________________
8 8 8 89 % જેન સનાતન વીતરાગ દર્શન ----
સ્થિરતા થતાં પૂર્ણ કેવળજ્ઞાન પ્રગટે છે, પૂર્ણ સુખની પ્રાપ્તિ થાય છે – આ
એક જ મોક્ષમાર્ગ છે. (૮) મોક્ષનો ઉપાયઃ સ્વાનુભૂતિની વિધિ
સંપૂર્ણ વિધિ પાંચ પદમાં સમજાવવામાં આવી છે. (૧) પાત્રતા (૨) અભ્યાસ (સત્સંગ અને સ્વાધ્યાય) (૩) યથાર્થ નિર્ણય (હું જ્ઞાન આનંદ સ્વરૂપ ભગવાન આત્મા છું) (૪) ભેદજ્ઞાન (હું સર્વથા સર્વથી ભિન્ન છું.)
(૫) સ્વાનુભૂતિ (વર્તમાન જ્ઞાનની શુદ્ધ પર્યાયમાં શુદ્ધ આત્મા જણાય છે.) (૯) સમ્યગ્દર્શન પ્રગટ કરવાની સૂક્ષ્મવિધિઃ (સારભૂત)
(૧) દરેક સમયે કર્મનો ઉદય છે. (૨) દરેક સમયે કોઈપણ પરિસ્થિતિનું નિર્માણ થાય છે. (૩) ત્યાં દષ્ટિ જતાં પર્યાયમાં શુભાશુભ ભાવ થાય છે. (૪) ત્યાં જોડાવવાને બદલે – ભેદજ્ઞાન દ્વારા એ બધાનું લક્ષ હટાવી તારા ચૈતન્ય
સ્વભાવને સ્મરણમાં લાવ ભેદજ્ઞાન- અને યથાર્થ નિર્ણય, પ્રતિક્રમણ અને
સામાયિક (૫) પ્રત્યેક સમયે, પ્રત્યેક પર્યાયે આજ ભેદજ્ઞાન અને યથાર્થ નિર્ણય લાવી
અભિપ્રાયની ભૂલ સુધારી લે. (૬) હવે જો સતત મહાવરાથી આ ભેદજ્ઞાનની ધારા જો બે ઘડી ચાલુ રહે તો એ
વર્તમાનજ્ઞાનની પર્યાય શુદ્ધ થતાં એ શુદ્ધ પર્યાયમાં-શુદ્ધાત્મા જણાય છે.
આત્માનો અનુભવ આનંદના વેદનસહિત થાય જ. (૭) સુખી થવાનો આ જ એક ઉપાય છે. (૧૦) કેવળજ્ઞાન પ્રગટ કરવાની વિધિઃ હવે જ્યારે શુદ્ધોપયોગ વડે આત્મામાં એકાગ્રતાનો
પુરુષાર્થ કરવામાં આવે અને એ શુદ્ધોપયોગ જો આત્મામાં બે ઘડી સ્થિર થાય તો પૂર્ણ (કેવળ) જ્ઞાનની પ્રાપ્તિ થતાં – પૂર્ણ સુખની પ્રાપ્તિ થાય છે.
“કેવળ નિજ સ્વભાવનું અખંડ વર્તે જ્ઞાન; કહીએ કેવળજ્ઞાન તે – દેહ છતાં નિર્વાણ.”
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org