરણ ન રાખ... (૧૦) આ મને અશુભ નિમિત્ત છે એવો વિકલ્પ ન કર. (૧૧) આ મને શુભ નિમિત્ત છે એવી દૃઢતા માની ન બેસ. (૧૨) આ ન હોત તો હું બંધાત નહીં. એમ અથળ વ્યાખ્યા નહીં કરીશ.
૪૨
For Personal & Private Use Only
Jain Education International
www.jainelibrary.org