________________
એ
ક
જૈન સનાતન વીતરાગ દર્શન : --
-
-
-
અનુભવ-પ્રકાશ (માર્ષેિડ મિંતવળ) &
અજ્ઞાની જીવ વેષને નમે છે, ક્રિયાને નમે છે, બહિર્લક્ષી જ્ઞાનને નમે છે, તર્કને નમે છે, ભાષાને નમે છે, પણ અનુભૂતિને-અનુભવને નમતો નથી. તેનું બહુમાન કરતો
નથી, તેની મહિમા અધિકતા આવતી નથી. (૨) ત્રિકાળી ધ્રુવના અવલંબને જે નિર્મળ દશા પ્રગટ થાય તે ધર્મ છે. તે દશા પ્રગટ
થવામાં કોઈપણ પરપદાર્થની કે પરભાવની જરૂર નથી. પોતાનો સ્વભાવ જ એવો છે કે તેનો આશ્રય કરતાં – તેને જાણતાં – ધર્મ પ્રગટ થાય. સર્વ તત્ત્વજ્ઞાનનો શિર-મોર-મુગટમણિ જે શુદ્ધ દ્રવ્ય સામાન્ય અર્થાત્ પરમપરિણામિક ભાવ એટલે કે જ્ઞાયક સ્વભાવી શુદ્ધ આત્મદ્રવ્ય સામાન્ય જે સ્વાનુભૂતિનો આધાર છે, સમ્યગ્દર્શનનો આશ્રય છે, મોક્ષમાર્ગનું આલંબન છે, સર્વ શુદ્ધ ભાવોનો નાથ છે. - તેનો દિવ્ય મહિમા હૃદયમાં સર્વાધિકપણે અંકિત કરવા યોગ્ય છે. તે જ શુદ્ધાત્મદ્રવ્ય સામાન્યનો આશ્રય કરવાથી જ અતીન્દ્રિય આનંદમય સ્વાનુભૂતિ પ્રાપ્ત થાય છે. પોતાના ઉપયોગને ભેદજ્ઞાનની કળામાં જોડે તો, પ્રથમ આત્માની ઝાંખી થાય, પછી તે અનુમાન જ્ઞાનનો રસ પણ ઘટે અને અંતરસન્મુખ જ્ઞાનનો રસ વધે. તે અંતરસન્મુખ થયેલું જ્ઞાન આગળ વધીને અનુભવ કરે છે. અનુમાન જ્ઞાનમાં આત્મા આવે તો પણ, તે કાળે તે અનુમાન જ્ઞાનનો નિષેધ વર્તવો જોઈએ કે તેનાથી અનુભવ થતો નથી. અનુભવ માટે તો પ્રત્યક્ષ અતીન્દ્રિયજ્ઞાન જ
જોઈએ. () આત્મા જ્ઞાનોપયોગને આધારે છે તેમ પ્રથમ અનુમાન આવે. પછી આત્મા ઉપયોગને
આધારે આત્મા છે તેવો ભેદ પણ નાશ થઈ આત્મા, આત્માને જ આધારે છે તેવું
અભેદ પરિણમન થતાં અનુભવ થાય છે. (૭) અકર્તાપણું તે જૈનદર્શનની પરાકાષ્ઠા છે, જૈનદર્શનનો સર્વોત્કૃષ્ટ સિદ્ધાંત છે. (૮) કોઈપણ કાર્ય તેના કાળે જ થાય છે. બધુ ક્રમબંધ જ છે. પોતાના જન્મક્ષણે જ
પર્યાય પ્રગટ થાય છે.
(૪)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org