________________
છે કે આ જૈન સનાતન વીતરાગ દર્શન : - (૬) પર સ્ત્રી સંગ : ગૃહસ્થ અવસ્થામાં - એક પત્નીવ્રતની મર્યાદા તોડીને
પર સ્ત્રીના સંગની ઈચ્છા કરવી તે, દેહાદિ પરવસ્તુમાં
આત્મબુદ્ધિ રાખવી એ ભાવ પર સ્ત્રી સંગ છે. (૭) ચોરી : રજા વગર બીજાની માલિકીના પદાર્થોનું ગ્રહણ એ
ચોરી છે. અનુરાગપૂર્વક પરપદાર્થોનું ગ્રહણ કરવાની અભિલાષા
એ ભાવ ચોરી છે. (૧૨) સર્વ ધર્મનો સાર આ પ્રમાણે છે :
નીચેના વિષયોનું વીતરાગ વિન વીતરાગી પ્રભુએ જે પ્રમાણે બતાવ્યું છે એ સમજી, એનું શ્રદ્ધાન કરી ઉપયોગની સ્વમાં એકાગ્રતા કરવાની છે. (૧) વસ્તુ વ્યવસ્થા (૨) વિશ્વ વ્યવસ્થા (૩) સર્વજ્ઞતા અને સર્વજ્ઞ સ્વભાવ
દ્રવ્યની સ્વતંત્રતા (૫) ક્રમબદ્ધ પર્યાય (૬) ઉપાદાન-નિમિત્તની સ્વતંત્રતા (૭) નિશ્ચય અને વ્યવહાર (૮) કર્મનો સિદ્ધાંત (૯) નિશ્ચય મોક્ષમાર્ગ (નિશ્ચય સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની એકતારૂપ મોક્ષમાર્ગ) (૧૦) પાંચ સમવાય
ધર્મ એ પરિભાષા નથી, પ્રયોગ છે. તેથી આત્માર્થીએ ધર્મ જીવનમાં ઉતારવો જોઈએ. સંપૂર્ણ જીવન ધર્મમય (આત્મમય) બનવું જોઈએ. આરાધનાનો ક્રમ આ પ્રમાણે પ્રયોગમાં મૂકી શકાય. (૧) વર્તમાન પરિણમનમાં ભૂલ – ભૂલ ટાળવાનો ઉપાય - દુઃખનું નિવારણ. (૨) પાત્રતા (૩) સાધનામાં પ્રત્યક્ષ સપુરુષના યોગનું મહત્ત્વ (૪) નિયમિત સત્સંગ અને સ્વાધ્યાય
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org